• બ્રા પહેરવી કે ન પહેરવી એ પોતાની ચોઈસ છે, પરંતુ ક્યારેય એ વિચાર્યું
  • છે કે બ્રા ન પહેરવાથી કયા પ્રકારના ફિઝિકલ ફેરફારો થઈ શકે છે?
  • હંમેશાં બ્રા ન પહેરવાથી કે ખૂબ જ ઓછો સમય પહેરવાથી શું થઈ શકે?

બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન ફાયદો થશે

અહીં, બ્રા ન પહેરવાની વાત નથી, પરંતુ વાયરલેસ અથવા કોટન બ્રાની વાત થઈ રહી છે જે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન વધારે સુવિધાજનક સાબિત થઈ શકે છે. તે બ્રેસ્ટમાં દુખાવાને થોડો ઓછો કરી શકે છે. તે પીરિયડ્સ દરમિયાન પણ બ્રેસ્ટને સપોર્ટ આપે છે જ્યારે બ્રેસ્ટમાં ટેન્ડરનેસ કે પછી વધારે દુખાવો હોય છે. જોકે, અહીં એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે બ્રા એ જ પસંદ કરો જે કમ્ફર્ટેબલ હોય અને બ્રેસ્ટને સંપૂર્ણ કવરેજ આપી શકે જેનાથી તમારા બ્રેસ્ટને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય.

બ્રા બ્રેસ્ટને સપોર્ટ આપવા માટે જરૂરી છે. સ્ત્રીઓ માટે બ્રા પહેરી રાખવાનું કામ કોઈ અઘરા ટાસ્કથી ઓછું નથી. મોટાભાગની સ્ત્રીઓને આવું કેટલીયે વાર થાય છે કે બ્રા પહેરીને ઓફિસ અથવા બહાર ગયા હોય અને ઘરે આવીને બ્રા ઉતારીને રાહતનો શ્વાસ લીધો હોય. બ્રા અલગ-અલગ શેપ અને સાઈઝમાં આવે છે, પરંતુ તેને સતત પહેરી રાખવી એ એક બંધન જેવું તો લાગે જ છે! બ્રા સ્ત્રીની જરૂરિયાત છે, પરંતુ છતાં તેને કમ્ફર્ટેબલ તો ન કહી શકાય. બ્રા પહેરવી એક મજબૂરી જ છે, પરંતુ ક્યારેય એ બાબતે વિચાર્યું છે કે બંધન જેવી લાગવા છતાં બ્રા શા માટે જરૂરી છે? સામાજિક જવાબદારીઓને બાજુ પર રાખીને ખાલી સ્ત્રીના શરીરની જ વાત કરીએ તો પણ બ્રા પહેરવાથી ઘણો ફરક પડે છે. જોકે, એ બાબત સંપૂર્ણપણે સ્ત્રીઓ પર નિર્ભર કરે છે કે તેને બ્રા પહેરવી છે કે નહીં, પણ બ્રા ન પહેરવાથી શરીરમાં શું ફેરફાર થઈ શકે છે તે તમે જાણી લો પછી જ કોઈ નિર્ણય લેજો.

ગળામાં દુખાવાની ફરિયાદ

જે સ્ત્રીઓના બ્રેસ્ટ વધારે ભારે કે ભરાવદાર હોય છે તેમને તો ખાસ સપોર્ટ માટે બ્રાની જરૂર હોય છે. જો તમારા બ્રેસ્ટની કપ સાઈઝ વધારે મોટી હશે તો તે ગરદન પર સ્ટ્રેન આપશે અને તેને કારણે ગરદન તથા ખભામાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. જોકે, કેટલાક લોકો બ્રેસ્ટ સાથે જોડાયેલી એક્સરસાઈઝ, બ્રેસ્ટ રિડક્શન સર્જરી વગેરે વિશે પણ વાતો કરે છે, પરંતુ એક સારા ફીટિંગવાળી બ્રા તમારા માટે વધારે સુવિધાજનક સાબિત થઈ શકે છે. ઓછામાં ઓછું તમારે જેટલો સમય કામ કરવાનું હોય તેટલો સમય તો બ્રા પહેરી જ રાખો.

બોડી પોશ્ચર પર અસર થાય છે

બ્રા ન પહેરવાની બોડી પોશ્ચર પર પણ અસર થઈ શકે છે. આ પણ બ્રેસ્ટના વજન પર નિર્ભર છે. નાના બ્રેસ્ટવાળી સ્ત્રીઓને વધારે મુશ્કેલી નહીં થાય અને મોટા કે ભરાવદાર બ્રેસ્ટવાળી સ્ત્રીઓને વધારે મુશ્કેલી થશે, પરંતુ નાના બ્રેસ્ટવાળી સ્ત્રીઓના પોશ્ચર પર પણ થોડી અસર તો થઈ જ શકે છે. આવું ગ્રેવિટીને કારણે થાય છે અને ગ્રેવિટીને કારણે જ આપણા ખભા ઝૂકવા લાગે છે. આવા કિસ્સાઓમાં બ્રા એક્સ્ટ્રા સપોર્ટ આપી શકે છે અને તે કરોડરજ્જુના હાડકાં સાથે જોડાયેલી સમસ્યાને ઓછી કરી શકે છે.

બ્રેસ્ટ સેગિંગની સમસ્યા થઈ શકે

ગ્રેવિટીની અસર બ્રેસ્ટ પર પણ પડે છે અને બ્રા વગર લાંબો સમય રહેવાથી બ્રેસ્ટ સેગિંગ (ઝૂલવા)ની સમસ્યા થઈ શકે છે. હેવી બ્રેસ્ટ આમેય સેગિંગના શિકાર રહે છે અને વળી બ્રા પહેરવામાં ન આવે તેમને સપોર્ટ ન મળવાથી તે વધારે ખરાબ લાગે છે. તેનાથી બ્રેસ્ટમાં દુખાવા અને સેગિંગની સમસ્યા વધી જાય છે. એ જરૂરી નથી કે દરેક સમયે બ્રા પહેરી રાખો, પરંતુ હંમેશાં તેને ન પહેરવાનું પણ યોગ્ય તો નથી જ.

બ્રા પહેર્યા વગર કેટલો સમય રહી શકાય?

આ બાબત સંપૂર્ણપણે સ્ત્રીના શરીર પર નિર્ભર કરે છે, પરંતુ દરેક સમયે બ્રા પહેરી રાખવી જરૂરી નથી, પણ એ નક્કી કરવું જરૂરી છે કે તમારા બ્રેસ્ટને કયા પ્રકારનો સપોર્ટ જોઈએ છીએ. બ્રા કેટલો સમય પહેરવી કે ન પહેરવી તે જાતે જ નક્કી કરવું પડે છે, પરંતુ નીચે જણાવેલા કિસ્સાઓમાં બ્રા પહેરવી ખૂબ જ જરૂરી છે.

• બ્રેસ્ટના સપોર્ટ માટે ફિઝિકલ વર્ક કરતી વખતે હંમેશાં બ્રા પહેરો.

• તમે ટાઈટ ફીટિંગ ડ્રેસ પહેર્યો હોય તો શેપ માટે બ્રા જરૂર પહેરો.

•બ્રેસ્ટ વધારે દુખી રહ્યા હોય તો કોટનવાળી બ્રા પહેરો.

 એક્સરસાઈઝના સમયે બ્રેસ્ટમાં તકલીફ થશે

જો તમે બ્રા પહેર્યા વગર એક્સરસાઈઝ કરવાનું વિચારતા હો તો ભૂલી જ જાઓ. આમ કરવાથી એક્સરસાઈઝ દરમિયાન બ્રેસ્ટમાં તકલીફ થશે અને ભારે બ્રેસ્ટવાળી સ્ત્રીઓને તો બ્રેસ્ટ ટિશ્યૂમાં પણ દુખાવો અનુભવાઈ શકે છે. કોઈ પણ પ્રકારની એક્સરસાઈઝ કરો ત્યારે બ્રેસ્ટમાં મૂવમેન્ટ થાય છે. તેથી સપોર્ટ માટે સ્પોર્ટ્સ બ્રા પહેરવી જ ફાયદાકારક સાબિત થશે.

આવા સમયે બ્રા પહેરવાથી નુકસાન થઈ શકે

કેટલાક કિસ્સાઓમાં બ્રા પહેરવી નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

• જ્યારે તમને બ્રેસ્ટની સ્કિનમાં મુશ્કેલી હોય.

• જો તમને વધારે પરસેવો વળવાની સમસ્યા હોય તો દરેક સમયે બ્રા ન પહેરી રાખવી.

• બ્રેસ્ટમાં કોઈ પ્રકારની એલર્જી કે દાણા થઈ ગયા હોય.

• તમારી બ્રા કમ્ફર્ટેબલ ન હોય કે બ્રાના ફેબ્રિકથી મુશ્કેલી થઈ રહી હોય.

• તમારી બ્રાની સાઈઝ બ્રેસ્ટને યોગ્ય ન હોય.


  • Follow us on: