મહત્ત્વની બાબતો
ઉમેદવાર ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવારે સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી પીએચડીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
જે સંસ્થા દ્વારા ફેલોશિપ આપવામાં આવે છે એ ફાઉન્ડેશનનાં મૂળ મૂલ્યો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવા જરૂરી છે.
ઉમેદવારે ફેલોશિપની અરજી કરતાં પહેલાં જાપાનની હોસ્ટ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન પ્રોસેસ કરેલી હોવી જોઈએ.
ઉમેદવાર નેચરલ સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિસિન જેવાં ફિલ્ડમાં રિસર્ચ કરી શકે છે.
ઉમેદવારની વય 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉમેદવારની અંગ્રેજી ભાષા પર પકડ હોવી જોઈએ અથવા જાપાનીઝ લેંગ્વેજ એબિલિટી ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવાર ભૂતકાળ કે વર્તમાનમાં જાપાનમાં રહેતા ન હોવા જોઈએ.
ઉમેદવાર પાસે વતનમાં પોતાનો વ્યવસાય હોવો જોઈએ અને ફેલોશિપ પૂર્ણ થયા બાદ વતન પરત ફરવાની ખાતરી આપવાની રહેશે.
ઉમેદવાર પોતાના દેશના ડેવલપમેન્ટ માટે યોગદાન આપશે તેવી બાંહેધરી આપવાની રહેશે.
આ ફેલોશિપનો સમયગાળો વધુમાં વધુ છ મહિનાનો રહેશે.
ઉમેદવારની પસંદગી એકેડેમિક, પબ્લિકેશન, રિસર્ચ પ્રોજેક્ટ અને પ્રપોઝલના મૂલ્યાંકન પર કરવામાં આવે છે.
ઉમેદવારે ધ રોડ મેપ ઓફ રિસર્ચ પ્રોજેક્ટ અને રિસર્ચ પ્લાન સબમિટ (રિસર્ચનું કન્ટેન્ટ, પર્પોઝ અને મેથોડોલોજીની માહિતી આપવાની રહેશે)
કરાવવાનું રહેશે.
સહાય
ઉમેદવારને એર રિટર્ન ટિકિટ આપવામાં આવે છે.
ઉમેદવારને દર મહિને 2,20,000 જાપાનીઝ યેન એલાઉન્સ પેટે આપવામાં આવે છે.
અરાઈવલ ફંડ તરીકે 1,20,000 જાપાનીઝ યેન આપવામાં આવે છે.
ઉમેદવારને જાપાનમાં રિસર્ચ એક્ટિવિટી કરવા માટેની તક અને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.
જાપાનની વિશ્વપ્રસિદ્ધ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી, પ્રાઈવેટ સેક્ટર સાથે જોડીને ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ અને ગુડવિલ પ્રસ્થાપિત માટે મદદ કરવામાં આવે છે.
અરજી
ઉમેદવારે અરજી ઈ-મેલ દ્વારા કરવાની રહેશે.
જે માટે...
[email protected]
ઉમેદવારે પોર્ટલ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને એ ફોર્મ જ માન્ય ગણવામાં આવશે.
અરજી સાથે ફેલોશિપ રિઝનનું 500 શબ્દોનું ફોર્મ ભરવાનું રહેશે, જે પોર્ટલ પર ઉપલબ્ધ છે.
અરજી સાથે એકેડેમિકથી લઈને પીએચડી પ્રોજેક્ટ, રિસર્ચ પેપર ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
ફેલોશિપની માહિતી માટે
https://tinyurl.com/9phaufep