• ફંક્શનમાં એલિગન્ટ લુક આપતાં ઈન્ડો વેસ્ટર્ન

પ્રસંગોમાં ઇન્ડિયન ટચ આપતાં આઉટફિટ પહેરવાનો ટ્રેન્ડ છે. એમાં કંઇક નવું ટ્રાય કરવા યુવતીઓ વિવિધ પ્રકારનું પરિવર્તન લાવતી રહે છે. ટ્રેન્ડી અને અપડેટેડ દેખાવા નોર્મલ ટ્રેડિશનલ ડ્રેસને બદલે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. ઇન્ડો વેસ્ટર્નની અલગ અલગ ડિઝાઇનને સ્ટાઇલ કરીને એમાં તમે એલિગન્ટ અને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો.

સાડી સ્ટાઇલ ગાઉન

ગાઉનને લોકલ ડિઝાઇનરની મદદથી કસ્ટમાઇઝ કરીને તમારી બોડી ટાઇપ અને શેપ મુજબ બનાવડાવી શકો છો. સાડી સ્ટાઇલ ગાઉનમાં દુપટ્ટાને સાડીના પાલવની જેમ ડિઝાઇનર ગાઉન સાથે સ્ટીચ કરવામાં આવે છે. જેથી દુપટ્ટાને અલગથી કૅરી કરવાની જરૂર પડતી નથી. આ પ્રકારના આઉટફિટ એલિગન્ટ અને સ્ટાઇલિશ લુક આપે છે. આ ગાઉનની સાથે જ્વેલરી મિનિમલ રાખો અને ડાયમંડ જ્વેલરીનો જ ઉપયોગ કરો. હેર સ્ટાઇલ માટે તમે સ્લીક સ્ટાઇલ બર્ન હેર સ્ટાઇલ અથવા સ્લીક ઓપન હેરની પસંદગી કરો. આમ કરવાથી તમારો લુક એકદમ સ્ટાઇલિશ અને યુનિક દેખાવા લાગશે.

સિંગલ શોલ્ડર બ્લાઉઝ સાથે લોન્ગ સ્કર્ટ

આ પ્રકારના આઉટફિટ દેખાવમાં એકદમ ક્લાસી લાગે છે. કૉલેજ ગોઇંગ અને યંગ જનરેશનને સિંગલ શોલ્ડર બ્લાઉઝવાળા આઉટફિટ બોલ્ડ લુક આપે છે. આ આઉટફિટની સાથે હેર સ્ટાઇલ માટે ઓપન સ્લીક હેર સ્ટાઇલને પસંદ કરો. મેકઅપ કરો તો ડ્યુઇ બેઝ મેકઅપ પસંદ કરી શકો છો. આ પ્રકારના આઉટફિટ તમે લગ્નથી લઇને પાર્ટીમાં ગમે ત્યારે પહેરી શકો છો. દિવસનું ફંક્શન હોય તો બ્રાઇટ કલરની પસંદગી કરો અને રાતનું ફંક્શન હોય તો પેસ્ટલ કલરના આઉટફિટ પરફેક્ટ રહેશે.

ટ્યૂનિક સ્કર્ટ સાથે ક્રોપ સ્ટાઇલ કેપ

તમે કંઇક યુનિક અને ટ્રેન્ડી કરવા ઇચ્છો છો તો ટ્યૂનિક સ્કર્ટ સાથે ક્રોપ સ્ટાઇલ કેપની પસંદગી કરો. આ પ્રકારના આઉટફિટ મેંદીના ફંક્શનથી લઇને સંગીતસંધ્યા, મેરેજ અને રિસેપ્શન જેવા પ્રસંગોમાં અલગ કલરમાં ડિઝાઇન કરી શકો છો. હેર સ્ટાઇલ માટે મેસી સ્ટાઇલ પોની હેર સ્ટાઇલને પસંદ કરી શકો છો. મેકઅપને ન્યૂડ કલરમાં જ રાખો જેથી આઉટફિટ સારી રીતે હાઇલાઇટ થઇ શકે. જ્વેલરી માટે લાઇટ વેટ ચોકરની પસંદગી કરી શકો છો.

ટ્યૂનિક ટોપ સેટ

તમે મેરેજ, પાર્ટી કે રિસેપ્શનમાં જવાનો પ્લાન કરી રહ્યાં હોવ તો ટોપ સેટ સ્ટાઇલ કરી શકો. ટ્યૂનિક ટોપ સેટમાં ઉપર લોન્ગ અથવા શોર્ટ ટોપ જે તમને પહેરવામાં કમ્ફર્ટ હોય તેની પસંદગી કરો. નીચે સ્કર્ટ ટાઇપ બોટમ અથવા ધોતી સ્ટાઇલ બોટમ પણ કૅરી કરી શકો. આની સાથે દુપટ્ટો સ્ટાઇલ કરી શકાય. ઈન્ડો-વેસ્ટન એલિગન્ટ લુક આપશે.


  • Follow us on: