મેષ (અ.લ.ઈ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય, મનની વાત કોઈને કરી શકો, સંતાન અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, પરંતુ થોડી ચિંતા રહ્યા કરે, વિદ્યાર્થીવર્ગે ચોક્કસ ધ્યેય સુધી પહોંચવા એકાગ્રતાથી મહેનત કરવી પડે.
વૃષભ (બ.વ.ઉ) : મનની શાંતિ માટે તમારે અમુક બાબતો છોડવી પડશે, આ સમયમાં મનમાં વ્યગ્રતા રહ્યા કરે. એ માટે તમારે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. જમીન મકાન વાહનસુખ મધ્યમ રહેશે. પ્રોપર્ટી અંગે નિર્ણય લેવામાં રાહ જોવી જરૂરી બને.
મિથુન (ક.છ.ઘ) : હકારાત્મક ચિંતન અને ઓટો સજેશન તમને આ સમયમાં બહુ ઉપયોગી થશે. તમારા વિચારોને કાર્યમાં ફેરવી શકશો. મિત્રોની મદદ મળી રહેશે. નેગેટિવ વિચાર્યા વિના આગળ વધશો તો નવા સાહસમાં લાભ થશે, યશ મેળવી શકશો.
કર્ક (ડ.હ) : આર્થિક રીતે પ્રગતિકારક સમય, બેન્ક બેલેન્સ વધારી શકશો, નાણાકીય લેવડદેવડમાં સારું રહેશે, પરંતુ આ સમયમાં કોઈને ઉછીના પૈસા ન આપવાની સલાહ છે. પરિવાર સાથે આનંદપ્રમોદ માણી શકશો, સમય શુભ રહે.
સિંહ (મ.ટ) : તમારી આસપાસ સત્તાનાં સમીકરણો બદલાતાં જોવા મળે, આ માહોલમાં તમારું પદ ટકાવી રાખવું અને આગળ વધવું એક ચેલેન્જ જેવું લાગે. પદ, પ્રતિષ્ઠા માટે ઘણી બાબતોમાંથી પસાર થવું પડે, નોકરિયાત વર્ગે ખાસ સંભાળવું પડે.
કન્યા (પ.ઠ.ણ) : જીવનમાં નવા અધ્યાય શરૂ કરવા માટે જૂના અધ્યાય પૂર્ણ થઇ રહ્યા છે તે તમને સમજાશે, કેટલાક સંબંધો તમારાથી દૂર થતા જોવા મળશે વળી કોઈ કોઈ જગ્યાએ નુકસાની પણ આવી શકે! ઘણું છૂટી રહ્યું છે, પણ એ ભવિષ્ય માટે શુભ સંકેત પણ છે.
તુલા (ર.ત) : અચાનક નવી ઘટનાઓ અને નવી વ્યક્તિનું આગમન આ સમયની તમારા માટેની સરપ્રાઈઝ છે! ઘણી નવી બાબતો માટે તૈયાર થઇ જાવ! ગ્રહો ઘણાં સારાં પરિવર્તન લાવી રહ્યા છે અને આ માટે તમને તૈયાર પણ કરી રહ્યા છે.
વૃશ્ચિક (ન.ય) : વેપારીવર્ગને નવી ખરીદીમાં લાભ થાય. સ્ત્રીવર્ગ માટે પણ સમય ઉત્સાહજનક રહે. જે મિત્રો રોજગાર શોધી રહ્યા છે તેમને પણ શુભ સંકેત પ્રાપ્ત થાય. ખાસ કરીને સૂર્ય આરાધનાથી તમારી કારકિર્દીમાં નવી દિશા ખૂલતી જણાય.
ધન (ધ.ભ.ફ.ઢ) : ભાગ્યની દેવી સુંદર સ્મિત આપતી જણાશે, ઘણી નવી તકો તમારી રાહ જોઈ રહી છે, યાત્રા ફળદાયી નીવડે, વડીલોની આશિષથી તમે આગળ વધી શકો, પિતૃસહાય પ્રાપ્ત થાય છે અને આ માટે તમે પીપળાની પૂજા કરશો તો વિશેષ લાભ થશે.
મકર (ખ.જ) : દાંપત્યજીવન અને ભાગીદારીમાં થોડું સંભાળવું પડે તેવો સમય. કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, કેટલાંક પરિવર્તન અચાનક આવતાં જોવા મળે જે પચાવતાં સમય લાગે.
કુંભ (ગ.સ.શ) : અન્યની મદદમાં સમય પસાર થતો જોવા મળે, જાહેરજીવનમાં દોડધામ રહે. જોકે, તેનાં સારાં પરિણામ મેળવી શકો અને તમારું મિત્રવર્તુળ વધતું જોવા મળે. સામાજિક કાર્ય કરી શકો અને યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
મીન (દ.ચ.ઝ.થ) : પનોતીની સાથેસાથે આ ગોચર ભ્રમણ ફરજિયાતપણે તમારી ખુદની કાળજી લેવા માટે આગ્રહ રાખે છે. ખાવાપીવાની ટેવથી લઈને જીવનપદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરવા જરૂરી બને છે. આ સમયમાં ધ્યાન, પ્રાણાયામ, હળવી કસરત વિશેષ લાભકારી રહેશે.