શિક્ષણવિદો, સંશોધકો અને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનેલા મહાનાયકોનું સન્માન શિક્ષણના માધ્યમથી કરવામાં આવે ત્યારે એ અમર બની જતું હોય છે.
ભારતે સી. વી. રામન જેવા નોબલ વિજેતા આપ્યા તો ફ્રાન્સે જ્યોર્જેસ ચર્પાક વિશ્વને આપ્યા છે. બંને મહાન વૈજ્ઞાનિકોને ફિઝિક્સમાં નોબલ વિજેતાનું બહુમાન મળ્યું છે. આ બંને વૈજ્ઞાનિકોનાં નામ બંને દેશોની ગાઢતા વધે તે માટે નિમિત્ત બની ગયાં અને એ પણ શિક્ષણનો સેતુ બન્યાં. ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે એક નવો પથ તૈયાર થાય તે માટે 2013માં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતની મુલાકાત દરમિયાન આ બંને વૈજ્ઞાનિકોના નામે ફેલોશિપ, સ્કોલરશિપ કે એજ્યુકેશન માટે સુવિધા આપવા માટેની વાત કરી. ઈન્ડો ફ્રાન્સ સેન્ટર ફોર ધ પ્રમોશન ઓફ એડવાન્સ્ડ રિસર્ચના માધ્યમથી ભારતના તેજસ્વી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવી. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને મિનિસ્ટ્રી ઓફ અફેર્સ અને ફ્રાન્સની ફ્રાન્સ એમ્બેસી ઓફ ઈન્ડિયા અંતર્ગત આ ફેલોશિપ આપવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
વિષય
એટમોસ્ફેરિક સાયન્સ
અર્થ સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ
ફિઝિકલ સાયન્સ
મટીરિયલ સાયન્સ
લાઈફ એન્ડ મેડિકલ સાયન્સ
કેમિકલ સાયન્સ
એન્જિનિયરિંગ સાયન્સ
બાયોલોજિકલ સાયન્સ
મેથેમેટિકલ એન્ડ કમ્પ્યૂટશનલ સાયન્સ
મહત્ત્વની બાબતો
ઉમેદવાર પાસે ભારતીય નાગરિકત્વ હોવું જોઈએ અને ભારતમાં રહેતા હોવા જોઈએ.
સરકાર માન્ય યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યૂટમાં ફુલ ટાઈમ પીએચડી કોર્સ સાથે સંકળાયેલા હોવા જોઈએ.
ઉમેદવારે સાયન્સ, ટેક્નોલોજી અથવા મેડિકલમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
ઉમેદવારની વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉમેદવારે એક વખત આ ફેલોશિપનો લાભ મેળવ્યો હશે તો તેને ફરી વખત આ લાભ મળવાપાત્ર નથી.
ઉમેદવારનો એકેડેમિક ટ્રેક રેકોર્ડ એક્સલન્ટ હોવો જરૂરી છે.
ઉમેદવારે ફોરેન ફેલોશિપ પ્રોગ્રામ અંતર્ગત અરજી કરવાની રહેશે.
સહાય
1500 યુરોની દર મહિને આર્થિક મદદ કરવામાં આવે છે.
ડેઈલી એક્સપેન્સિસ, લોકલ ટ્રાવેલ અને અન્ય ખર્ચ માટે દર મહિને આ રકમ ચૂકવવામાં આવે છે.
ઈકોનોમી ક્લાસ એર રિટર્ન ટિકિટ આપવામાં આવે છે.
જરૂરિયાત મુજબ હેલ્થ અને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ આપવામાં આવે છે.
વિઝા, રજિસ્ટ્રેશન સંબંધિત ખર્ચ માટેની પણ જોગવાઈ રાખવામાં આવી છે.
કોન્ફરન્સ, સેમિનાર અને વર્કશોપ માટે જરૂરી મદદ કરવામાં આવે છે.
અરજી અને ડોક્યુમેન્ટ
અરજી ઓનલાઈન પોર્ટલ પર કરવાની રહેશે.
અરજી માટે ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
અરજી સાથે એકેડેમિક અને પ્રોફેશનલ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
પાંચ પેજમાં ઉમેદવારે રિસર્ચ પ્રોજેક્ટની માહિતી આપવાની રહેશે.
પીએચડી વર્કની ત્રણ પાનાંમાં શોર્ટ સમરી પણ આપવાની રહેશે.
સંશોધનના ક્ષેત્રમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો તે આપવાનું રહેશે.
ફેલોશિપની માહિતી માટે
https://tinyurl.com/2rcmt83r
સંપર્ક
Indo-French Centre for the Promotion of Advanced Research
5B, Ground Floor India Habitat Centre,
Lodhi Road New Delhi - 110 003
India
Mail ID - [email protected]
Phone:- (+91-11) 2468 2251 / 2468 2252