અન્ય દેશોની સરખામણીમાં તલવારબાજીની શરૂઆત ભારતમાં મોડેથી થઈ હતી. 1974માં ફક્ત ફેન્સિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. એસોસિયેશન દ્વારા પહેલાં પુરુષ ચેમ્પિયનશિપની શરૂઆત થઇ હતી પછીથી મહિલા અને જુનિયર તથા સીનિયર શ્રેણીઓમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની શરૂઆત થઇ હતી. તલવારબાજીને ફેન્સિંગ પણ કહેવામાં આવે છે. આ ગેઇમમાં બે ખેલાડીઓ એક પ્લેટફોર્મ પર પ્રતિસ્પર્ધા કરે છે, જેને પીસ્ટ કહે છે. એને પટ્ટી અથવા પ્લેઇંગ એરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રમતને ઇનડોર અને આઉટડોર બંને મેદાનમાં રમી શકાય છે. મેદાનની ફર્શ લાકડાં, રબર કે પછી પ્લાસ્ટિકથી તૈયાર કરવામાં આવે છે.


ગેઇમ શરૂ કરવા માટે અધ્યક્ષ એક વિશેષ શબ્દ આલેજ બોલે છે. જેનો અર્થ મુકાબલો શરૂ કરો એવો થાય છે. ગેઇમને અટકાવવા માટે હોલ્ટે શબ્દ બોલવામાં આવે છે, જે વિરોધી પર પ્રહાર કરીને પહેલા પાંચ અંક જે ખેલાડી પ્રાપ્ત કરી લે છે એ ખેલાડી વિજયી જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ રમતનો સમય 6 મિનિટનો હોય છે. મહિલાઓ માટે આ રમતનો સમય આઠ મિનિટનો હોય છે. આ રમતનાં બે રૂપ છે. વિરોધ પર આક્રમણ કરવું અને વિરોધીના આક્રમણથી પોતાનું રક્ષણ કરવું. એક ખેલાડી પોતાના વિરોધી પર જ્યાં સુધી આક્રમણ નથી કરતો ત્યાં સુધી વિરોધી ખેલાડી આક્રમણથી સ્વયં ન બચાવી લે. તલવારબાજીના નિયમોની અવહેલના કરનારને ફાઉલ કરવામાં આવે છે. તલવાર ફેંકવામાં આવે તેને પણ ફાઉલ માનવામાં આવે છે. ખોટી રીતે કરવામાં આવેલી તલવારબાજી ફાઉલ અંતર્ગત આવે છે.


  • Follow us on: