ગુલઝારનો આ શેર લાગણીઓની પરાકાષ્ઠાને વર્ણવે છે. લાગણી એ હદે હોય કે જેનાથી નારાજ હોઇએ એની સાથે પણ વાત કરવાનું મન થાય. જોકે, સવાલ એ થાય કે હાલ સંબંધોમાં અને લાગણીઓમાં આ ઓથેન્ટિસિટી ખાસ જોવા નથી મળી રહી.


ખાસ કરીને જેન ઝી, મતલબ જે જનરેશન ઝેડની રિલેશનશિપનાં અલગ અલગ નામ અને એની ડેફિનેશન જાણીએ ત્યારે એમ થાય કે સંબંધોની ઓથેન્ટિસિટીની ઉંમર શું આટલી જ હશે?

અલબત્ત, જેન ઝીને જોઇને ઘણા લોકોને એમ થતું હશે કે પોતે થોડા વહેલા આ ધરતી ઉપર જન્મી ગયા, પણ આમ જોવા જઇએ તો કચકડાના અત્યારના સંબંધો જેટલા સરળતાથી તૂટી જાય છે એ કારણે માણસો માનસિક રીતે વિચિત્ર પણ બનતા જાય છે. સંબંધમાં જતું કરવાની ભાવના હવે નહિવત્ થતી જાય છે. માત્ર જતું કરવાની ભાવના જ નહીં, પણ લાગણી પણ ધીરે ધીરે ઓછી થતી જાય છે. આ બધી જ બાબતો એકંદરે તો માણસને માનસિક રીતે પાયમાલ જ કરવાનું કાર્ય કરે છે. એક સમય હતો જ્યારે સંબંધો બે પ્રકારે ઓળખાતા, મિત્રતાના અને પ્રેમના. ઘરનાં લગ્ન નક્કી કરે તો એ અરેન્જ મેરેજ કહેવાતાં અને જાતે લગ્ન કરીએ તો એ લવ મેરેજ. ઘણાં કપલ્સે પોતાના ગમતા પાત્ર સાથે લગ્ન કરવા અઢળક મથામણો કરી હશે અને અંતે જ્યારે એ થાય ત્યારે ખુશીનું ઠેકાણું ન હોય. હવેની પેઢી આ પ્રકારની ખુશીથી વંચિત છે, કેમ કે આજે બહુ નાની ઉંમરથી એ લોકો સંબંધોનાં અલગ અલગ નામ હેઠળ રિલેશનશિપમાં હોય છે અને બ્રેકઅપ પેચઅપ કરતા રહે છે.

જેન ઝેડમાં પોપ્યુલર ડેટિંગ ટર્મ્સ

જનરેશન ઝેડ અને એના પછીની પેઢી જેને ફોલો કરવાની છે એવી સંબંધોની પોપ્યુલર ડેટિંગ ટર્મ્સ વિશે થોડું સમજી લઇએ.

1. બેન્ચિંગ : બેન્ચિંગ મતલબ કે કોઇને સ્પેરમાં રાખવું. હા, હવે સંબંધોમાં પણ અવું થાય છે. તમે કોઇ સાથે ઓલરેડી સંબંધમાં હોવ અને કોઇ ત્રીજી વ્યક્તિને તમારામાં રસ હોય અથવા તો તમે પણ એની સાથે થોડે ઘણે અંશે લાગણીથી જોડાયેલા હોવ તો સમયાંતરે તમે એની સાથે વાતચીત કરીને એને બેન્ચિંગમાં રાખો છો. આ વાતચીતની કન્સિસ્ટન્સી નથી હોતી. સમય મળ્યે એકબીજા સાથે વાત અને ફ્લર્ટ કરી લેવાનું, જેથી સામેના વ્યક્તિને એવું લાગે કે હજી તમારો ચાન્સ છે. સ્પેરમાં કોઇને રાખવાની ઘટના એટલે બેન્ચિંગ.

2. બ્રેડક્રમ્બિંગ : કોઇની સાથે તમે વાત કરો છો, એ વાતચીત દરમિયાન તમને અત્યંત સ્પેશિયલ ફીલ થાય છે. એમ થાય કે આ જ મનનો માણીગર છે, પણ એ માણીગર કોઇકવાર સ્પેશિયલ ફીલ કરાવે અને પછી લાંબા સમય સુધી ગાયબ થઇ જાય. વળી, ફરીથી એની એન્ટ્રી થાય. એની એન્ટ્રી થાય ત્યારે એ પહેલાં જેવી જ સરસ વાત કરે ત્યારે આપણને લાગે કે આટલી સારી રીતે વાત કરવાનો મૂળ ઇન્ટેન્શન શું? આ ફીલિંગ એટલે બ્રેડક્રમ્બિંગ.

કફિંગ સીઝન : ઓક્ટોબર મહિનાથી આવા સંબંધની શરૂઆત થાય અને ફેબ્રુઆરી સુધી રહે. આમાં કપલ કોઇ કમિટમેન્ટમાં ન બંધાય, બસ કમિટમેન્ટ વગર ઠંડીની સીઝનમાં એકબીજાનો શારીરિક સહવાસ અથવા તો વાતચીત અને હેન્ગાઉટ દ્વારા સહવાસ માણે.

DTR : DTRનું ફુલ ફોર્મ Define the relationship મતલબ કે શરૂઆતનો લવીડવીનેસનો સમયગાળો પૂરો થાય એ પછીનો તબક્કો, એટલે કે સંબંધને નામ આપવાનો તબક્કો. આ તબક્કો મોટાભાગના લોકો માટે અઘરો હોય છે, કેમ કે બધાં જ કમિટમેન્ટ આપતા ડરે છે. એટલે મોટાભાગનાં કપલ આ તબક્કો પતે પછી કોઇ ને કોઇ કારણસર ઝઘડીને અલગ થઇ જતાં હોય છે.

ફ્લેબેગિંગ : ફ્લેબેગિંગ મતલબ કે વારંવાર પાર્ટનરની ભૂલ માફ કરવી અને કોઇ પણ ભોગે એની સાથે સંબંધ રાખવો. સંબંધમાં આ અવસ્થા ત્યારે જ આવે જ્યારે બેમાંથી એક અતિશય લાગણી ધરાવતું હોય. બેમાંથી એક પાર્ટનર ખૂબ લાગણી ધરાવતું હોય ત્યારે એ પાર્ટનરથી દૂર જવાનું પસંદ નથી કરતા. પાર્ટનરે અનેકવાર એનું હાર્ટબ્રેક કર્યું હોય તો પણ બધું ઠીક થઇ જશે એમ માનીને માફ કરી દે છે, વારંવાર ચાન્સ આપે છે અને વારંવાર દુ:ખી પણ થાય છે. જતું હોય એને જવા દેવાની ભાવના એમની અંદર નથી, કેમ કે એમના તરફથી લાગણીનો ધોધ વધારે હોય છે.

આ પ્રકારના સંબંધો અને વ્યક્તિનું કેરેક્ટર

જેન ઝેડના આ પ્રકારના અલગ અલગ સંબંધોમાં વ્યક્તિના માનસપટ અને વિચારસરણી ઉપર તો અસર થાય જ છે સાથે સાથે કેરેક્ટર ઉપર પણ અસર થાય છે. એક વ્યક્તિ જેને એની આસપાસના લોકો ઓળખતા હોય એ તેના આ પ્રકારના સંબંધોને કારણે એના કેરેક્ટરની ડેફિનેશન બનાવી લે છે. આ સ્ત્રી હોય કે પુરુષ બંને ઉપર લાગુ પડે છે, પણ આપણો સમાજ સ્ત્રી માટે વધારે કેરેક્ટર સર્ટિફિકેટ્સ બનાવતો હોય છે. એટલે જે તે સમયે આવું બધું આજના યુગમાં ચાલે એવું વિચારનાર માટે લોકોને ખાસ રીસ્પેક્ટ નથી હોતી. લોકો આ પ્રકારના સંબંધને કારણે એકબીજા ઉપર વિશ્વાસ નથી કરી શકતાં. આ કારણે માનસિક સમસ્યા થવાના ચાન્સીસ પણ રહે છે. નાની ઉંમરમાં આજના યુવાનોને ડિપ્રેશન, એંગ્ઝાઇટી વગેરે આવા સંબંધોના પ્રતાપે જ થવા લાગ્યાં છે. સાયકોલોજી પણ કહે છે કે નાની ઉંમરે ડિપ્રેશનનું કારણ આજના ખોખલા થતા જતા સંબંધો પણ છે જ.

કન્ક્લુઝન

સંબંધો માત્ર ફન માટે બનાવવાના બદલે લાગણી માટે બનાવશો તો પસ્તાવું નહીં પડે, કેમ કે આ પ્રકારના સંબંધમાં ગમે તેવું ફન હોય, પણ કમિટમેન્ટ વગર બધું જ નકામું છે.

ઘોસ્ટિંગ : આ સંબંધની સૌથી મોટી બદી છે. કોઇ સાથે સંબંધમાં આવ્યા, ખૂબ વાતો કરી અને લાગણી બતાવી, પણ એ પછી અચાનક જ ગાયબ થઇ જવાની ઘટના એટલે ઘોસ્ટિંગ. ઘણા લોકો માત્ર ફન માટે સંબંધ બનાવતા હોય એમને જ્યારે ખબર પડે કે સામેવાળી વ્યક્તિ વધારે સિરિયસ છે ત્યારે કંઇ જ કહ્યા વગર ગાયબ થઇ જાય છે.

પિંક ફ્લેગ : મતલબ એવા સંબંધો જે બંધાય એના થોડા દિવસમાં જ ખબર પડી જાય કે આ સાચો સંબંધ નથી. આનું કોઇ ભવિષ્ય નથી.

સિચ્યુએશનશિપ : સિચ્યુએશનશિપ મતલબ કે સમય સંજોગો પ્રમાણે સંબંધ. તમે કોઇ જગ્યાએ જોબ કરો છો ત્યાં તમને કોઇ ગમી જાય છે અને એ ફન માટે તૈયાર છે તો એની સાથે સંબંધ બાંધ્યો. આ સંબંધ માત્ર સ્પાર્ક અને ફન માટે જ હોય છે, જેવી નોકરી બદલી કે સંબંધ પૂરો.

વૉકફિશિંગ : વૉકફિશિંગ મતલબ કે કોઇ સાથે તમે સંબંધ બાંધવા માટે એને ગમતા બનવાનો પ્રયત્ન કરો. જે તે વ્યક્તિને જે વસ્તુનો શોખ હોય એનો શોખ પોતાને પણ છે અને પોતે પણ એના વિશે જાણે છે એવો ડોળ કરતી વ્યક્તિ. વોકફિશિંગમાં મોટાભાગે સામેની વ્યક્તિને આ રીતે ફસાવીને પોતાના સ્વાર્થ માટે સંબંધ બાંધવાનો હેતુ હોય છે.

ઝોમ્બિઇંગ : ઝોમ્બિઇંગ એટલે ફ્લેબેગિંગ અને ઘોસ્ટિંગનું કોમ્બિનેશન. ઘોસ્ટિંગમાં ગયેલો માણસ પાછો નથી ફરતો જ્યારે ઝોમ્બિંગમાં ગયેલો માણસ બીજી જગ્યાએ ખરાબ અનુભવ થાય એટલે પાછો ફરે છે અને પાછો ફરીને જાણે કંઇ બન્યું જ નથી એમ સંબંધને પાછા શરૂ કરવા પ્રયાસ કરે છે. આ ઘટનામાં પાર્ટનરને જો વધારે લાગણી હોય તો ઝોમ્બિઇંગ કરનાર પાર્ટનર માટે ફરી સંબંધ શરૂ કરવામાં સરળતા રહે છે.

  • Follow us on: