આજની ફાસ્ટફૂડવાળી જીવનશૈલીમાં શરીરને આરામ આપવો ખૂબ જ જરૂરી છે. ઉપવાસ માત્ર ધાર્મિક કાર્ય નથી, પરંતુ તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ એટલું જ છે. જો આપણે સપ્તાહમાં માત્ર એક દિવસ પણ ઉપવાસ કરીએ તો શરીર અને મન બંનેને અનેક ફાયદાઓ થાય છે. ઉપવાસનો અર્થ છે રોજના નિયમિત ભોજનથી થોડો બ્રેક લઈને શરીરને આરામ આપવો. તેનો મતલબ ભૂખ્યા રહેવું નહિ, પરંતુ સરળ અને પાચક વસ્તુઓ ખાવી. જેમ કે, ફળો, ફળોના રસ, છાશ, પાણી વગેરે.
ઉપવાસના આરોગ્યલક્ષી ફાયદાઓ :
રોજના ભોજનને પચાવવા માટે શરીરને સતત કામ કરવું પડે છે. ઉપવાસના દિવસે સરળ ખોરાક લેવાથી પચાનતંત્રને આરામ મળે છે અને પાચનશક્તિ સુધરે છે.
રોજિંદા જીવનમાં આડુંઅવળું ખાવાથી આપણા શરીરમાં ઝેરી તત્ત્વો ઊભાં થાય છે. ઉપવાસ આડાઅવળા ખોરાકમાંથી શરીરને મુક્તિ આપે છે અને શરીરને શુદ્ધ કરે છે, જેથી શરીર ડિટોક્સ થાય છે.
સપ્તાહમાં એક દિવસ ઓછો અને હળવો ખોરાક લેવાથી શરીરમાં કેલરી કંટ્રોલ થાય છે અને વજન નિયંત્રણમાં રહે છે.
ખોરાકનો સંબંધ માત્ર શરીર સાથે જ નહિ, પરંતુ મન સાથે પણ છે. ઉપવાસ દરમિયાન આધ્યાત્મિકતા વધે છે, જેથી મન શાંત થાય છે અને ફોકસ વધે છે.
એક અભ્યાસ અનુસાર નિયમિત ઉપવાસથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
ઉપવાસમાં શું ખાવું?
તાજાં ફળો જેમ કે, જામફળ, પપૈયું, કેરી, દ્રાક્ષ વગેરે.
લીંબુ પાણી કે તુલસીવાળું પાણી.
છાશ, દૂધ અથવા ફળોનો રસ.
મકાઈનો લોટ, રાજગરો, સિંગદાણાના લોટથી બનેલ વસ્તુઓ.
ફરાળી ખીચડી અને ખાસ કરીને વધુ માત્રામાં પાણી.
ઉપવાસમાં શું ટાળવું?
તળેલું અને મસાલાવાળું ભોજન ટાળવું જોઈએ.
પેકેજ ફૂડ અથવા પ્રીઝર્વ વસ્તુઓ ટાળવી જોઈએ.
વધુ પ્રમાણમાં મીઠું અને સુગરવાળી વસ્તુઓ લેવાની ટાળવી જોઈએ.
ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય રોગો ધરાવતા હોવ તો ઉપવાસ કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. ઉપવાસનો અર્થ ભૂખ્યા રહેવું નથી. તે તમારા શરીરને ભારે ખોરાકથી આરામ આપવાનો એક માર્ગ છે.