- જેકે સિમેન્ટે 2023-24ના જૂન ક્વાર્ટરમાં રૂ. 410 કરોડનો એબિટા દર્શાવ્યો
- કંપનીનો એબિટા/ટન રૂ. 881 પર રહ્યો હતો
- કંપનીના મધ્ય ભારત સ્થિત પ્લાન્ટનો ઉપયોગ વધી 75 ટકા પર નોંધાયો હતો
જેકે સિમેન્ટે 2023-24ના જૂન ક્વાર્ટરમાં રૂ. 410 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે રૂ. 370 કરોડની અપેક્ષા કરતાં ઊંચો હતો. આમ થવા પાછળનું મુખ્ય કારણ ઊંચું ઓપરેટિંગ ઈન્કમ હતી. કંપનીનો એબિટા/ટન રૂ. 881 પર રહ્યો હતો. જે રૂ. 802 રહેવાનો અંદાજ હતો. જ્યારે એડજસ્ટેડ પેટ રૂ. 124 કરોડ રહ્યો હતો. જે રૂ. 117 કરોડની અપેક્ષા હતી. કંપનીના મધ્ય ભારત સ્થિત પ્લાન્ટનો ઉપયોગ વધી 75 ટકા પર નોંધાયો હતો અને તેણે કંપનીના ગ્રે સિમેન્ટ બિઝનેસના સરેરાશ લેવલ નજીક જ એબિટા/ટન રળવાનું શરૂ કરી દીધું છે. આ પ્લાન્ટની નફાકારક્તા 2023-24ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં WHRSની સ્થિરતા અને AFR ઉપયોગમાં વૃદ્ધિ સાથે વધુ સુધારો દર્શાવશે.
જૂન ક્વાર્ટરમાં કંપનીની રેવન્યૂ વાર્ષિક 22 ટકા વધી રૂ. 2,800 કરોડ રહી હતી. જ્યારે તેનો એબિટા 1 ટકા વધી રૂ. 410 કરોડ અને એડજસ્ટેડ નેટ પ્રોફિટ 24 ટકા ગગડી રૂ. 124 કરોડ પર રહ્યો હતો. જોકે અમારી અંદાજની સરખામણીમાં આવક, એબિટા અને નફો ઊંચા જોવા મળ્યાં હતાં. કંપનીનું વેચાણ વોલ્યુમ વાર્ષિક ધોરણે 25 ટકા ઊછળી 46.3 લાખ ટન પર નોંધાયું હતું. અન્ય ઓપરેટિંગ ઈન્કમ વાર્ષિક ધોરણે 86 ટકા ઊછળી જ્યારે ત્રિમાસિક ધોરણે 60 ટકા ઊછળી રૂ. 83.1 કરોડ પર નોંધાઈ હતી. ઓપરેશન ખર્ચ/ટન વાર્ષિક ધોરણે 1 ટકો વધ્યો હતો. જે અપેક્ષા મુજબનો હતો. વેરિએબલ ખર્ચમાં 5 ટકા જ્યારે ફ્રેઈટ ખર્ચમાં 1 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. વાર્ષિક ધોરણે કર્મચારી ખર્ચ 6 ટકા ઘટયો હતો. જ્યારે અન્ય ખર્ચમાં 8 ટકા ઘટાડો જોવા મળતો હતો. ઊંચા વોલ્યુમ્સને કારણે આમ બન્યું હતું. વાર્ષિક ધોરણે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 3 પીપી વધી 15 ટકા પર રહ્યું હતું. જ્યારે એબિટા/ટન વાર્ષિક ધોરણે 19 ટકા ઘટી રૂ. 881 પર રહ્યું હતું. કંપનીનું કોન્સોલિડેટેડ નેટ ડેટ રૂ. 3,030 કરોડ પર જોવા મળ્યું હતું. જે માર્ચ 2023ની આખરમાં રૂ. 2,910 કરોડ પર હતું. નેટ ડેટ ટુ એબિટા 2.3 પર જોવા મળ્યો હતો. જે 2022-23માં 2.21 પર હતો.










