સામગ્રી

 

1/2 કપ સામો 

1/2 કપ રાજગરાનો લોટ 

1/2 કપ ખાટી છાસ 

1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ 

સિંધવ મીઠું, સ્વાદાનુસાર 

તેલ. રાંધવા માટે 

પીરસવા માટે 

મગફ્ળી-દહીંની ચટણી 

રીત

1. સામાને સાફ્ કરી, ધોઈ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં 2 કલાક સુધી પલાળી રાખો.

2. તે પછી તેને નીતારીને 2 ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

3. આ મિશ્રાણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગરાનો લોટ, છાસ, આદું-લીલાં મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે 8 કલાક અથવા રાતભર બાજુ પર રાખો.

4. એક નોન-સ્ટિક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરું રેડીને ગોળાકારમાં ફેરવી 125 મિમી.ના ગોળ ઢોસા તૈયાર કરો.

5. ઢોસાને રાંધતી વખતે તેની કિનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધગોળાકાર બનાવી લો.

6. રીત ક્રમાંક 4 અને 5 પ્રમાણે બીજા 7 ઢોસા તૈયાર કરો.

7. મગફ્ળી-દહીંની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

  • Follow us on: