હેર સ્ટાઇલને કારણે વ્યક્તિનું વ્યક્તિત્વ નિખરી ઊઠે છે. વાળને સ્ટાઇલ આપવા માટે વિવિધ પ્રકારની હેર એક્સેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ટિકટોક પિનથી માંડી હેર બેન્ડ, ક્લચ વગેરેનો સમાવેશ થાય છે. એમાં હેર બેન્ડની વાત કરીએ તો દાયકાઓથી હેર બેન્ડ હેર એક્સેસરીઝના ભાગરૂપે ચલણમાં છે. એમાં સમયની સાથે નવીનતા આવતી રહે છે. આજે આપણે વિવિધ પ્રકારનાં હેર બેન્ડ વિશે વાત કરીશું.


નોર્મલ હેર બેન્ડ

આ હેર બેન્ડ પ્લાસ્ટિક અને મેટલમાંથી બનેલાં હોય છે. તે દરેક પ્રકારના ડ્રેસની સાથે મેચ થાય છે. કેઝ્યુઅલ લુક મેળવવા માટે આ ઉત્તમ એક્સેસરીઝ છે. ટીનએજર હોય કે મોટા દરેક એજગ્રૂપ પર નોર્મલ હેર બેન્ડ સારાં લાગે છે. આ હેર બેન્ડ અનેક કલરમાં સરળતાથી મળે છે. જે કોઇ પણ ડ્રેસ સાથે મેચ કરીને પહેરી શકાય છે.

જ્યૂટ બેન્ડ

જ્યૂટમાંથી બનેલા જ્યૂટ બેન્ડ ઇવનિંગ પાર્ટીવેરની સાથે ગ્લેમરસ લુક આપે છે. આ બેન્ડ વાળને સ્ટાઇલ આપવાની સાથે એટ્રેક્ટિવ બનાવે છે. ઇવનિંગ ગાઉન અને કોકટેલ ડ્રેસીસ સાથે આ આકર્ષક લાગે છે. કૉલેજ ગોઇંગ ગર્લ અને ટીન એજરે જ્યૂટ બેન્ડનો ઉપયોગ કરવો જોઇએ.

બીડ્સ બેન્ડ

સિમ્પલ હેર બેન્ડને આકર્ષક લુક આપવા માટે એને ડિફરન્ટ રીતે ડિઝાઇન કરવામાં આવે છે. એમાં નાનામોટા અનેક પ્રકારના બીડ્સ લગાવવામાં આવે છે. જો તમે ટીન એજર અથવા કૉલેજ ગોઇંગ ગર્લ્સ છો તો તમે કલરફુલ બીડ્સવાળાં હેર બેન્ડ કેરી કરી શકો છો. તેને જિન્સ અને સ્કર્ટની સાથે પહેરીને એટ્રેક્ટિવ લુક મેળવી શકો છો. બાકી વર્કિંગ વુમન અને યુવતીઓ પોતાના આઉટફિટને ધ્યાનમાં રાખીને બીડ્સ બેન્ડની પસંદગી કરી શકે છે.

સ્ટોનવાળાં બેન્ડ

સફેદ કે રંગીન સ્ટોનવાળાં હેર બેન્ડ ટીનએજેર્સથી લઇને યુવતીઓ બધામાં લોકપ્રિય છે. એમાં અનેક પ્રકારના સ્ટોન જડવામાં આવ્યા હોય છે. તેથી આ ડ્રેસને કલર સાથે મેચ કરીને પહેરી શકાય છે. એ એલિગન્ટ લુક આપે છે. તેથી ખાસ અવસર પર તેને કેરી કરી શકાય છે.

ફ્લાવર બેન્ડ

નાનામોટા પ્રસંગોમાં અથવા લગ્નમાં ફ્લાવર લગાવેલાં હેર બેન્ડ સારા લાગે છે. ટ્રેડિશનલ અને ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટની સાથે વધારે શૂટ થાય છે. ફ્લાવર બેન્ડ મેટલ, સિલ્ક, ફેબ્રિક અને સ્વરોસ્કીથી સજાવેલાં હોય છે. એમાં એક વાતનું ખાસ ધ્યાન રાખો કે હેર બેન્ડ ઉપર બનાવવામાં આવેલા ફ્લાવર્સ તમારા આઉટફિટ, પર્સ અને ફૂટવેર સાથે મેચ થતાં હોવાં જોઇએ.

બટરફ્લાય બેન્ડ

ટીનેજર્સથી માંડી કૉલેજ ગોઇંગ ગર્લ્સને બટરફ્લાયમાંથી બનેલાં હેર બેન્ડ વધારે પસંદ છે. આ ઉપરાંત અમુક ખાસ અવસર પર તેને વેસ્ટર્ન આઉટફિટની સાથે મેચ કરીને પણ પહેરી શકાય છે.


  • Follow us on: