કેન્યાના લોંગ ડિસ્ટન્સ રનર કેલ્વિન કિપટુમે બે કલાક એક મિનિટ અને 25 સેકન્ડના સમય સાથે લંડન મેરાથોનમાં મેન્સ કેટેગરીનું ટાઇટલ જીતવા ઉપરાંત રેકોર્ડ નોંધાવ્યો હતો. તે બીજા ક્રમે રહેલા રનર કરતાં ત્રણ મિનિટ આગળ હતો. વેલેન્સિયા ખાતે ગયા વર્ષે પોતાની ડેબ્યૂ મેરાથોનમાં ફાસ્ટેસ્ટ રનર તરીકેની સિદ્ધિ મેળવનાર કિપટુમે ઓલટાઇમ સેકન્ડ ફાસ્ટેસ્ટ મેરાથોનનો સમય હાંસલ કર્યો હતો. તેણે બીજા હાફનું અંતર 59 મિનિટ 45 સેકન્ડમાં પૂરું કર્યું હતું અને તે ફિનિશિંગ લાઇન આગળ ઢળી પડયો હતો. આ પહેલાં નેધરલેન્ડ્સના મિડલ ડિસ્ટન્સ એથ્લેટ સિફાન હસને પોતાની ડેબ્યૂ મેરાથોનનું ટાઇટલ જીતી લઇને પેરિસ ઓલિમ્પિક્સ માટે પોતાનો દાવો વધારે મજબૂત કર્યો હતો.



  • Follow us on: