મસ્તી-મજાક પણ જરૂરી છે

ફર્સ્ટ ટાઈમ સેક્સના સમયે બંને પાર્ટનર નર્વસ કે થોડા ડરેલા હોઈ શકે છે, કારણ કે બંને પોતાના આ એક્સપીરિયન્સને પરફેક્ટ અને યાદગાર બનાવવા ઇચ્છે છે, પરંતુ પરફેક્ટ બનાવવાનું પ્રેશર પોતાના પર ન લેશો. માહોલને હળવો રાખો તેના માટે મસ્તી, મજાક અને જોક્સ કહેવામાં કોઈ ખરાબી નથી. તમારાથી જો કંઈ એવું થઈ જાય કે જે સિલી લાગે તો ચિંતા કરવાનો બદલે હસો અને એન્જોય કરો.

તમે શ્યોર છો?

સૌથી પહેલાં તમે પોતે એકદમ શ્યોર થઈ જાઓ કે તમે સેક્સ માટે તૈયાર છો કે નહીં. કોઈના (ખાસ કરીને પાર્ટનર)ના કહેવાથી સેક્સનું મન ન બનાવશો. તમારી ફીલિંગ અને મરજીથી નક્કી કરો કે તમે સેક્સ માટે તૈયાર છો કે નહીં

ફર્સ્ટ ટાઈમનો સેક્સ એ ખરેખર એવો સમય હોય છે જ્યારે તમે જિંદગીમાં પહેલી વાર એવા અનુભવમાંથી પસાર થવાના હોવ છો જેના વિશે તમે માત્ર સાંભળ્યું કે વાંચ્યું જ હોય છે. ઘણાંબધાં ઇમોશન્સ તમારી અંદર ચાલી રહ્યાં હશે જેમ કે, નર્વસ, એક્સાઈટેડ, થોડો ડર, એંગ્ઝાઇટી વગેરે. આ બધાની સાથે તમારા મનમાં ઘણા સવાલો પણ પેદા થશે કે શું સારું રહેશે? બહુ દુખાવો થશે? વગેરે. લગભગ 70 ટકા લોકો માટે ફર્સ્ટ ટાઈમનું સેક્સ એક ખરાબ યાદગીરી બની જતું હોય છે, કારણ કે બંને પાર્ટનર એકબીજા સાથે વાત નથી કરતા, ફેન્ટસી સંતોષવાની ઉતાવળમાં ફોરપ્લેમાં સમય પસાર નથી કરતા તેને કારણે લુબ્રિકન્ટ (ભીનાશ) થતી નથી અને વજાઈના ડ્રાય રહે છે. તેને કારણે સેક્સ દરમિયાન ખૂબ દર્દ થાય છે અને પરિણામે બંને પાર્ટનરમાંથી કોઈ એકને કે બંનેને સંતુષ્ટિ થતી નથી. જોકે, દરેક કિસ્સામાં આવું થવું જરૂરી નથી, પરંતુ મોટાભાગનાં કપલ્સ સાથે પહેલી વારના સેક્સ દરમિયાન આ થતું હોય છે. જો તમારો ફર્સ્ટ ટાઈમ સેક્સનો અનુભવ દર્દભર્યો નહીં, પણ યાદગાર બનાવવા ઇચ્છતા હો તો તમારા માટે અહીં કેટલીક બાબતો જણાવી છે તેને ચોક્કસ અનુસરો.

ધીરેધીરે આગળ વધો

સેક્સનો અર્થ માત્ર પેનિટ્રેશન નથી હોતો. ફોરપ્લે ખૂબ જ જરૂરી છે. તેથી સમય ફાળવીને રિલેક્સ થાઓ અને એકબીજા સાથે કમ્ફર્ટેબલ થાઓ। તમારી સેક્સુઅલ જર્નીને ધીરેધીરે આગળ વધારો જેમ કે, કિસ, હગ, કડલ, વાળમાં હાથ ફેરવવો, એકબીજાને સ્પર્શવું કે આલિંગન આપવું. આવું કરીને એકબીજાને એક્સાઈટ કરો. સેક્સ્યુઅલી એક્સાઈટ થવાથી વજાઈનામાં પૂરતી ભીનાશ થશે જે લુબ્રિકન્ટનું કામ કરે છે જેનાથી સેક્સ વખતે દુખાવો ખૂબ જ ઓછો થઈ જાય છે. સેક્સમાં વધારે સમય ફોરપ્લેને આપો. આ રીતે સેક્સમાં ધીરેધીરે આગળ વધવું અને સેક્સ્યુઅલી એક્સાઇટ થવું ખૂબ જ જરૂરી છે.

પહેલી વાર સેક્સ માણતા હો તો આટલું ન ભૂલતા

વિશ્વાસપાત્ર પાર્ટનરનો સાથ

અફેર, લિવઈન કે લગ્ન હોય, પ્રથમ સેક્સનો અનુભવ હંમેશાં યાદ રહેશે. તેના માટે એવા પાર્ટનરની સાથે ઇન્વૉલ્વ થાઓ કે જેના પર તમને ખૂબ જ ભરોસો કે વિશ્વાસ હોય, જેને તમે અને તે તમને પ્રેમ કરતો હોય, તેના માટે તમે બહુ ખાસ હોવ. સ્વાભાવિક જ છે કે જિંદગીનો સ્પેશિયલ એક્સપીરિયન્સ કોઈ પણ નોન ડિઝર્વિંગ વ્યક્તિ સાથે તમે શૅર કરવા નહીં જ ઇચ્છતા હો!

એકબીજા સાથે વાત કરો

સેક્સ કોઈ એક વ્યક્તિની વાત નથી, પરંતુ તેમાં બે લોકો ઇન્વૉલ્વ હોય છે. તેથી એકબીજા સાથે વાત કરવી કે એકબીજાને સમજવાં જરૂરી હોય છે. તમારા પાર્ટનરને પૂછો અથવા તેને જણાવો કે તમે ફર્સ્ટ ટાઈમના સેક્સ બાબતે નર્વસ છો કે નહીં, તે જે કરે છે તે તમે એન્જોય કરી રહ્યા છો કે પછી તમે જે કરો છો તેને પાર્ટનર એન્જોય કરી રહ્યો છે કે નહીં? જો તમને કંઈ સમજાઈ ન રહ્યું હોય તો ગભરાશો નહીં, પાર્ટનરને સીધું પૂછી જ લો, કારણ કે તમે આ પહેલી વાર કરી રહ્યા છો. આ રીતે તમે એકબીજાની ફીલિંગ્સને સમજશો, રિલેક્સ રહેશો તથા ફિઝિકલ અને મેન્ટલ ઇન્ટિમસી હશે ત્યારે તમે સેક્સને સારી રીતે એન્જોય કરી શકશો.

યોગ્ય જગ્યા અને માહોલ

પહેલી વારના સેક્સને યાદગાર બનાવવા માટે એવી જગ્યાની પસંદગી કરો જ્યાં તમે બંને પાર્ટનર કમ્ફર્ટેબલ હોવ અને લાંબો સમય તમને ત્યાં કોઈ ડિસ્ટર્બ ન કરે. કેન્ડલ્સ, સોન્ગ અને યોગ્ય લાઈટિંગવાળો રોમેન્ટિક માહોલ તમારા એક્સપીરિયન્સને યાદગાર બનાવી દેશે. આવો માહોલ તમને માનસિક રીતે સ્ટ્રેસ ફ્રી કરે છે જેનાથી તમને રિલેક્સ થવામાં મદદ મળશે.

પ્રોટેક્શનનો ઉપયોગ કરો

સેક્સનો ગોલ્ડન રૂલ છે, `પ્રોટેક્શનનો પ્રયોગ કરો.' કોન્ડોમનો ઉપયોગ કરવાથી અનિચ્છિત પ્રેગ્નન્સીથી બચશો સાથે જ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી પણ બચી શકશો. ઘણી વાર ખોટી રીતે ઉપયોગ કરવાના કારણે કોન્ડોમ ફાટી જાય છે, જે સારી બાબત નથી. તેથી પહેલી વારના સેક્સમાં ઉપયોગ કરતા પહેલાં કોન્ડોમ સંબંધિત ઇન્સ્ટ્રક્શન બરાબર વાંચી જવી.

બોડી બાબતે અવેર રહો

સેક્સ દરમિયાન તમારું રિલેક્સ રહેવું ખૂબ જ જરૂરી છે અને આવું ત્યારે જ થશે જ્યારે તમારા મનમાં તમારી બોડીને લઈને કોઈ સવાલ નહીં હોય. ઘણી વાર ડરના કારણે ઇન્ટરકોર્સ દરમિયાન દુખાવો કે બ્લીડિંગ થશે અને આવા સમયે તમારું બધું જ ધ્યાન ત્યાં જતું રહેશે. આ સ્ટ્રેસને કારણે વજાઈનલ કોન્ટ્રેક્શન થાય છે અને પહેલી વારના સેક્સ દરમિયાન ઇન્ટરકોર્સમાં ખૂબ જ તકલીફ અને બંને પાર્ટનરને દુખાવો થાય છે. કોન્ડોમને કારણે કદાચ હળવો દુખાવો કે ડિસકમ્ફર્ટ અનુભવાઈ શકે. તેથી તે સમયે તમારું ધ્યાન બીજી તરફ કેન્દ્રિત કરવું જરૂરી છે. તેના માટે એકબીજાની સાથે વાતો કરો, સારું વિચારો, એકબીજાના બોડી પાર્ટને સ્પર્શો. આમ કરવાથી તમે રિલેક્સ થશો અને વજાઈનલ કોન્ટ્રેક્શન નહીં થાય ને તમે સેક્સને કોઈ પણ પ્રકારના દર્દ વગર એન્જોય કરશો. સેક્સ દરમિયાન બ્લીડિંગ થાય તેવું જરૂરી નથી.

પોતાના મનની વાત સાંભળો

ફોરપ્લે ચાલી રહ્યો હોય અને વચ્ચે તમારું મન બદલાઈ જાય અથવા તો તમને એવું લાગે કે તમે આગળ વધવા નથી માંગતા તો કોઈ પણ પ્રકારના ખચકાટ વગર પાર્ટનરને જણાવો. પાર્ટનરને સ્પષ્ટ કહો અને તમારા મનની વાત સાંભળો. તમારો પાર્ટનર શું વિચારશે અથવા તેને ખરાબ લાગશે એવું વિચારીને તમારી ફીલિંગને ન દબાવી દેશો. જો પાર્ટનર ખરેખર તમને પ્રેમ અને કેર કરતો હશે તો તે સમજી જશે કે તમે ફર્સ્ટ ટાઈમના સેક્સ માટે અત્યારે તૈયાર નથી.

પહેલી વાર ઓર્ગેઝમ જરૂરી નથી

પહેલી વાર સેક્સ કરતી વખતે ઓર્ગેઝમ (ચરમસીમા) થાય તેવું જરૂરી નથી. એવું બની શકે કે કોઈ એકને અથવા બંનેને ઓર્ગેઝમ ન અનુભવાય. તેથી બહુ એક્સપેક્ટેશન્સ ન રાખો. ફોરપ્લે અને લવ મેકિંગ પણ બહુ સારી રીતે તમે એન્જોય કરી શકો છો તેથી આ સમયે એવું જરાય ન વિચારવું કે ઓર્ગેઝમ વગર સેક્સ અધૂરું ગણાય. ઓર્ગેઝમ વિશે વિચારવાનું છોડીને એકબીજાનો સાથ એન્જોય કરો.

ફિલ્મી સેક્સ સાથે તુલના ભૂલથી પણ ન કરશો

ફિલ્મોમાં જોવા મળે છે કે ફર્સ્ટ ટાઈમનું સેક્સ એકદમ પરફેક્ટ હોય છે, જો તમે પણ આવું વિચારતા હો તો એકદમ ખોટું છે. બે લોકો જ્યારે તે પહેલી વાર કરશે તો સ્વાભાવિક જ છે કે તેઓ પોતાનો સમય લેશે અને એકબીજાને સમજવામાં, જાણવામાં, પસંદગી કે નાપસંદગી જાણવામાં તે વ્યતીત કરશે. પહેલી વાર સેક્સ મેસી અને થોડો કન્ફ્યૂઝિંગ હોઈ શકે છે, પરંતુ તેની બહુ ચિંતા કરવાની જરૂર નથી.


  • Follow us on: