આ પખવાડિયામાં બુધ સિંહ રાશિમાં 4 સપ્ટેમ્બરના રોજ જ્યારે સૂર્ય મહારાજ 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં અને 18 સપ્ટેમ્બરે કલા શૃંગાર ભોગ-વિલાસના ગ્રહ શુક્ર પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ કરશે. રાશિ મુજબ ગ્રહ ગોચરની અસર જોઈએ
મેષ (અ. લ. ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો. પરિવાર સાથે આનંદ માણી શકો. મુસાફરી થાય. પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો. જમીન-મકાન-વાહન સુખ સારું રહે. માતાની સેવા કરવાથી એમને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાથી વધુ પ્રગતિ કરી શકશો.
વૃષભ (બ. વ. ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો. ભાઈભાંડુનું સુખ સારું રહે. રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. નવા કાર્યમાં આગળ વધી શકો. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય. આગળ વધવાની તક મળે. તમારા કૌશલ્યથી કાર્યસિદ્ધિ થાય.
મિથુન (ક. છ. ઘ) : કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે. તમારા સૌમ્ય વાણી-વર્તનથી અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો. ભાગીદારીમાં કાળજી રાખવી પડે. આર્થિક બાબતોમાં મધ્યમ રહે. અન્ય બાબતોમાં મહેનતથી સારું પરિણામ લાવી શકો.
કર્ક (ડ. હ) : સત્તાના સૂત્રો હાથમાં આવે. ખુદના માટે સમય કાઢી શકો. તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. ઘણાં વણઉકેલ પ્રશ્નોના જવાબ મેળવી શકશો. તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ. ટ) : કેટલાક એવા બનાવ બને કે તમને માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે. કોઈ બાબતને અહમ્્નો પ્રશ્ન ના બનાવવો. વાદ-વિવાદથી દૂર રહેવું. મતભેદ નિવારવા સલાહ છે. લાગણીના સંબંધોમાં પણ અનબન જોવા મળે.
કન્યા (પ. ઠ. ણ) : ગણતરી વિનાના સાહસ ના કરવાની સલાહ છે. આવક કરતા જાવક વધી ના જાય તે જોવું. નાણાકિય વ્યવહારનો હિસાબ રાખવો. અંગત લોકો અને સગાંસ્નેહી, મિત્રોથી સારું રહે. આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર. ત) : અગાઉના સમયમાં તમે કરેલાં કાર્યના સારાં પરિણામ આજે મેળવી શકો. કર્મના સિદ્ધાંતને સમજી શકો. સ્ત્રીવર્ગ પોતાની પ્રતિભા બતાવી શકે. વેપારીવર્ગને મધ્યમ રહે. નોકરિયાત વર્ગની પ્રગતિ થાય. વિદ્યાર્થીવર્ગને શુભ રહે.
વૃશ્ચિક (ન. ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકશો. આ સમયમાં ભાગ્યની દેવી પ્રસન્ન થતી જણાય. નવીન તક હાથમાં આવે. ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય. ધ્યાન, યોગ, મૌનથી લાભ થાય. આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ. ભ. ફ. ઢ) : આ સમયમાં હકારાત્મક વિચારોની વધુ જરૂર રહેશે. જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે. દૂર દેશથી સારા સમાચાર મળે. અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો. જૂંના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ. જ) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો. આંતરિક સંબંધોમાં સારું રહે. મનની વાત વ્યક્ત કરી શકો. કૌટુંબિક અને સામાજિક રીતે આગળ વધી શકો. તમે કરેલાં કાર્યનાં સારાં પરિણામ મેળવી શકો. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કુંભ (ગ. સ. શ. ષ.) : હિતશત્રુઓથી સાવધ રહેવું. વધુ પડતા વિશ્વાસે ના ચાલવું. વ્યક્તિગત દેખરેખથી કામ કરવું સારું રહેશે. ખાવા-પીવામાં પરેજી રાખવી. તબિયતની કાળજી લેવી. વધુ પડતી દોડધામ નિવારવાની સલાહ છે.
મીન (દ. ચ. ઝ. થ) : વિદ્યાર્થીવર્ગ એકાગ્રતા કેળવી શકશે. સંતાન અંગે સારું રહે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે. પરિવાર સાથે આનંદ માણી શકશો. પ્રણયમાર્ગે આગળ વધી શકો. ગમતી વ્યક્તિ સાથે વાતચીત કરવાની તક મળે. તમે મનની વાત વ્યક્ત કરી શકો.