- સોમવારનું વ્રત કરો તથા સ્ફટિક શિવલિંગનું દરરોજ પૂજન કરો. દૂધનો વેપાર ન કરવો
આપણા વૈદિક જ્યોતિષશાત્રમાં ચંદ્રને મનનો કારક કહેવામાં આવ્યો છે. જેમ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતાનો કારક મનાવવામાં આવે છે, એ જ રીતે ચંદ્રમાને માતાનો કારક માનવામાં આવે છે. ચંદ્રનો સૌથી વધારે પ્રભાવ આપણાં મન-મગજ પર પડે છે. નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને રોહિણી, હસ્ત, શ્રવણ નક્ષત્રોનો સ્વામી માનવામાં આવે છે. ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચનો હોય છે તથા વૃશ્ચિક રાશિમાં નીચનો હોય છે. ઉચ્ચ ચંદ્ર જાતકને સંતુલિત મન આપે છે જ્યારે નીચ ચંદ્ર અસંતુલિત મન આપે છે. જે લોકોનો ચંદ્ર નીચેનો હોય છે તેમનો સંબંધ મિત્રતાનો હોય, પર્સનલ હોય કે પારિવારિક હોય, પણ બહુ સારા રહેતા નથી. લોકો હંમેશાં તેમના વિશે સારા વિચાર રાખતા નથી. લોકોનો મત તેમના વિશે વધારે નકારાત્મક જ રહે છે. તેનું કારણ એ છે કે આવા લોકો મોંફાટ હોય છે.
જેમનો ચંદ્ર નીચનો હોય છે, તેમની સૌથી મોટી કમી એ છે કે તેમનું કોઈ અપમાન કરે તે તેમને બિલકુલ પસંદ નથી હોતું. તેમનું પોતાનું આત્મસન્માન તેમને સૌથી વધારે પ્રિય હોય છે. તેઓ પોતાના આત્મસન્માન માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. આવા લોકો ચેલેન્જને સમયસર પૂરી કરે છે. આવા જાતકો બહુ જલદી ડિપ્રેશનમાં આવી જાય છે. જો તેમની સાથે ક્યારેક કોઈ ખરાબ દુર્ઘટના ઘટે તો તેઓ ડિપ્રેશનમાંથી બહુ જલદી બહાર આવતા નથી. જેમનો ચંદ્ર નીચનો હોય તેમના દાંપત્યજીવનમાં સંકટો આવતાં રહે છે. જે લોકોનો ચંદ્ર પાપ પ્રભાવમાં હોય છે તેવા લોકોને માતાનું સુખ ઓછું મળે છે. તેમની કોઈ ને કોઈ કારણસર માતા સાથે અનબન રહ્યા કરે છે, પરંતુ જો આવા લોકો ઘરથી દૂર રહે તો માતા સાથે મનમુટાવ ઓછો રહે છે. અશુભ ચંદ્રને શુભ બનાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે.










