દિગ્ગજ ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટે શરૂઆતમાં ઇ-મેઇલ સેવા, ફાઇલ
આપ-લે કરનારી એપ વન ડ્રાઇવ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગ પ્લેટફોર્મમાં આવેલી નાનીમોટી પરંતુ ગંભીર વિક્ષેપ સંદર્ભે માહિતી શૅર કરી હતી. આ તરફ એક હેકર્સના સમૂહે આ વિશેની જવાબદારી લેતા કહ્યું હતું કે જંક ફાઇલો દ્વારા તેણે આ ટ્રાફિકને અવરોધિત કર્યો હતો. શરૂઆતમાં સેવામાં વિક્ષેપ આવવાના કારણે મૌન રહેલી માઇક્રોસોફ્ટે ડીડીઓએસ પર હુમલાનું ઠીકરું હેકર્સ પર ફોડયું હતું. કંપનીએ કેટલીક વિગતો શૅર કરી છે, પરંતુ તે નથી જણાવ્યું કે દુનિયાભરમાં કેટલા યૂઝર્સ આ વિક્ષેપથી પ્રભાવિત થયા! કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોતાની જાતને એનોનિમસ સુડાન બતાવનારા સમૂહે ટેલિગ્રામ પર હુમલો કરવાની જવાબદારી લીધી છે તો કેટલીક સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે તે એક રશિયન સમૂહ છે. થોડા દિવસ પહેલાં પણ માઇક્રોસોફ્ટની ઓનલાઇન સેવાઓ ઘણા કલાકો સુધી ઠપ થઇ ગઇ હતી. જોકે, થોડા સમય બાદ તે સેવાઓને રિસ્ટોર કરવામાં આવી હતી. આ આઉટેજથી માઇક્રોસોફ્ટ ટીમ, આઉટલુક, અને માઇક્રોસોફ્ટ 365થી હજારો યૂઝર્સને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. વર્ષની શરૂઆતમાં પણ માઇક્રોસોફ્ટનું ક્લાઉડ પ્લેટફોર્મ એઝયુર ડાઉન થયું હતું!










