મેટાબોલિઝમ એ શરીર દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવાની અને વાપરવાની પ્રક્રિયાને મેટાબોલિઝમ કહેવાય છે. ખોરાક આપણા શરીરમાં અલગ અલગ પોષણ મારફતે જાય છે. જેમ કે, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન અને મિનરલ આ ખોરાકને ઉપયોગ કરવાની પ્રોસેસને મેટાબોલિઝમ કહેવાય છે.
જ્યારે મેટાબોલિઝમ ધીમી ગતિએ કામ કરે ત્યારે ઓછું ખાવા છતાં વજન ઝડપથી વધે, વાળ ખરવા, હિમોગ્લોબીન ઓછું હોવું, ઊંઘ ન આવવી, થાક લાગવો વગેરે જેવી સમસ્યા જોવા મળે છે. જ્યારે મેટાબોલિઝમ ઝડપથી કામ કરે ત્યારે શરીર ખોરાકનું જલદી પાચન કરે છે, એનર્જી હંમેશાં વધારે રહે, થાક ઓછો લાગે તથા વજન નિયંત્રણમાં રહે અને સમગ્ર આરોગ્ય સારું રહે છે.
મેટાબોલિઝમ કુદરતી રીતે કઈ રીતે વધારવું?
1. પ્રોટીનયુક્ત આહાર : પ્રોટીન મેટાબોલિઝમ રેટને વધારવા અત્યંત મહત્ત્વનું પરિબળ છે. પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે, ડુંગળી, પનીર, બાજરી, દાળ અને બદામ ખાવાથી થર્મોજેનેસિસની પ્રક્રિયા સક્રિય થાય છે, જે પાચન દરમિયાન વધારે કેલરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે.
2. ગ્રીન ટી અને કોફી : હેલ્ધી ચા એટલે કે ગ્રીન ટી અને કેફિનયુક્ત કોફી મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. આમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ અને કેટેચિન્સ ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
3. નિયમિત વ્યાયામ : હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ જેવી કસરત મેટાબોલિઝમ વધારવા માટે ઉત્તમ છે. વજન ઉઠાવવું પણ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે તે મસલ્સનો વિકાસ કરે છે અને મસલ્સ વધારે કેલરી બર્ન કરે છે
4. પૂરતી ઊંઘ : 7-8 કલાકની ઊંઘ એ શરીરમાં હોર્મોન્સ બેલેન્સ કરે છે તથા ઊર્જા વધારવા આવશ્યક છે, જેથી અપૂરતી ઊંઘ એ આપણા શરીરનું મેટાબોલિઝમ ઓછું કરી શકે છે, તેથી મેટાબોલિઝમ વધારવા પૂરતી ઊંઘ લો.
5. મસાલેદાર ખોરાક લો : સૂકા મસાલા જેમ કે, દરેક પ્રકારના મરચાં, મરી, તજ, બાદિયા, આદું વગેરે થર્મોજેનેસિસ વધારવામાં મદદ કરે છે, જે મેટાબોલિઝમ ઝડપથી વધારવામાં મદદ કરે છે.
6. થોડું થોડું પણ વારંવાર ખાઓ : 3 મિલની જગ્યાએ 6 મિલનો મંત્ર અપનાવો. એકસાથે વધુ જમવાની જગ્યાએ થોડું થોડું વધારે ટાઇમ જમવાથી શરીર વધારે કેલરી બર્ન કરે છે તથા શરીરનો મેટાબોલિઝમ રેટ પણ વધે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરનો મેટાબોલિઝમ રેટ ઘટે છે.
7. તણાવ ઘટાડો : તણાવ એ શરીર માટે હાનિકારક સાબિત થાય છે. શરીરમાં હોર્મોન કોર્ટિસોલ વધવાથી ચરબી સંગ્રહ કરવાની પ્રક્રિયા વધી જાય છે. ધ્યાન, યોગ અને મનપસંદ પ્રવૃત્તિઓ તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
મેટાબોલિઝમ વધારવા કુદરતી રીતો અપનાવવાથી વજન નિયંત્રણ કરી શકાય છે અને શારીરિક તંદુરસ્તી સુધારી શકાય છે.