આજકાલ બોલિવૂડની ઘણી એક્ટ્રેસીસને ફેસ આઇસિંગ કરતી બતાવવામાં આવે છે. કોઈ બરફનો ટુકડો ચહેરા પર ઘસે છે તો કોઈ એનાથી એક સ્ટેપ આગળ બરફને બાઉલમાં કાઢીને તેમાં ચહેરો રાખીને આઇસ થેરાપી લે છે. આ જોઇને આપણને પણ ચહેરા ઉપર બરફ લગાવવાનું મન થાય, પણ ચહેરા ઉપર બરફ લગાવવાથી શું ફાયદો થાય એ વિશે થોડું જાણી લઇએ

પોર્સ ઓછા કરે છે

બરફ ચહેરાના પોર્સ કે જેમાં કચરો ભરાયો છે તેને ખોલે છે અને તેનો કચરો દૂર કરે છે, સાથે સાથે જે પોર્સ ખૂલેલા છે પણ કચરો નથી ભરાયો તેને બંધ કરે છે. તે લગાવવાથી ત્વચા સુંવાળી દેખાય છે.

ફાઇન લાઇન્સ દૂર થાય છે

બરફ ચહેરાની ફાઇન લાઇન્સ દૂર કરે છે, તે ચામડીને ચુસ્ત બનાવે છે અને કરચલીઓ ઓછી કરે છે. કોઈ પ્રસંગ આવતો હોય તો તેના વીસ દિવસ પહેલાંથી દરરોજ ચહેરા પર બરફ લગાવવો.

ઓઇલી સ્કિન નોર્મલ બને છે

બરફ લગાવવાથી ત્વચામાં ઓઇલનું પ્રમાણ ઓછું થાય છે. જો તમારી ત્વચા ખૂબ ઓઇલી હોય તો બરફ ચોક્ક્સ ઘસવો.

બ્લડ સરક્યુલેશન મજબૂત બને છે

ચહેરા પર બરફ ઘસવાથી તડકાના કારણે જે સનબર્ન થયું હોય તે દૂર થાય છે તેમજ બ્લડ સરક્યુલેશન મજબૂત બને છે જેથી ત્વચા હેલ્ધી દેખાય. યાદ રાખો, જો તમારી ત્વચા ડ્રાય હોય તો બહુ બરફ ન ઘસવો. તમે ચાહો તો દૂધને બરફ બનાવીને તેને પણ ચહેરા ઉપર ઘસી શકો છો. દૂધ સૌથી વધારે અસરકારક છે.