હોલિવૂડ એક્ટ્રેસ એન હેથવેને શેફ વિકાસ ખન્નાએ ગિફ્ટ આપી!
થોડા દિવસ પહેંલાં જ હોલિવૂડ એક્ટ્રેસ એન હેથવેએ ઈન્ડિયન શેફ વિકાસ ખન્નાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન એનેને વિકાસ ખન્નાએ ગિફ્ટ આપી હતી. આ ગિફ્ટ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
એક્ટ્રેસ એનેએ વિકાસ ખન્નાના રેસ્ટોરેન્ટ અને બંગ્લાની પણ મુલાકાત લીધી હતી. એને જ્યારે વિકાસ ખન્નાના રેસ્ટોરેન્ટ ગઇ હતી ત્યારે તેણે વિકાસ ખન્નાના હાથે બનેલી ઘણી વાનગીઓનો લુત્ફ ઉડાડ્યો હતો. જમ્યા બાદ એને વિકાસ ખન્નાના બંગલામાં પણ મેહમાનનવાઝી માણવા ગઇ હતી. આ દરમિયાન શેફ વિકાસ ખન્નાએ એ એનેને જે ગિફ્ટ આપી હતી તેમાં ફેમસ સેન્ડલવુડ સાબુ, આરસપહાણનો એક ડબો અને મોનિકા સેગલની એક પુસ્તક `કિસ ઇન કશ્મીર'નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વિકાસ ખન્નાનો એન હેથવેની ફિલ્મો સાથે ભાવનાત્મક લગાવ છે. વિકાસ ખન્નાએ સ્મિતપૂર્વક સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતું કે, મારી સીસ્ટર લ્યૂપસ નામની બિમારીનો સામનો કરતી હતી ત્યારે એને હેથવેની ફિલ્મોએ તેને ખૂબ રાહત આપી હતી. જોકે, વિકાસની બહેન રાધાનું નિધન થયું હતું ત્યારબાદ વિકાસે એનેના ફિલ્મોની ફાઇલ્સ ડિલેટ કરી દીધી હતી. જ્યારે હવે એને મારી રેસ્ટોરેન્ટમાં આવી હતીત્યારે તે બધી યાદો તાજી થઇ ગઇ હતી.
ટોમ હોલેન્ડ ઉર્ફે સ્પાઇડરમેને જેંડાયા સાથે સગાઈ કરી
નવા સ્પાઇડર મેન તરીકે ટોમ હોલેન્ડના દુનિયાભરમાં ચાહકો છે. નવા સ્પાઇડર મેન તરીકે ટોમ હોલેન્ડને હોલિવૂડે અને વિશ્વએ સહર્ષ સ્વિકાર્યો હતો. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ટોમે અને જેંડાયાએ થોડા દિવસો પહેલાં જ સગાઇ કરી લીધી છે. આ સગાઇને લઇને કેટલીક એવી માહિતી આવી છે જેનાથી હોલિવૂડ જગત આશ્ચર્યમાં મુકાયુ છે. ટોમના ફેન્સને એ વાત જાણીને ઘણી ખુશી થઇ હતી કે ટોમે જેંડાયા સાથે સગાઇ કરતા પહેલા જેંડાયાના પિતા પાસે પરમીશન માંગી હતી. ટોમે ક્રિસમસ અને નવા વર્ષના વેકેશન દરમિયાના યુ.એસમાં જેંડાયાના ઘરે જઇને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. અલબત્ત, સગાઇ માટે ટોમે મહિના પહેલાં જ જેંડાયાના પિતા પાસેથી સગાઈ માટેની પરમિશન મેળવી લીધી હતી. જોકે, હજી સુધી ટોમ અને જેંડાયા તરફથી બંને જણાએ સગાઇ કરી છે એવી કોઇપણ પુષ્ટી કરી નથી. વર્ષ 2022માં પણ ટોમ અને જેંડાયાએ સગાઇ કરી છે એવી અફવા ઉડી હતી. નોંધનીય છે કે ટોમ અને જેંડાયા એકબીજાને છેલ્લા ત્રણેક વર્ષથી ડેટીંગ કરી રહ્યા છે.
કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાં પેરિસ હિલ્ટનનું ઘર પણ ખાક
દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જિલ્સ (એલ.એ.)માં લાગેલી આગે વિકરાળ સ્વરુપ લઇ લીધું છે. હજારો લોકોને આગથી બચવા સલામત સ્થળે ખસાડવામાં આવી રહ્યા છે. એલ.એમાં ઘણી હોલિવૂડ સેલિબ્રિટી અને અન્ય નામી લોકોના ઘરો છે, જે તમામ બળીને ખાક થઇ ગયા છે. આ લાગેલી આગમાં બિલી ક્રિસ્ટલ, મેંડી મૂર ઉપરાતં પેરિસ હિલ્ટન જેવા સ્ટાર્સના ઘર પણ બળીને ખાક થઇ ગયા છે. પેરિસ હેલ્ટિને થોડા દિવસ પહેલાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે જણાવ્યુ હતું કે, `હું જ્યા ઉભી છું, તે ક્યારેક મારું ઘર પણ હતું!, આ ઘટનાને જોયા બાદ મારા દિલનું દર્દ હકીકીતમાં અવર્ણનીય છે, જ્યારે મેં પહેલીવાર જ આ આગના સમચાર જાણ્યા હું, ખૂબજ ગંભીર રીતે સદમામાં આવી ગઇ હતી. હું આને સહન કરી સક્તી ન હતી. પરંતુ અત્યારે હું અહીંયા છું અને તેને મારી આંખોથી જોઇ રહું છું. હવે આ જોઇને મારું દિલ લાખો ટૂકડામાં વિખેરાઇ ગયું છે.' નોંધનીય છે કે, પેરિસના પ્રિયજનો, બાળકો અને પાલતુ જાનવરો સહીસલામત છે. તેણે અંતે ફાયર ફાઇટર્સ અને સ્વંય સેવકોનો આભાર માન્યો હતો.










