યુરોપના ધનાઢ્ય અને સમૃદ્ધ 27 જેટલા દેશોનો સમૂહ એટલે યુરોપિયન યુનિયન અથવા યુરોપિયન કમિશન.

મોટાભાગે હવે યુરોપિયન કમિશન તરીકે ઓળખાતા આ સમૂહ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી રહેલા સંશોધકોને સ્કોલરશિપ, ફેલોશિપ અને એવોર્ડ્સ આપવામાં આવે છે. આ કમિશન દ્વારા આપવામાં આવતી વિવિધ શૈક્ષણિક સહાયમાં મેજર કહી શકાય એવી મેરી ક્યૂરી એક્શન્સ પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ છે. મેરી ક્યૂરી એ પ્રથમ મહિલા છે જેમને નોબલનું સન્માન મળ્યું હોય. વળી, એ પ્રથમ વ્યક્તિ હતા જેમને નોબલનું આ સન્માન બે વખત મળ્યું હોય. નોબલ હિસ્ટ્રીમાં મેરિડ કપલ તરીકે ફર્સ્ટ નોબલ મેળવનાર પણ તેઓ હતાં. તેમના પતિ પેરી ક્યૂરી સાથે અને આખાય પરિવારના નામે પાંચ નોબલનું બહુમાન બોલે છે.

રેડિયોએક્ટિવિટી માટે દુનિયાભરમાં આદર પામેલાં મેરી ક્યૂરીના સન્માનમાં ટેલેન્ટને ડેવલપ કરવા અને રિસર્ચમાં એડવાન્સિંગ બનાવવા માટે તેજસ્વી, પ્રતિભાશાળી સંશોધકોને ફેલોશિપ પ્રદાન કરવામાં આવે છે. ખર્ચાળ દેશો હોવાથી યુરોપ જવાની વાત ઘણા પ્રતિભાશાળી ઉમેદવારો માટે આગળ વધતી નથી, પણ આ ફેલોશિપ યુરોપની બેસ્ટ ટેક્નોલોજી, ઈન્સ્ટિટ્યૂટ, લેબ સાથે જોડી આપશે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.

ફેલોશિપ

યુરોપિયન પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ

ગ્લોબલ પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ

હેતુ

સંશોધનમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવું અને રિસર્ચ કરિયરમાં આગળ વધી રહેલા સંશોધકોને સપોર્ટ કરવો.

વિદેશમાં જઈને રિસર્ચ એક્ટિવિટી કરીને ન્યૂ સ્કિલ્સના માધ્યમથી કરિયર ડેવલપ કરવા માગે છે તેમને મદદ કરવી.

રિસર્ચ એક્ટિવિટી માટે પ્લેટફોર્મ પૂરું પાડવું અને બેસ્ટ રિસોર્સ પ્રોવાઈડ કરવા.

બીજા દેશોમાં સંશોધકોના અનુભવોનો લાભ મળે અને તેનો ફાયદો જે તે દેશને થાય.

મહત્ત્વની બાબતો

ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ.

ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ઉમેદવારે અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.

ઉમેદવાર જે ફિલ્ડમાં રિસર્ચ કરવા ઈચ્છતા હોય તે સંબંધિત પીએચડી ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

ઉમેદવારને બે પ્રકારની ફેલોશિપ માટે વિકલ્પ આપવામાં આવે છે. ઉમેદવાર કોઈ પણ એક ફેલોશિપ માટે અરજી કરી શકે છે.

ઉમેદવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ રિસર્ચ પ્રપોઝલની ખરાઈ કરવામાં આવે છે અને ઉમેદવારે જે તે હોસ્ટ કન્ટ્રીઝ-હોસ્ટ ઓર્ગેનાઈઝેશનની પરવાનગી મેળવેલી હોવી જરૂરી છે.

ઉમેદવારનો એકેડેમિક ટ્રેક રેકોર્ડ એક્સલન્ટ હોવો જોઈએ. ઓછામાં ઓછા 85 ટકા જેટલા માર્ક્સ મેળવેલા હોવા જરૂરી છે.

આ ફેલોશિપનો આધાર સીલ ઓફ એક્સલન્સ એવોર્ડ પર છે.

ઉમેદવાર છેલ્લા 36 મહિનામાં બાર મહિના યુરોપિયન કન્ટ્રીઝ સાથે સંકળાયેલા ન હોવા જોઈએ.

ઉમેદવારને આ ફેલોશિપ માટે વધુમાં વધુ બે વર્ષનો સમયગાળો આપવામાં આવે છે.

ઉમેદવારના પ્રોજેક્ટ, રિસર્ચ અને એક્ટિવિટીને ધ્યાનમાં લઈને નિયમોને આધીન સમયગાળો વધારી આપવામાં આવે છે.

સહાય

લિવિંગ એલાઉન્સીસ અને મોબિલિટી એલાઉન્સીસ આપવામાં આવે છે.

લોંગ ટર્મ લીવ, ફેમિલી અને સ્પેશિયલ નીડ્સ એલાઉન્સીસની જરૂરિયાત જણાય તો તેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

મેનેજમેન્ટ અને પરોક્ષ ખર્ચ માટેની સુવિધા નિયમોને આધીન પૂરી પાડવામાં આવે છે.

રિસર્ચ, ટ્રેનિંગ અને નેટવર્કિંગ એક્ટિવિટીઝ માટે ફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે.

અરજી

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજી માટેઃ https://tinyurl.com/bdzaptyc

અરજી નિયમાનુસાર કરવાની રહેશે.

અરજી સાથે ફેલોશિપ, સબ્જેક્ટ, રિસર્ચ જેવી બાબતોને ધ્યાનમાં રાખવી અને વેરિફાઇડ ડોક્યુમેન્ટ આપવાનાં રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખઃ

10 સપ્ટેમ્બર, 2025

ફેલોશિપની માહિતી માટેઃ

https://tinyurl.com/ynpfn7jn