ના. ..ના, કરીના એક દીકરી આવી ગયા પછી પોતાના ભાઈ રણબીરને આલિયાથી અલગ થવાનું નથી કહી રહી પણ જ્યારે સંબંધોની વાત આવી ત્યારે કરીનાએ બહુ સરળતાથી કહી દીધું હતું કે મારે કોઇની ભાભી નથી બનવું, હું કરીના છું, રણબીરની બહેન, આલિયા મને બેબો કહીને બોલાવે છે એ જ બરાબર છે, મને આટલું હેવી ટાઇટલ નથી જોઇતું. કરીના અને આલિયા તાજેતરમાં જ કરણ જોહરનાં ટોક શૉમાં આવ્યાં હતાં. આ ટોક શૉમાં બંનેએ ઘણી વાતો કરી હતી. એક તરફ બેબોએ બિન્ધાસ્ત જણાવ્યું હતું કે મારા બંને દીકરાઓને પેપ્સ ફોલો કરે કે તેમના ફોટા લે એમાં મને કોઇ જ સમસ્યા નથી. હું અને સૈફ એ બાબતે પહેલેથી જ દિલદાર છીએ, અમે જાણીએ છીએ કે એક દિવસ તો તે લોકોને પેપ સામે આવવાનું જ છે, વળી ફેન્સ અમારાં બાળકોને જુએ એમાં અમને કોઈ સમસ્યા પણ નથી. જ્યારે બીજી તરફ આલિયા પોતાની દીકરી માટે ખૂબ પ્રોટેક્ટિવ જણાઇ હતી. તેણે જણાવ્યું કે કોઈ પણ જાણીતા લોકો મળે તો અમે તરત રાહાનો ફોટો બતાવીએ છીએ પણ પેપને રાહાને ક્લિક કરવાની સખત મનાઈ છે. તેનું કહેવું છે કે હાલ રાહાને તેની જરૂર નથી.
આલિયા આ ચેટ શૉ દરમિયાન ઘરની ડાહી વહુ બનવા પ્રયત્ન કરી રહી હતી તે દેખાતુ હતું જ્યારે કરીના પણ નણંદપણું થોડા પ્રમાણમાં કરતી હોવાનો ખ્યાલ આવી જતો હતો. આલિયાએ કરીનાનાં અઢળક વખાણ કર્યાં હતાં. તેણે જણાવ્યું હતું કે હું કરીનાની ફિલ્મો જોઈને જ મોટી થઈ છું, મને તે ખૂબ ગમે છે તો બીજી તરફ કરીનાએ એરોગન્સમાં કહ્યું હતું કે તેણે કરેલાં ઘણા રોલને તેના જેટલો ન્યાય બીજી કોઈ એક્ટ્રેસ ન આપી શકી હોત. આવી જ રીતે કરીનાએ પોતાનું એરોગન્સ આ શૉમાં જાહેર કરી દીધું હતું. કરણે પૂછ્યું કે તું દીપિકાને તારી હરીફ માને છે? એ સવાલના જવાબમાં પણ તેણે બહુ બિન્ધાસ્ત રીતે જણાવ્યું હતું કે દીપિકા મારી હરીફ નથી, હું એને મારી હરીફ નથી ગણતી, તે આલિયાની હરીફ છે. એ જ રીતે અમિષા પટેલ સાથેની કોન્ટ્રોવર્સી બાબતે પણ કરીનાએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું.










