- નયનતારાને લક્ઝ્યુરિયસ કારનો બહુ શોખ છે. તેની પાસે મોંઘીદાટ કારનું કલેક્શન છે
- ફિલ્મોની સાથે તે બિઝનેસ પણ કરે છે. તેણે પોતાની સ્કિનકેર બ્રાન્ડ ઓપન કરી હતી
જવાન ફિલ્મ આવી ત્યારથી લઇને અત્યાર સુધી શાહરુખ ખાન વિશે ઘણી વાતો થઇ ચૂકી છે તો આજે આપણે આ ફિલ્મની એક્ટ્રેસ નયનતારા વિશે વાત કરવાની છે.
નયનતારા પણ સાઉથની ફેમસ એક્ટ્રેસ છે. જોકે તેનું મૂળ નામ નયનતારા નથી, તેનું મૂળ નામ ડાયના મરિયમ કુરિયન છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેણે પોતાનું નામ બદલ્યું હતું. આમ તો તેને દર્શકો બધા જ રોલમાં જોવાનું પસંદ કરે છે પણ સ્ત્રીલક્ષી ફિલ્મોમાં તે સૌથી વધારે હિટ સાબિત થઇ છે. તેનાં લગ્ન જવાનના શૂટિંગ વખતે જ થઇ ગયાં હતાં, તેનાં લગ્ન સમયે તેની ટીકા પણ થઇ હતી, તેના પતિના દેખાવને કારણે નયનતારાની ટીકા કરવામાં આવી હતી, જોકે આ એક્ટ્રેસે એ બધી પર્સનલ ટીકાઓ સામે મૌન સેવવાનું જ યોગ્ય સમજ્યું હતું. લગ્ન બાદ નયનતારા સરોગસીની મદદથી બે સંતાનોની માતા બની હતી.
વાત કરીએ જવાન ફિલ્મની ફીની તો આ ફિલ્મ માટે તેણે પૂરા દસ કરોડ રૂપિયા લીધા હતા. જોકે દરેક ફિલ્મમાં તેની ફીઝ અલગ અલગ હોય છે. ફિલ્મમાં તેનો રોલ કેટલો છે એ મુજબ તે ફી લેતી હોય છે. જવાનમાં તે લીડ રોલમાં હતી વળી શાહરુખની ફિલ્મ હતી, બિગ બજેટ ફિલ્મ એટલે સ્વાભાવિક છે કે તેણે દિલ ખોલીને જ ફીઝ લીધી હોય.
કહેવાય છે કે નયનતારાને લક્ઝ્યુરિયસ કારનો બહુ શોખ છે. તેની પાસે મોંઘીદાટ કારનું કલેક્શન છે. જેમાં બીએમડબલ્યૂ 5 સીરિઝ, ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ફોર્ડ એડવેન્ચર, મર્સિડીઝ જીએલએસ 350 અને બીએમડબલ્યૂનો સમાવેશ થાય છે. આટલી મોંઘી કારની સાથે તે એક પ્રાઇવેટ જેટની પણ માલિક છે.
ફિલ્મોની સાથે સાથે તે બિઝનેસ પણ કરે છે. તેણે 2021માં પોતાની સ્કિનકેર બ્રાન્ડ ઓપન કરી હતી. આ બ્રાન્ડ અંતર્ગત તે ત્વચાને લગતી પ્રોડક્ટ સેલ કરે છે. ટૂંકમાં, તે સાઉથની સૌથી વધારે કમાણી કરતી હિરોઇનમાંથી એક છે. તેની ટોટલ નેટવર્થ 25 મિલિયન ડૉલર જેટલી છે.
જવાન ફિલ્મની સફળતા બાદ નયનતારાને બોલિવૂડમાંથી ઘણી ઓફર આવી રહી છે, અલબત્ત, તેમાંથી તેણે એક પણ હજી સ્વીકારી નથી, તે કહે છે કે સારી વાર્તા ઉપર વાતચીત ચાલે છે, મારે વાર્તા દમદાર હોય તેવી ફિલ્મ કરવી છે. હું રોલ નાનો કે મોટો એ વિશે ખાસ વિચારતી નથી. બસ, ફિલ્મની વાર્તા દર્શકોનાં દિલમાં વસી જવી જોઇએ. તે કહે છે કે હવે હું પરિવારવાળી સ્ત્રી છું. મારાં બાળકોને સાચવવાં અને તેમની ઉપર પૂરતું ધ્યાન આપવું તે મારો પ્રથમ ગોલ છે. જો હું મારાં બાળકોને છોડીને ફિલ્મનું શૂટિંગ કરી રહી હોઉં તો વાર્તા એટલી સારી હોય એવો આગ્રહ હું રાખી જ શકુંને.