1983
1983માં ત્રીજી વાર પણ સતત ઇંગ્લેન્ડે યજમાની કરી હતી પણ આ વર્ષે જીતનાર ટીમ વેસ્ટ ઇન્ડિઝ નહીં પણ ભારત હતી. એ વર્ષે ભારતે જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતે 183 રન કરી ઇન્ડિઝને હરાવ્યું અને કેપ્ટન કપિલ દેવે શાનથી ટ્રોફી ભારતના નામે કરી હતી
1975
સૌપ્રથમ વાર 1975માં વર્લ્ડ કપ યોજાયો ત્યારે ઇંગ્લેન્ડે યજમાની કરી હતી. એ સમયે વેસ્ટ ઇન્ડિઝ વિનર બન્યું હતું, તેણે 291 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. એ સમયે ક્લાઇવ લોઇડ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન હતા
1979
1979માં પણ ઇંગ્લેન્ડની ધરતી ઉપર જ વર્લ્ડકપ યોજાયો હતો અને ત્યારે પણ વેસ્ટ ઇન્ડિઝ જ વિનર બન્યું હતું. ઇન્ડિઝે 286 રન કરી ઇંગ્લેન્ડની ટીમને હરાવી હતી. એ વર્ષે પણ ક્લાઇવ લોઇડ જ કેપ્ટન હતા
1996
વર્ષ 1996માં ભારત અને પાકિસ્તાન મળીને ફરી એક વાર યજમાન દેશ બન્યા હતા. એ વર્ષે શ્રીલંકાએ 245 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. વર્ષ 1996માં જીતનાર દેશ શ્રીલંકાની ટીમની કેપ્ટનસી અર્જુન રણતુંગાએ સંભાળી હતી
2003
વર્ષ 2003માં પહેલી વાર સાઉથ આફ્રિકા યજમાન બન્યું હતું. એ વર્ષે સતત બીજી વાર ઓસ્ટ્રેલિયાએ 359 રન બનાવીને ભારતને કારમો પરાજય આપી જીત મેળવી હતી. 2003માં રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયાની ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું
2007
2007માં પહેલી વાર વેસ્ટ ઇન્ડિઝના આંગણે વર્લ્ડ કપ યોજાયો હતો. એ વર્ષે પણ હેટ્રિક મારીને સતત ત્રીજી વાર ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની સામે શ્રીલંકાની ટીમ હતી. ઓસ્ટ્રેલિયાએ 281 રન બનાવી શ્રીલંકાને હરાવ્યું અને ફરી વાર કેપ્ટન રિકીએ વર્લ્ડ કપ પોતાના નામ કર્યો હતો
2011
વર્ષ 2011માં ફરી ભારત યજમાન બન્યું, જોકે ભારતની સાથે યજમાનીમાં ભાગીદારી બાંગ્લાદેશની પણ હતી. એ વર્ષે 27 વર્ષ બાદ ભારતની રાહનો અંત આવ્યો અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનીપદ હેઠળ આપણે 277 રન કરી શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપની ટ્રોફી આપણે નામ કરી હતી
1987
વર્ષ 1987માં ભારત અને પાકિસ્તાન સાથે મળીને વર્લ્ડ કપના યજમાન દેશ બન્યા હતા. આ વર્ષે ઓસ્ટ્રેલિયાએ 253 રન કરી ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. એ વખતે જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અેલન બોર્ડર હતા
1992
વર્ષ 1992માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે મળીને વર્લ્ડ કપની યજમાની કરી હતી. 1992માં પાકિસ્તાને 249 રન કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું અને ટ્રોફી પોતાના નામે કરી હતી. પાકિસ્તાનની વર્લ્ડ કપ જીતનાર ટીમનું સુકાનીપદ ઇમરાન ખાને સંભાળ્યું હતું
1999
1999ના વર્ષે ફરી એક વાર ઇંગ્લેન્ડ યજમાન દેશ બન્યો હતો. એ વર્ષે ઓસ્ટ્રેલિયાએ પહેલી વાર 133 રન બનાવીને પાકિસ્તાનને હરાવી દીધું હતું. એ વર્ષે જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ વોગ હતા
2015
વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ યજમાન બન્યા હતાં. એ વર્ષે ફરી એક વાર ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતી ગયું. એ વર્ષે બંને યજમાન ટીમ ફાઇનલમાં આમનેસામને હતી, પણ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 186 રને હરાવી દીધું અને કેપ્ટન માઇકલ ક્લાર્ક ટ્રોફી પોતાના દેશ લઇ ગયા
2019
વર્ષ 2019માં ફરી ઇંગ્લેન્ડ અને વેલ્સે યજમાની સંભાળી હતી. એ વર્ષે ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ જીત્યું હતું, જોકે આ મેચ રસાકસીવાળી હતી. ઇંગ્લેન્ડ અને રનરઅપ ટીમ ન્યૂઝીલેન્ડના સરખા જ રન થયા હતા, પણ બાદમાં રમાયેલી સુપર ઓવરમાં ઇંગ્લેન્ડ જીતી ગયું હતું. એ વર્ષે ઈઓન મોર્ગને ઇંગ્લેન્ડનું કપ્તાનપદ સંભાળ્યું હતું










