એન્જેલિના જોલીને આર્થિક સંકડામણ નડી રહી છે!

છેલ્લા કેટલાક સમયથી હોલિવૂડમાં એન્જેલિના જોલી અને તેના પૂર્વ પતિ બ્રાડ પિટની વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, એન્જેલિના જોલી આ કાનૂની લડાઇ વચ્ચે આર્થિક ભીંસમાં આવી ગઇ છે.

નોંધનીય છે કે એન્જેલિના જોલી અને બ્રાડ પિટ વર્ષ 2019માં અલગ થઇ ગયાં હતાં. જોકે, હજી તેમની વચ્ચે ઘર્ષણ અને કેટલાક મતભેદોને લઇને કાનૂની જંગ ચાલુ જ છે! હોલિવૂડમાં એક રિપોર્ટ પ્રમાણે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, એન્જેલિના જોલી પોતાની આર્થિક સ્થિતિને સુધારવા માટે પોતાની કેટલીક સંપત્તિ પણ વેચવા મજબૂર બની છે. વાત તો ત્યાં સુધી પહોંચી છે કે, એન્જેલિના જોલીએ પોતાની 1958ની ફરારી 250 જીટીને પણ વેચવા મૂકી છે, જેની અંદાજિત કિંમત 1.3 મિલિયન ડોલર છે. આ સિવાય પણ એન્જેલિના જોલીએ પોતાનાં ડિઝાઇનર કપડાં ઉપરાંત કેટલાક કીમતી સામાનને પણ વેચવા મૂક્યો છે. જોકે, હોલિવૂડમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, એન્જેલિના જોલી કોઇ નવા પ્રોજેક્ટ્સની પણ રાહ જોઇ રહી છે, જેથી તે પોતાની આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરી શકે.

ફિલ્મ `હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન'ના ટ્રેલરે દુનિયાભરમાં ધૂમ મચાવી

સિને લવર્સ અને એમાં પણ ખાસ કરીને એનિમેટેડ ફિલ્મ લવર્સે તેમના જીવનકાળ દરમિયાન ડ્રેગનની એનિમેટેડ ફિલ્મો જોઇ જ હશે. મૂળ અત્યાર સુધી ડ્રેગનની એનિમેશન ફિલ્મોમાં `હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન' ફિલ્મ સૌથી વધુ લોકપ્રિય ફિલ્મ સાબિત થઇ હતી, તેથી જ તેને વર્ષ 2025માં રિલીઝ થવા માટે લાઇવ-એક્શન રિમેક રિલીઝ થવાની ચર્ચા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. એનિમેશન લવર્સ માટે ખુશીની વાત એ છે કે, યુનિવર્સલ પિક્ચર્સે `હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન'ના લાઇવ એક્શન રૂપાંતરણના ટીઝર-ટ્રેલરને લોન્ચ થતાંની સાથે જ સિને લવર્સે વધાવ્યું હતું. આ ફિલ્મના ટીઝર-ટ્રેલરે દુનિયાભરમાં ધૂમ મચાવી છે. `હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન' સોશિયલ મીડિયામાં પણ જબરદસ્ત વાઇરલ થઇ રહ્યું છે. આ ટ્રેલરના કોમેન્ટ સેક્સનમાં સોશિયલ મીડિયા યૂઝર લખી રહ્યા છે કે, `સાચે જ આ ફિલ્મ તમને ડ્રેગન સાથે રૂબરૂ કરાવશે, હું આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છું' તો અન્ય યૂઝર્સ કોમેન્ટમાં હાર્ટ વિથ ડ્રેગન ઈમોજી મૂકી રહ્યા હતા. નોંધનીય છે કે આ ફિલ્મ 13 જૂન, 2025માં આઇમેક્સના મોટા પડદા પર રજૂ થવાની છે.

હોલિવૂડમાં નેક્સ્ટ જેમ્સ બોન્ડ અશ્વેત હોવાની ચર્ચા ચાલી રહી છે

દુનિયાભરના સિને લવર્સ હોલિવૂડના જેમ્સ બોન્ડના ચાહક રહ્યા છે. અલબત્ત, જેમ્સ બોન્ડની કોઇ પણ મૂવી કોઇ પણ દેશમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તે રેકોર્ડ બ્રેક કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે આવેલી જેમ્સ બોન્ડ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ જેમ્સ બોન્ડની ભૂમિકામાં હતો. જ્યારે હવે જેમ્સ બોન્ડની આગળની કડીમાં કયો સ્ટાર લેવાનો છે તે માટે હોલિવૂડનું વાતાવરણ ગરમાયું છે. જે માટે ફિલ્મમેકર્સે કેટલાક સંકેતો પણ આપ્યા છે. લાસ્ટ જેમ્સ બોન્ડ ડેનિયલ ક્રેગ હવે જેમ્સ બોન્ડમાંથી નીકળી જશે ત્યારબાદ કોણ જેમ્સ બોન્ડ બનશે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. તો બીજી તરફ પ્રોડ્યૂસર બારબરા બ્રોકોલીએ એવી જાણકારી આપી હતી કે, નેક્સ્ટ જેમ્સ બોન્ડ કોઇ બ્લેક એક્ટર એટલે કે અશ્વેત કલાકાર હોઇ શકે છે. બ્રોકોલીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે કોઇ નવા સ્ટારને જેમ્સ બોન્ડ તરીકે લઇએ છીએ ત્યારે જેમ્સ બોન્ડની સ્ટોરી પણ અલગ રીતે પ્રસ્તુત કરવી પડતી હોય છે. હવે જોવું રહ્યું કે જેમ્સ બોન્ડ માટે કયો અશ્વેત સ્ટાર પરફેક્ટ સાબિત થશે.


  • Follow us on: