• સુહાગરાતમાં સેક્સ પહેલાં ફોરપ્લેમાં વધારે સમય વીતાવવો જરૂરી હોય છે

સુહાગરાત એટલે કે લગ્નની પ્રથમ રાત્રિ વિશે વિચારીને જ સુખદ અને રોમાંચક અનુભવ થાય છે. એવું નથી કે પ્રથમ રાત્રિ કલ્પનાથી જ સુંદર બને છે, પરંતુ તેના માટે અમુક બાબતોનું ધ્યાન પણ રાખવું પડે છે. લગ્નની પહેલી રાતને સૌ કોઈ યાદગાર બનાવવા ઇચ્છે છે. નવવિવાહિત જોડું તો તેની આતુરતાથી રાહ જોતું હોય છે. જોકે, અમુક ટેન્શનમાં પણ રહેતા હોય છે. તેમને એ ચિંતા સતાવે છે કે તે પોતાના પાર્ટનરને સેક્સુઅલી સંતુષ્ટ કરી શકશે કે નહીં! અહીં કેટલીક ટિપ્સ આપી છે જેને અનુસરીને તમે તમારી સુહાગરાતને આખી જિંદગી માટે યાદગાર બનાવી શકો છો.

ચિંતા તો કરશો જ નહીં! : હંમેશાં એવું થાય છે કે નવપરિણીત કપલને સેક્સ વિશે વધારે જાણકારી હોતી નથી. પુરુષોને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની ચિંતા સતાવે છે તો સ્ત્રીઓને સેક્સના સમયે થનારા દર્દની ચિંતા સતાવતી હોય છે. આ ડરને કારણે બંને પાર્ટનર શારીરિક સંબંધ સારી રીતે બાંધી શકતાં નથી. તેનાથી બચવા માટે ચિંતાને છોડી દો અને એકબીજામાં સંપૂર્ણપણે ડૂબવાનો પ્રયત્ન કરો. જો તમે કોઈ કારણસર પહેલી વારમાં પોતાના પાર્ટનરને સેક્સુઅલી ખુશ ન કરી શકો તો જરાય ગભરાશો કે ચિંતા કરશો નહીં. થોડો સમય રહીને ફરીથી પ્રયત્ન કરો અને આ વખતે બીજું કશું જ વિચાર્યા વગર ફોરપ્લે પર વધારે ધ્યાન આપો.

પ્રથમ રાત્રિ કલ્પનાની રાત્રિ નથી : આજના સમયમાં મોટાભાગનાં યુવક-યુવતીઓ કુસંગતિ, સિનેમા કે સાંભળેલી વાતોના આધારે કામોત્તેજનાના ચક્કરમાં પડે છે. તેને કારણે જ પ્રથમ રાત્રિની તેઓ જાતજાતની કલ્પનાઓ કરે છે, પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે પ્રથમ રાત્રિ કોઈ કલ્પનાની રાત્રિ નથી કે કોઈ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવાની રાત્રિ નથી, કારણ કે પ્રથમ રાત્રિ પર એ આધાર ચોક્કસ રહે છે કે તમારું લગ્નજીવન સુખદ વીતશે કે નહીં. તેથી જે પણ કરો જરા સમજી-વિચારીને કરો. સુરક્ષા તૈયાર રાખો

પ્રથમ રાત્રિએ જોશમાં હોશ ન ખોવાય તે જરૂરી છે. માટે સેક્સ કરતા પહેલાં સુરક્ષાનાં સાધનોનું ખાસ ધ્યાન રાખો. પ્રથમ વખત સેક્સ માણતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરો. તેનો ફાયદો એ છે કે તે ઇન્ફેક્શન અને પ્લાનિંગ વગરની પ્રેગ્નન્સીનો ડર દૂર કરે છે. સેક્સ પોઝિશનમાં કોઈ નવો અખતરો કરવાનું તો વિચારતા જ નહીં. પ્રથમ વાર સેક્સસંબંધ બાંધતી વખતે એવી પોઝિશન ટ્રાય કરો કે જે સરળ હોય અને જેને કરવામાં બંનેમાંથી કોઈને કોઈ પ્રોબ્લેમ ન થાય.

એક્સપેરિમેન્ટ ન કરશો

પ્રથમ રાત્રિએ સેક્સ માટે એ જ આસન અજમાવો જે સુવિધાજનક હોય. જેમ કે, મિશનરી પોઝિશન. પાર્ટનર સાથે પ્રથમ વાર સેક્સ માણી રહ્યા હો ત્યારે ઓવરએક્સાઈટ થવાથી બચવું જોઈએ. થોડા દિવસો પછી તમે નવાંનવાં એક્સપેરિમેન્ટ અને સેક્સ માટે અલગ અલગ આસનોને અજમાવી શકો છો.

પરફેક્શન જેવી બાબતો મગજમાંથી કાઢી નાખો

મોટાભાગના લોકો પાર્ટનરને પ્રથમ રાત્રિએ સેક્સમાં સંપૂર્ણ આનંદ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના ચક્કરમાં જ તેઓ નિષ્ફળ થઈ જાય છે. જોકે, આવું થઈ જાય તો કોઈ પણ પાર્ટનરે તેને ખોટા દૃષ્ટિકોણથી ન જોવું જોઈએ. એટલું જ નહીં તમે પણ તમારા પાર્ટનર પાસે વધારે પડતી આશા રાખશો નહીં તો જ તમે સેક્સનું પૂર્ણ સુખ પાર્ટનરને આપી શકશો. પ્રથમ રાત્રિએ પરફેક્શનની બાબત મગજમાં રાખવી જોઈએ નહીં. આ પ્રેમની એ ક્રિયા છે જે ધીરેધીરે વધે છે.

આકર્ષક કપડાં જરૂરી છે

પારંપરિક વસ્ત્રોમાં જે ચાર્મ છે તે સેક્સી ગાઉનમાં નથી, ખાસ કરીને પ્રથમ રાત્રિએ. તેથી આ રાત્રિને યાદગાર બનાવવા માટે ટ્રેડિશનલ કપડાં જ પહેરો. જોકે, તે સેક્સી લાગે તેવાં હોવાં જોઈએ. આ સાથે રૂમની સજાવટ પણ સારી હોવી જોઈએ. રૂમમાં આછો પ્રકાશ રાખો, બેડ પર વધારે પડતાં ફૂલ ન રાખો, રૂમ સ્પ્રે છાંટો. આ રીતે એક સુંદર વાતાવરણ બનાવો.

યાદ રાખો, પહેલી રાત છે છેલ્લી નહીં

સુહાગરાત મિલનની રાત હોય છે જે જિંદગીમાં માત્ર એક જ વાત આવે છે, પરંતુ પોતાના પાર્ટનરની સાથે સેક્સ કરવાની આ કંઈ એકમાત્ર તક નથી. સુહાગરાત તો સેક્સુઅલ સંબંધોની શરૂઆતની રાત હોય છે. તેથી થોડી સમજદારી દાખવો તો દરેક રાત્રિને સુહાગરાત બનાવી શકો છો.

કેટલીક ખાસ વાત

સ્ત્રીના હોઠ તેની કામુકતાનું સૌથી મોટું હથિયાર હોય છે. જો તે હોઠોનો યોગ્ય પ્રયોગ કરે તો પુરુષ સંપૂર્ણપણે ઉત્તેજિત થઈ શકે છે. આના માટે તમે હોઠો પર એવા લિપગ્લોસનો પ્રયોગ કરો કે જેનાથી હોઠ ભીના લાગે.

તમારી બોડી લેંગ્વેજ આકર્ષક હોવી જોઈએ. સુહાગરાતે પોતાના શરીરને એ રીતે પુરુષ સામે પ્રેઝન્ટ કરો કે તમને જોતાં જ તે ઉત્તેજિત થઈ જાય અને તમને પ્રેમ કરવા અધીરો બની જાય.

કપડાં એવાં પહેરવાં કે જેથી તમારા શરીરનો ઉભાર સારી રીતે દેખાઈ આવે.

પુરુષોને સ્ત્રીઓના ભીના વાળ ખૂબ જ પસંદ હોય છે. જ્યારે ભીના વાળમાંથી પાણીની બુંદો પુરુષના ખભા પર પડે છે જ્યારે તે વધારે કામુક થઈ જાય છે. તમે તમારા વાળથી પાર્ટનરના ચહેરા અને શરીરનાં અન્ય અંગો પર સ્પર્શ કરાવીને વધારે આનંદ મેળવી શકશો. પ્રથમ રાત્રિએ આ શક્ય ન હોય તો બાકીની રાત્રિએ આ પ્રયોગ જરૂર અજમાવો. ધીરેધીરે વાત બનશે : સેક્સ પહેલાં પાર્ટનર સાથે સારી રીતે વાત કરો. પહેલાં પોતાની બધી જ શંકાઓનું સમાધાન વાતચીત દ્વારા કરો નહીંતર સેક્સ દરમિયાન મનમાં થોડોક ડર કે ખચકાટ રહેશે. સુહાગરાતમાં સેક્સ પહેલાં ફોરપ્લેમાં વધારે સમય વીતાવવો જરૂરી હોય છે. ફોરપ્લે કરવાથી સેક્સનો આનંદ અનેકગણો વધી જાય છે. તેના માટે સૌપ્રથમ ગાલ અને હોઠ પર ચુંબન કરો, પછી ખાસ અંગો પર પ્રેમભર્યો સ્પર્શથી સેક્સ હોર્મોનને ઉત્તેજિત કરવામાં મદદ મળશે.

જરાય ઉતાવળ ન કરશો : સેક્સ દરમિયાન ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં, પરંતુ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકબીજા સાથે વાતચીતનો સેતુ સાધવો જોઈએ. આમ કરવાથી બંને પાર્ટનર એકબીજાની નજીક આવે છે. પરસ્પર વિશ્વાસ કેળવાય છે અને પછી સેક્સ કરવામાં વધારે ખચકાટ થતો નથી. હંમેશાં પુરુષોને એવી લાલસા રહે છે કે જેટલું જલદી તે જીવનસાથીને મળે કે તરત જ સેક્સનો આનંદ લેશે, પરંતુ આ ઉતાવળ તથા કલ્પના પુરુષોના મનમાં હોય છે. પુરુષોએ એ ધ્યાન રાખવું જોઈએ કે સુહાગરાત દરમિયાન જ્યારે સ્ત્રી સેક્સક્રિયા માટે તૈયાર કે સહમત હોય ત્યારે જ આગળ વધવું જોઈએ. તો જ તમારું મિલન સારી રીતે થઈ શકશે.

બહુ વધારે પડતાં નખરાં ન કરતા : સ્ત્રીનાં નખરાં પુરુષોને ગમતાં હોય છે, પરંતુ સ્ત્રીઓએ એ પણ યાદ રાખવું જોઈએ કે આવા સમયે પુરુષ વધારે પડતાં નખરાંને કારણે ઉદાસ પણ થઈ શકે છે. તેનું સમર્થન અને સહમતી જલદી સ્વીકારી લો નહીંતર તમારાં નખરાંને કારણે પ્રથમ રાત્રિનો આનંદ દુઃખ અને નારાજગીમાં ફેરવાઈ જશે. જો સ્ત્રી નખરાં કરતી હોય તો તેનો પતિ તેની સાથે સેક્સનો વિચાર માંડી વાળી પણ શકે છે.


  • Follow us on: