પ્રશ્ન

: મારું નામ ઉર્વીશ (રાજકોટ) છે. મારી જન્મ તારીખ 10-12-2000 છે. વિવાહ યોગ ક્યારે છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર : તમારો જન્મ માગશર સુદ ચૌદશના રોજ છે. જન્મની ચંદ્રરાશિ વૃષભ તથા જન્મ નક્ષત્ર રોહિણી છે. મંગળ દોષ નથી. તેથી આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. આગામી ફેબ્રુઆરી, 2024 પછીનો સમય વિશેષ અનુકૂળ ગણાય.

(1) દરરોજ સવારે ઊગતા સૂર્યનાં દર્શન કરવાં.

(2) રવિવારે, સોમવારે, ગુરુવારે આ બાબતે વિશેષ પ્રયત્ન કરવાની સલાહ છે.

પ્રશ્ન : મારું નામ સવજીભાઇ (સાબરકાંઠા) છે. મારો જન્મ અમાસનો છે. મારા નામે મિલકત ખરીદી શકાય?

ઉત્તર : તમારી માત્ર જન્મતિથિના લીધે માની લેવાની જરૂર નથી. અમાસના દિવસે જન્મ હોય, પરંતુ અન્ય ગ્રહયોગો સારા હોય તો જીવનમાં સારી સફળતા મળે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી રહે. આહાર, વ્યાયામ અને સાત્ત્વિક વાંચન બાબતે વિશેષ કાળજી રાખવી. નાદુરસ્ત તબિયત સફળતામાં મોટો અવરોધ લાવી શકે છે. પ્રવાસ મુસાફરીમાં સાચવવું. ઘણા મહાનુભાવોનો જન્મ અમાસ તિથિનો છે. સૂર્યનારાયણની ભક્તિ કરવી. ગાયત્રી મંત્ર તથા આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરી શકાય.

પ્રશ્ન : મારું નામ કથન (જિ. સુરત) છે. જન્મતારીખ 11-10-1998 છે. સગપણ અંગે ઘણા પ્રયત્ન ચાલે છે. જવાબ મળતો નથી. ક્યારે સફળતા મળશે?

ઉત્તર : તમે જણાવેલી વિગતો મુજબ આસો વદ સાતમનો જન્મ છે. ચંદ્ર રાશિ મિથુન છે, તેથી નામ રાશિ મુજબ છે. કુંડળીમાં પ્રગતિસૂચક ગ્રહયોગો બને છે. શૈક્ષણિક બાબતે સમકક્ષ પાત્ર હોય અને અન્ય અનુકૂળતા હોય તો ગુણાંક-મેળાપક બાબતે ઝીણું કાંતવાની જરૂર નથી. મોસાળ પક્ષની વ્યક્તિની મદદ મળે તો અનુકૂળતા વધે. આગામી માર્ચ, 2024 પછી સમય સાનુકૂળ જણાય છે.

(1) દર રવિવારે તથા પૂનમે કુળદેવી માતાજીની ભક્તિ કરવી.

(2) વિષ્ણુ સ્વરૂપની ભક્તિ વિશેષ કરવી. (3) ચંદ્રનું રત્ન શુદ્ધ મોતી ધારણ કરી શકાય.

પ્રશ્ન : મારું નામ ગૌરવ (જામનગર) છે. મારી જન્મતારીખ 20-05-1998 છે. મને સરકારી નોકરીના યોગ છે?

ઉત્તર : તમારી વિગતો મુજબ વૈશાખ વદ નવમીના દિવસે જન્મ છે. જન્મ નક્ષત્ર શતતારા છે. ચંદ્રરાશિ કુંભ છે. નામ રાશિ મુજબ સાચું છે. કુંડળીમાં અન્ય ગ્રહો પ્રગતિસૂચક ગણાય. અન્ય વિકલ્પ સ્વીકારીને સારી સંસ્થામાં નોકરી મેળવી લેવાની સલાહ છે. માન-સન્માન જળવાઇ રહે તેવી નોકરીનો યોગ જણાય છે. નજીકના સમયમાં માર્ચ, 2024 પછીનો સમય પ્રગતિસૂચક ગણી શકાય. તેમાં આયોજનપૂર્વક પ્રયત્નો કરવા જોઇએ.

(1) સૂર્યનાં દર્શન દરરોજ સવારે કરવાં. ઉપવાસ ફરજિયાત નથી. (2) કુળદેવી માતાજીની વિશેષ ભક્તિ રવિવારે તથા પૂનમે કરવી જેથી અવરોધ હળવા થાય. (3) મોસાળ પક્ષની કોઇ વ્યક્તિનો સહયોગ મળે તો વધુ અનુકૂળતા રહે.


  • Follow us on: