- આ મંદિરનું નિર્માણ લાલ રંગના બલુઆ પથ્થરો અને કાળા ગ્રેનાઇટ પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે
કોર્ણાક સૂર્ય મંદિર ઓરિસ્સામાં પુરીથી આશરે 35 કિલોમીટર દૂર આવેલું છે. ભારતના મુખ્ય મંદિરમાં આ મંદિરનો સમાવેશ થાય છે. કોર્ણાકનું સૂર્ય મંદિર પ્રાચીન મંદિરોમાનું એક છે. કોર્ણાક કોણ અને અર્ક આ બે શબ્દોથી બન્યો છે. કોણનો અર્થ ખૂણો એવો થાય છે અને અર્કનો અર્થ સૂર્ય. બંને શબ્દોને મિક્સ કરીને તેને કોર્ણાર્ક કહેવામાં આવે છે. આ મંદિરને બ્લેક પૈગોડા નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે મંદિરનું ઊંચુ ટાવર કાળું દેખાય છે. કોર્ણાકના સૂર્ય મંદિરને યૂનેસ્કો દ્વારા 1984માં વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા મળી છે.
એક માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ 13મી શતાબ્દીમાં પૂર્વી ગંગા રાજવંશના રાજા નરસિમ્હદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું અને સૂર્ય દેવને સમર્પિત હતું. પૌરાણિક કથા અનુસાર, ભગવાન કૃષ્ણના પુત્ર સામ્બાને પિતાના શ્રાપથી કોડનો રોગ થઇ ગયો હતો. સામ્બાએ મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં 12 વર્ષ સુધી તપસ્યા કરી અને સૂર્યદેવને પ્રસન્ન કર્યા. જેનાથી તેનો રોગ દૂર થઇ ગયો. સૂર્યદેવ, જે બધા રોગોના નાશક માનવામાં આવે છે, તેમણે આ રોગનું પણ નિવારણ કરી દીધું હતું. એ વખતે સામ્બાને સૂર્ય દેવને સમ્માનિત કરવા માટે કોણાર્ક સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કોણાર્ક સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. આ મંદિર ચંદ્રભાગા નદીના કિનારે આવેલું છે.
13મી શતાબ્દીના મધ્યમમાં બનેલ આ મંદિરની કલાત્મક ભવ્યતા અને એન્જિનિયરિંગની નિપુણતાનો વિશાળ સંગમ છે. ગંગ વંશના મહાન શાસક રાજા નરસિમ્હદેવ પ્રથમે પોતાના શાસનકાળ 1243-1255 દરમિયાન 1200 કારીગરોની મદદથી કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ગંગ વંશના શાસક સૂર્યની પૂજા કરતાં હતાં. તેથી કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિરને સૂર્ય દેવતાના રથના રૂપમાં વિરાજમાન કરવામાં આવ્યું હતું. મંદિરમાં પથ્થરો પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે.
આ મંદિરનું નિર્માણ લાલ રંગના બલુઆ પથ્થરો અને કાળા ગ્રેનાઇટ પથ્થરોથી થયું છે. આખું મંદિર બાર જોડી ચક્રોની સાથે સાત ઘોડા ખેંચતા હોય એ રીતે બનાવવામાં આવ્યું છે. જેમાં સૂર્ય દેવને વિરાજમાન કરવામાં આવ્યાં છે. હાલમાં સાત ઘોડામાં ફક્ત એક જ ઘોડો બચ્યો છે. આજે મંદિર બચ્યું છે એ બ્રિટિશ ભારત યુગની પુરાતત્વ ટીમોને સંરક્ષણને કારણે બચ્યું છે.
એવું કહેવાય છે કે મંદિરના શીર્ષ ઉપર ભારે ચુંબક મૂકવામાં આવ્યું હતું. એમાં 52 ટન ચુંબકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરના દર બે પત્થરની વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. એવું કહેવાય છે કે, મેગ્નેટને કારણે મૂર્તિ હવામાં તરતી દેખાય છે. સૂર્ય દેવને ઊર્જા અને જીવનનું પ્રતીક માનવામાં આવે છે. કોણાર્કનું સૂર્ય મંદિર રોગોની સારવાર અને ઇચ્છાઓને પૂર્ણ કરવા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ મંદિરમાં જે પૈંડાનું નિર્માણ કરવામાં આવ્યું છે એ પ્રાચીન યુગમાં સમય બતાવવા માટે છે, એવું કહેવાય છે.
કોણાર્ક મંદિરમાં સૂર્યની પહેલી કિરણ સીધી મુખ્ય પ્રવેશ દ્વારા પર પડે છે. સૂર્યના કિરણો મંદિરથી પાર થઇને મૂર્તિના કેન્દ્રમાં હીરાની જેમ ચમકે છે, એવું માનવામાં આવે છે. કોણાર્ક સૂર્ય મંદિરના પરિસરમાં નાટા મિંદર અટલે કે નૃત્ય હોલ જોવાલાયક છે. મંદિરની સંરચના અને તેના પત્થરોમાંથી બનેલ મૂર્તિઓ જોવાલાયક છે. જે આ મંદિરની અન્ય વિશેષતા દર્શાવે છે.
કોણાર્ક સૂર્ય મંદિર ફરવા જવાનો ઉત્તમ સમય ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધીનો છે. કોણાર્ક નાનકડી જગ્યા છે, તેથી અહીં આવવા માટે પહેલાં આસપાસના શહેર સુધી જવું પડે, પછી કોણાર્ક મંદિર જઇ શકાય. કોણાર્ક સૂર્ય મંદિર ઉપરાંત કોણાર્ક શહેરની આસપાસ સુંદર દરિયા કિનારો, પ્રસિદ્ધ મંદિર અને પ્રાચીન બૌદ્ધ સ્થળ છે.