કલા, શૃંગાર, ભોગવિલાસ અને વૈભવના ગ્રહ શુક્ર મહારાજ 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. રાશિ મુજબ ગોચર ગ્રહોની આ પખવાડિયામાં અસર જોઈએ


મેષ (અ. લ. ઈ) : એક વૈભવી જીવન તરફ તમારો ઝુકાવ રહેશે. નવી સારી વસ્તુઓ વસાવવી, ઘરને સજાવવું તથા બગીચામાં ફૂલછોડ વાવવાં વગેરેમાં તમારું ધ્યાન રહેશે. કેટલાક છૂટી ગયેલા સંબંધો ફરી પરત આવતા જોવા મળશે.

વૃષભ (બ. વ. ઉ) : ભાઈભાંડુ અને મિત્રો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત થશે. નવા કાર્યમાં આ લોકો તમારી સાથે ચાલશે. તમારા કૌશલ્યની સરાહના થશે. મુસાફરીથી લાભ થતો જોવા મળશે. જે જાતકો વિદેશ જવા ઈચ્છે છે તેમને પણ સારી તક મળશે.

મિથુન (ક. છ. ઘ) : આર્થિક બાબતોમાં સારું રહેશે, બેન્ક બેલેન્સ વધારી શકો. પરિવાર ભાવનામાં વૃદ્ધિ થાય, કૌટુંબિક કાર્યમાં આગળ વધી શકો. નવી વસ્તુ ખરીદવા માટે વિચારી શકો અને પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો.

કર્ક (ડ. હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. તમારી અંદર એક હકારાત્મક ઊર્જાનો સંચાર થાય જે લોકોને તમારી તરફ ખેંચે. આકર્ષણશક્તિમાં વૃદ્ધિ થાય. નવા મિત્રો બનાવી શકો અને ઋણાનુબંધને સાચા અર્થમાં અનુભવી શકો.

સિંહ (મ. ટ) : આ સમયમાં સંબંધો બાબતે વિશેષ કાળજી રાખવી પડે, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે, વ્યવસાયમાં નુકસાની ન આવે એની કાળજી લેવી પડે, ભવિષ્યના પ્રોજેક્ટ માટે યોગ્ય ચોખવટ અને પેપરવર્ક કરીને જ આગળ વધવું.

કન્યા (પ. ઠ. ણ) : આવકના નવા સ્ત્રોત ખોલી શકશો. ન ધાર્યું હોય એવી જગ્યાએથી લાભ થતો જોવા મળે. વડીલમિત્રો, ગુરુજન અને સ્નેહીઓ તરફથી શુભાશિષ પ્રાપ્ત થાય અને કાર્યમાં આગળ વધી શકો, ભાગીદારીમાં પણ લાભ થાય. દાંપત્યજીવન સારું રહે.

તુલા (ર. ત) : કામકાજમાં વિશેષ સફળતા પ્રાપ્ત થાય. કાર્યક્ષેત્રે જરૂરી સંબંધો વિકસાવી શકો. તમારા અંગત જીવનમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ પણ આ સમયમાં મળે. શારીરિક બાબતમાં કાળજી લેવી પડે અને જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા જરૂરી બને છે.

વૃશ્ચિક (ન. ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રોને લાભ થાય, અચાનક નવા ચહેરાઓ જીવનમાં પ્રવેશતા હોય તેવું લાગે, આ સમયમાં નવી દોસ્તી સમજીવિચારીને કરવી. કેટલાક પ્રશ્નોના લીધે મન બેચેન રહેતું અને ઉકેલ મળતા સમય લાગતો જોવા મળે.

ધન (ધ. ભ. ફ. ઢ) : લાગણીના સંબંધોમાં મળેલી પછડાટના કારણે જીવનમાં નવા પાઠ શીખવા મળે, આ સમયમાં વધુ પડતા વિશ્વાસે ન ચાલવું અને દરેક કાર્યમાં ચોકસાઈ કરવી જરૂરી બને છે. વતનથી દૂર જવાનું બને. શુભ પરિણામ મળવામાં સમય લાગે.

મકર (ખ. જ) : દાંપત્યજીવનમાં નવા પ્રાણ ફૂંકતો સમય, ભાગીદારીમાં અને દોસ્તીમાં પણ સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો. સમાજમાં તમારી પ્રશંસા થાય. વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ સાધી શકો અને નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો.

કુંભ (ગ. સ. શ) : શારીરિક બાબતોમાં વિશેષ કાળજી લેવી પડે, ખાવાપીવાથી લઈને લાઈફસ્ટાઈલમાં મહત્ત્વના ફેરફાર કરવા પડે. જૂના મિત્રોને મળવાનું થાય અને ઘણા સારા લોકો પાસેથી પ્રેરણા મેળવી શકો, જીવનમાં નવી દિશામાં કાર્ય થતું જોવા મળે.

મીન (દ. ચ. ઝ. થ) : યુવા મિત્રો માટે શુભ સમાચાર છે. આ સમયમાં તમારા જીવનમાં સારું પાત્ર આવી શકે છે, પ્રણયમાર્ગે આગળ વધી શકો. વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરતા મિત્રો માટે પણ સમય સારો છે. સારું પરિણામ મેળવી શકો.


  • Follow us on: