ફૂડ્સની અનેક વેરાયટી વિશે તમને ખબર હશે જેમ કે, ચાઈનીઝ ફૂડ, ઇટાલિયન ફૂડ, કોન્ટિનેન્ટલ, થાઈ ફૂડ વગેરે, પરંતુ ક્યારેય `લવ ફૂડ' વિશે સાંભળ્યું છે? તમે લવ ફૂડ્સ વિશે ન જાણતા હો તો જાણી લો
ખાનપાનનો પ્રભાવ આપણાં તન અને મન બંને પર જોવા મળતો હોય છે. પ્રદેશ પ્રમાણે વિવિધ પ્રકારની વાનગીઓ પણ હોય છે. જેમ તલ દ્વારા વિટામિન-ઈ મળે છે અને સંતરાં કે લીંબુમાંથી વિટામિન-સી મળે છે તેમ દરેક વસ્તુમાંથી આપણને કંઈક ને કંઈક મળતું હોય છે. તે જ રીતે સેક્સલાઈફને સ્પાઈસી બનાવનારા ફૂડ્સ પણ ઉપલબ્ધ છે. જાણીએ એવી લવ રેસિપીઝ વિશે જે સેક્સલાઈફને થોડી સ્પાઈસી બનાવી દેશે.
લવ રેસિપીઝ
ઓયસ્ટર ડ્રમસ્ટિક કરીઃ ડ્રમસ્ટિક એટલે કે સરગવામાં લવ ફીલિંગ્સ વધારવાની ખૂબી હોય છે અને ઓયસ્ટરની સાથે ડ્રમસ્ટિક ભેળવીને રોમેન્ટિક ફીલિંગ્સને બમણી કરી શકાય છે.
ખીરઃ દૂધ અને ડ્રાયફ્રૂટ્સથી બનતી આ સ્વીટ ડિશનો મીઠો ટેસ્ટ મૂડને હળવો કરે છે. ડ્રાયફ્રૂટ્સનો એફ્રોડિસિયક (પ્રેમને કામના) નેચર દૂધની સાથે મળીને લવ ફીલિંગ્સને વધારે છે.
હલવોઃ સોજી, બેસન અથવા ડ્રાયફ્રૂટ્સથી બનેલી આ સ્વીટ ડિશથી લવ હોર્મોનને રિલીઝ થવામાં મદદ મળે છે અને રોમેન્ટિક ફીલિંગ્સ વધે છે.
આઈસક્રીમ વિથ નટ્સઃ આઈસક્રીમમાં ભેળવેલા નટ્સ જેમ કે, બદામ, અખરોટ વગેરે રોમેન્ટિક ફીલિંગ્સ વધારવામાં મદદરૂપ બને છે.
ચીઝ કેક વિથ સ્ટ્રોબેરીઃ સ્ટ્રોબેરીને ચીઝ કેક સાથે મેળવીને પણ રોમેન્ટિક ફૂડ તરીકે સર્વ કરવામાં આવે છે.
સ્ટ્રોબેરી વિથ ચોકલેટઃ સ્ટ્રોબેરીની સાથે ચોકલેટ મેળવીને સર્વ કરવું એ જ ખૂબ જ રોમેન્ટિક હોય છે. ચોકલેટ તેના ગુણ પ્રમાણે વ્યક્તિના મૂડને હળવોફૂલ બનાવે છે જ્યારે સ્ટ્રોબેરી ઉત્તેજના વધારે છે.
ચોકલેટ્સઃ તે વ્યક્તિના મૂડને જોલી અને ફ્રેશ કરે છે. તેથી તેને `મૂડ ચેન્જિંગ ફૂડ' પણ કહે છે. તેનાથી વ્યક્તિની અંદર રોમેન્ટિક ફીલિંગ્સ વધે છે.
લવ ફ્રૂટ્સ
સ્ટ્રોબેરીઃ આમાં વિટામિન-સી હોય છે જે એન્ટિ ઓક્સિડન્ટનું કામ કરે છે. આ એન્ટિ ઓક્સિડન્ટ શરીરની માંસપેશીઓ અને ટિશ્યૂ માટે ખૂબ જ જરૂરી હોય છે.
કેળું: કેળાંમાં પોટેશિયમ અને વિટામિન-બી હોય છે, જે સેક્સુઅલ હોર્મોન બનાવવામાં મદદ કરે છે.
પપૈયું: આમાં એવાં કેમિકલ્સ હોય છે જે ફીમેલ હોર્મોનના પ્રોડક્શનમાં મદદ કરે છે અને આ હોર્મોન રોમેન્ટિક ફીલિંગ્સ વધારવામાં મદદરૂપ હોય છે.
ઍવાકાડોઃ તેના આકારને કારણે તેને લવ ફૂડ કહે છે. તેમાં વિટામિન-સી અને બી-6 હોય છે, જે રોમેન્ટિક ફીલિંગ્સ અને એનર્જી માટે ખૂબ જ જરૂરી હોય છે.
અંજીરઃ મોડેસ્ટી અને સેક્સુઆલિટીનું પ્રતીક છે અંજીર. તેમાં બહુ વધારે પ્રમાણમાં પોષકતત્ત્વ હોય છે, જે સ્વસ્થ શરીર અને લવ ફીલિંગ્સ માટે અનિવાર્ય હોય છે.
રાસબરીઃ ગુલાબની ફેમિલીનું હોવાને કારણે તેને ફ્રૂટ ઓફ લવ પણ કહે છે. તેમાં ફાઇબર, વિટામિન-સી અને મેંગેનીઝ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવા અને રોમેન્ટિક ફીલિંગ્સ વધારવા માટે જરૂરી હોય છે. તેનો ઉપયોગ કેક, શેક અને આઈસક્રીમમાં બનાવવામાં થાય છે.
દાડમઃ તેને ફર્ટિલિટીનું પ્રતીક માનવામાં આવે છે. તેનો પ્રયોગ કસ્ટર્ડ અને શેક સાથે કરવામાં આવે છે. આમાં ભરપૂર આયર્ન હોય છે જે મેલ હોર્મોન માટે ખૂબ જ જરૂરી હોય છે.
લવ વેજિટેબલ્સ
સ્વીટ પોટેટોઃ આમાં પોટેશિયમ હોય છે જે મહિલાઓમાં રોમેન્ટિક ફીલિંગ્સ વધારવામાં મદદરૂપ હોય છે. જોકે, સ્વીટ પોટેટો (શક્કરિયાં)ને વધારે મીઠા સાથે ન ખાવાં જોઈએ, કારણ કે મીઠું તેમાં રહેલા પોટેશિયમની અસરને ઓછી કરી નાખે છે.
ડ્રાયફ્રૂટ્સ
પાઈન નટ્સઃ તેને ન્યૂટ્રીશનનું `પાવર હાઉસ' કહે છે, કારણ કે તેની ન્યૂટ્રીશિયન વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે. તેનું સેવન પણ પ્રેમની લાગણીઓ વધારે છે.
અખરોટઃ આમાં આર્જિનીન હોય છે. આ એક એમિનો એસિડ હોય છે જે મેલ હોર્મોનના પ્રોડક્શનમાં મદદ કરે છે. તેનો ઉપયોગ કેક, શેક વગેરેમાં કરવામાં આવે છે.
બદામઃ આમાં આયર્ન, મેંગેનીઝ અને વિટામિન્સ હોય છે, જે લવ ફીલિંગ્સને વધારવામાં મદદરૂપ બને છે.