રાજા ભગીરથે તેમના પૂર્વજોના મોક્ષ તથા જનકલ્યાણ માટે ગંગાજીને પૃથ્વી પર લાવવા કઠોર તપ કર્યું. તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ વરદાન આપ્યું કે સર્વકલ્યાણકારી ગંગા પૃથ્વી પર આવશે, પરંતુ સમસ્યા એ હતી કે ગંગાજીના વહેણને પૃથ્વી પર ઝીલશે કોણ?
સમસ્યાનું સમાધાન કરતાં બ્રહ્માજીએ કહ્યું કે ગંગાજીને ધારણ કરવાની શક્તિ ભગવાન શંકર સિવાય કોઈનામાં નથી, તેથી તમારે ભગવાન રુદ્રને પ્રસન્ન કરવા જોઈએ. પછી ભગીરથે ભોળાનાથને પ્રસન્ન કરવા કઠોર તપ કરવા લાગ્યા. તપથી પ્રસન્ન થઈને શિવજીએ કહ્યું, `નરશ્રેષ્ઠ, હું તારા તપથી પ્રસન્ન થયો છું. હું ગિરિરાજકુમારી ગંગાને મારા મસ્તક પર ધારણ કરીને સમસ્ત પ્રાણીઓના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરીશ.










