પ્રશ્નઃ મારા પતિ દુબઈ રહે છે. અમે વર્ષે એક વાર મળીએ છીએ, બાકીનો સમય હું અહીં હોઉં છું, મને તેમની ગેરહાજરીમાં તેમની ખૂબ યાદ આવે છે. સેક્સનું પણ ખૂબ મન થાય છે, અમે ફોનમાં એ પ્રકારની વાતો કરીને સેલ્ફ સેટિસ્ફેક્શન મેળવીએ છીએ. મારા પતિને એ વિશે જાણ છે અને તેમના વિશે મને જાણ છે. સેલ્ફ સેટિસ્ફેક્શન ખોટી વસ્તુ નથી, પણ સાચું કહું તો હવે હું તેનાથી કંટાળી છું. મારે સાચે જ કોઇ વ્યક્તિ જોઇએ છે જે મને સમજે, મને હગ કરે, મને કિસ કરે અને મારા દરેક બોડી પાર્ટને અડી શકે, કિસ કરી શકે. મારા પતિ અને મારા શારીરિક સંબંધો ઘણાં સારા છે, પણ અમારી વચ્ચે ઘણું અંતર છે, હું રોજ તેમને મળી નથી શકતી. મને શારીરિક ઉત્તેજના થાય ત્યારે તેમના સહવાસની જરૂર પડે છે. થોડા સમયથી અમારી સામે રહેતા એક છોકરા સાથે બોલવાના વ્યવહાર શરૂ થયા છે. તે મને રોજ મળવા આવે છે. મને તેને જોઇને તેની સાથે સેક્સ કરવાનું મન થાય છે. હું તેને પ્રેમ નથી કરતી કે નથી મારા પતિને છોડવા માંગતી, પણ કોણ જાણે કેમ તે છોકરાને જોઉં એટલે ઉત્તેજના થઇ જ જાય છે. મને કોઈ ઉપાય જણાવશો.
જવાબઃ પતિ દૂર હોય ત્યારે તેની યાદ આવે, તેમની ખોટ શારીરિક સંબંધમાં પણ વર્તાય. તમે માસ્ટરબેશન કરીને તમારી ઇચ્છા સંતોષી શકો છો, એ માટે કોઇ વ્યક્તિથી આકર્ષાઇને તેની સાથે શારીરિક સંબંધ બાંધશો તો તે પતિ સાથે દગો કર્યો ગણાશે. આ કાર્ય તમને આગળ જતાં અનેક સમસ્યા તરફ લઇ જશે, માટે આવા વિચારથી દૂર રહેવું. તમે વિચારો કે કદાચ તમારી જગ્યાએ તમારા પતિ હોય અને તેમણે આવું કર્યું હોય તો તમે તેમને માફ કરી શકશો? તમારે તમાર લગ્નને જોખમમાં ન મૂકવા હોય તો આ વિચાર મગજમાંથી કાઢી નાખો.










