• ઉત્તમ પ્રકારનો `હીરો' (ડાયમંડ) ધારણ કરનારને માન, કીર્તિ, સંતાન અને સન્માન આપે છે. લક્ષ્મીપ્રાપ્તિથી સુખમાં અનેકગણો વધારો થઈ જાય છે. શુક્ર ગ્રહની અનુકૂળતા હીરો ધારણ કરવાથી મળે છે

વૈભવી- રિદ્ધિસિદ્ધિ પૂર્ણ અને કલાકાર જનક શુક્ર દેવનું પ્રતિનિધિત્વ હીરો (ડાયમંડ) કરે છે. જીવનસુખ, લગ્નસુખ, પ્રેમ-સ્નેહ-લાગણી અને આત્મીયતાનો પ્રેરક `હીરો' હોય છે. સૌંદર્યની પ્રભાવિત કરનારી સૃષ્ટિ, પ્રેમમિલન, ગોષ્ઠિમાં સક્રિય યોગદાન આપનાર `હીરો' દીર્ઘ-સૌષ્ઠવસભર અને અતિ ધનિક જીવન આપે છે. હીરો દરેકના અંગ પર શોભે છે. ઉત્તમ પ્રકારનો `હીરો' (ડાયમંડ) ધારણ કરનારને માન, કીર્તિ, સંતાન અને સન્માન આપે છે. લક્ષ્મીપ્રાપ્તિથી સુખમાં અનેકગણો વધારો થઈ જાય છે.

હીરાનો આંતરિક ભાગ સખત અને કુદરતી તેજ ધરાવે છે. ચળકાટવાળો અને પાણીદાર હોય છે.

આ કીમતી રત્ન આફ્રિકા, બેલ્જિયમ, બેલ્જિયમનો હીરો સર્વશ્રેષ્ઠ ગણાય છે. અંધારી રાતમાં પણ હીરામાંથી તેજનાં કિરણો ફૂટતાં જોવા મળે છે.

પોતાની જન્મ કે નામરાશિથી ગણતાં બીજા-પાંચમા અને આઠમા, નવમા, અગિયારમા સ્થાનમાં શુક્ર આવેલો હોય તો શુભ ફળ આપનાર બને છે. નવી ઓળખાણો, સંબંધો અને ધન-સંતાનનો લાભ કરાવે છે. છઠ્ઠી અને સાતમી રાશિમાં શુક્ર આવે તો અશુભ ફળ આપે છે. અશક્તિ-નબળાઈના કારણે ઉત્પન્ન થતા રોગોની પીડા સહન કરવી પડે છે. ગુપ્ત સ્થાનનાં દર્દો શુક્રને કારણે હોય છે. આવા સમયે `હીરો' પહેરવાથી લાભ અને રાહત મળે છે. રંગબેરંગી કપડાંનું દાન, સફેદ ગાય, વાછરડું, સુખડનું દાન કરવાથી પણ જાતકને લાભ થાય છે.

આભૂષણો, સંગીત, વાજિંત્રો, મોજશોખની ચીજો, સુગંધી દ્રવ્યો, ઉત્સવો, સ્ત્રીઓની મૈત્રી, ભોગવિલાસ, જલસા, પૈસો, ખજાનો, નાચગાન આ બધું `હીરો' પહેરવાથી ઊંચા પ્રકારનું પ્રાપ્ત થાય છે.

શુક્રની દશા, શુક્રનું શુભત્વ, મીનનો શુક્ર, વૃષભ તુલાનો શુક્ર, અંતરાત્મા-મહાદશામાં ધન, સંપત્તિ, સંબંધ, સંતાન, મુસાફરી વગેરેનો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. નીચસ્થ શુક્ર કરવામાં નુકસાની અવશ્ય

કરાવે છે.

સફેદ હીરો, ભૂરાશ રંગનો હીરો, કાળો હીરો, પીળાશ પડતો હીરો, કમળપુષ્પ જેવો હીરો મળી આવે છે. કેટલાક હીરાની વિશેષ ઓળખ હોય છે. દુનિયાના કેટલાક વિખ્યાત હીરા આ પ્રમાણે છે -

(1) કોહિનૂર હીરો

(2) પ્રેમયુગલ હીરો

(3) પિટ હીરો

(4) ઓરલોપ હીરો

(4) હોપ હીરો

(5) કુલીનન હીરો

(7) સૈંસી હીરો

ભારતમાં તામિલનાડુ, મધ્ય પ્રદેશ, બુંદેલખંડ, ગુજરાત, ઓરિસામાં હીરાની ખાણો આવેલી છે. દૈવી શક્તિ વધારનાર, શારીરિક પીડામાંથી મુક્ત થવા, શત્રુને વશીભૂત કરવા માટે, પ્રેત-બાધા, જાદુટોણા, ગૂઢ પ્રયોગ તમામ `હીરો' ધારણ કરવાથી ખતમ અથવા નિર્મૂળ થઈ જાય છે.

હીરો ધારણ કરે એ સ્વસ્થ-સ્થૂળ બોડી ધરાવે છે. પતિ-પત્નીમાં મતભેદ હોય તો બેમાંથી કોઈ પણ એક હીરો ધારણ કરે તો મનમેળ સારો રહે છે. એ માટે હીરાની સાચી પરખ કર્યા બાદ ધારણ કરેલો હીરો ઘણા લાભ આપે છે.

કુંડળીમાં વૃષભલગ્ન, મિથુનલગ્ન, કન્યાલગ્ન, તુલાલગ્ન, મકરલગ્ન, કુંભલગ્નના જાતકો હીરો ધારણ કરે તો લાભ અવશ્ય મળશે. હીરો પહેરે એનું વ્યક્તિત્વ `હીરો' જેવું બની જાય છે. સર્વપ્રિય

બને છે.

હીરા વિશે આટલું જાણો

સાચો હીરો 1 કેરેટનો એકથી 18 લાખની કિંમતનો હોય છે. રંગીન હીરા તો એનાથી પણ મોંઘા હોય છે.

હીરો જમણા હાથની અનામિકા/તર્જની પર ધારણ કરી લગ્નજીવનનું સુખ મેળવો.

હીરો પહેરવાની ધાતુ : સોનું અથવા ચાંદી, પ્લેટિનમ

મેષ, મીન અને વૃશ્ચિક રાશિવાળા હીરો ન પહેરે એ સારું છે.

મંત્રજાપ સંખ્યા :

16000x4= 64000 +1/10=6400=16000x4=64000-6400 =70400

મંત્ર :ૐ શું શુક્રાય નમઃ

એક દિવસમાં 108 વાર મંત્ર જાપ જરૂર કરવો.

નક્ષત્ર ભરણી, પૂ.ફા., ઉ.ફા.

અલ્પભાર: 1/4/રતી

હીરો પહેરવાનો દિવસ : શુક્રવાર

હીરો ખૂબ મોંઘો હોય છે એ ધ્યાનમાં રાખવું. અસલી હીરો જ પહેરવો.

  • Follow us on: