વધતી જતી ઓપરેશનથી ડિલિવરી ખરેખર ચિંતાનો વિષય છે, કારણ કે જમાના પહેલાં કુદરતી ડિલિવરી જ થતી. ઓપરેશનથી ડિલિવરીની તો વાત જ નહોતી અને મને યાદ છે કે 70ના સમયમાં જ્યારે અમે ભણતા હતા ત્યારે ઓપરેશનથી ડિલિવરી 17% થી 20% જેટલી થતી,


પરંતુ સમય જતાં આજની તારીખમાં સિઝેરિયનથી ડિલિવરીની ટકાવારી ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં વધીને 28% થી વધીને 32% જેટલી અને શહેરી વિસ્તારોમાં લગભગ પ્રાઈવેટ નર્સિંગ હોમમાં તો 40.9% થી વધીને 47.4% જેટલી થવા જાય છે, તો આ વધેલી સિઝેરિયન ડિલિવરીનું કારણ શું? એક સમય હતો જ્યારે સ્ત્રીઓ એટલી મજબૂત હતી કે એમની પ્રસુતી ઘરમાં પણ કરી શકાતી.

ઘરમાં પ્રસુતીનું કામ જાણતી નર્સ આવે અને સ્ત્રીને પ્રસુતી કરાવી જાય. બહુ કોમ્પ્લીકેશન્સ હોય તો દવાખાને લઇ જવામાં આવે. પહેલાનાં સમયે તો દવાખાના પણ દૂર રહેતા અને એમાં સગવડતા પણ ઓછી હોતી એટલે ઘણી સમસ્યાઓ થતી. એ સમયે બાળકો અને માતાની હાલત વધારે ખરાબ હોય તો ઘરના લોકોના જીવ ઉંચા થઇ જતા, કેમ કે એ વખતે પ્રસુતી સમયે મૃત્યુ પામતી માતા અને બાળકોની સંખ્યા વધારે રહેતી. એટલે વર્ષો પહેલાંની હાલત તો સ્ત્રીઓ માટે એ રીતે ખરાબ જ હોતી પણ એ પછી જ્યારે દેશમાં મેડિકલ સાઇન્સ આગળ આવવા લાગ્યું ત્યારે પણ ડિલિવરી મોટેભાગે નિર્મલ જ થતી હોતી. માતા એકદમ સ્વસ્થ હોય, એના ગર્ભમાં બાળક સ્વસ્થ હોય, એને નાળ વિંટળાઇ જાય કે એવી કોઇ સમસ્યા ન હોય, માથું ઉંધુ ન થઇ ગયું હોય કે પાણી ખાલી ન થઇ ગયું હોય તો મોટેભાગે નોર્મલ જ ડિલિવરી થતી. હવેના સમયમાં એ વસ્તુ નહિવત જોવા મળે છે.

આ માટે એક્સપર્ટ કમિટીની મીટિંગ બોલાવવામાં આવી હતી અને તેનાં કારણોની ચર્ચા કરવામાં આવી તો તારણ નીચે પ્રમાણે નીકળ્યું હતું. એક કારણ અથવા ડેટા એવો જણાયો છે કે, વધેલા C.S.નો આંકડો પબ્લિક હોસ્પિટલમાં 21.5% હતો, જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં લગભગ 47.4% જેટલો જોવા મળ્યો હતો. એટલે કે બમણા કરતાં પણ વધારે! તેમાં પણ આ ફરક જુદાં જુદાં રાજ્યોમાં જુદો જુદો જોવા મળ્યો હતો. જ્યારે C.S. ડિલિવરીનાં કારણોની તપાસ કરી ત્યારે સૌથી મોટું કારણ Footal distress જોયું કે ડિલિવરીના સમયમાં બાળકનું મૂંઝાવું, પહેલી c.s.થી ડિલિવરી, ઉપરાંત જુદી જુદી clinical conditions કારણરૂપ જોવા મળી હતી.

જો Footel distreesને એક કારણરૂપ ગણીએ તો આશ્ચર્ય થશે કે તેના નિદાન માટે કોઈ જ એવો સરસ ટેસ્ટ પણ નથી કે પદ્ધતિ પણ નથી. બીજું કારણ આવે દર્દીનું પોતાનું સિલેક્શન, જેમાં દર્દી લાંબા ગાળાનો ડિલિવરીનો દુખાવા સહન કરવા તૈયાર નથી. નાનાં કેન્દ્રોમાં એપી ડ્યુરલ આપવાવાળા હોશિયાર ડોક્ટર નથી કે જે ઈંજેક્શન આપે તે મોનિટર પણ કરી શકે. વધતાં જતાં નાનાં નાનાં clinicની પણ ઊણપ દેખાય છે. આમ, કુદરતી ડિલિવરી કરી શકે તે ડોક્ટરોની પણ ઊણપ હોય છે. આમ, કુદરતી ડિલિવરી કરાવવાની કુશળતા પણ ધીમે ધીમે ઘટી રહી છે. આ ઉપરાંત ધારો કે કોઈએ કુદરતી ડિલિવરીના પ્રયત્નો કર્યા અને તેમાં કોઈ તકલીફ ઊભી થઈ તો આવા ડોક્ટરોની સામે કેસ કરવાથી લઈને હુમલા કરવા સુધીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.

અને છેવટે આ expert કમિટીએ કેવી રીતે વધતી જતી c.s. ડિલિવરીને કંટ્રોલ કરી શકાય તેના માટે કેટલાંક સૂચનો કર્યાં છે, તે ધ્યાનમાં લેવા જેવાં છે, કારણ કે હમણાંથી સિઝેરિયનથી ડિલિવરીની ટકાવારી ઘણી જ વધી રહી છે અને આ વધેલી ટકાવારી સ્ત્રીઓને ભવિષ્યમાં તેમની ગાયનેક તંદુરસ્તી ઉપર પણ અસર કરવાની જ છે.

(1) સૌ પ્રથમ તો સિનિયર ડોક્ટરોએ સાથે મળીને સામાન્ય રસ્તો (Protocol) ઊભો કરવો પડે કે જેવો દર્દી ડિલિવરી માટે હોસ્પિટલ માટે દાખલ થાય કે તરત જ એ પ્રમાણે જ તેની પ્રાયમરી તપાસ કરવામાં આવે.

(2) આ પછી ડિલિવરી જે રસ્તે આગળ વધી હોય તેનું detail docnmenation થવું જોઈએ. જેને આપણે Best કહી શકીએ.

(3) પ્રાઈવેટ હોસ્પિટલોમાં CSR વધારે (60% જેટલો) હોવાથી આ dataની સરખામણી જનરલ હોસ્પિટલ સાથે થવી જોઈએ અને આ સરખામણીથી જ optimination થઈ શકે.

(4) વધારેમાં ઊંડું રિસર્ચ કરવાથી પણ પરિણામોમાં સુધારો કરી શકાય.

તારણો

આ રીતે એક્સપર્ટ ગ્રૂપની સ્ટેટ વાઈઝ મીટિંગો અને તારણો જ CSR (સિઝેરિયન સેક્શન રેટCSR) થી થતી ડિલિવરી ઘટાડવામાં મદદ કરી શકે.

  • Follow us on: