વાસ્તુશાસ્ત્રમાં જમીનના ઢાળ, દિશાઓ, બાંધકામ જેટલું જ મહત્ત્વ રંગોનું પણ છે. પ્રકૃતિએ અનેક રંગોનું સર્જન કર્યું છે, પરંતુ દરેક રંગનું અલગ-અલગ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં રંગો કેટલું મહત્ત્વ ધરાવે છે તથા તેનો પ્રભાવ શું છે તે જાણીએ.


ઘરનો ફર્શ બનાવતી વખતે કાળા રંગના પથ્થરનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહના પ્રભાવની વૃદ્ધિ થાય છે, તેથી જીવનમાં ચિંતાના પ્રસંગો વધી જાય છે. સફેદ રંગનો પણ વધુ ઉપયોગ દીવાલો અને ફર્શોમાં કરવો જોઈએ નહીં. જો આમ કરવામાં આવે તો ગૃહસ્થ જીવન વધુ ને વધુ મહત્ત્વાકાંક્ષી થઈ જશે, જે ભવિષ્યમાં વિલાસિતા અને ભોગના કારણે ગૃહસ્થ સુખને હાનિ પહોંચે છે. જો શુક્ર ઉચ્ચ અને બળવાન હોય તો સફેદ રંગ શુભ ગણાય છે અને જો શુક્ર ઉચ્ચ બળવાન અને કેન્દ્ર અથવા ત્રિકોણમાં હોય અથવા મિત્રક્ષેત્રી હોય તો ઘરની સાજસજ્જામાં નિર્મળ રંગો તેમજ પીળા રંગનો ઉપયોગ શુભ છે. જો ગુરુ ગ્રહ અશુભ, શત્રુક્ષેત્રી અને નિર્બળ હોય તો પીળા અને શુભ રંગનો ઉપયોગ પરિવારમાં વિરોધ વધારે છે. ગુરુ-શુક્રનો સંબંધ થાય તો પણ પીળા અને સફેદ રંગનો વધુ પડતો ઉપયોગ ક્લેશની સ્થિતિનું નિર્માણ કરે છે.

દરેક રાશિ અને ગ્રહનો પોતાનો એક રંગ હોય છે, જે જાતક માટે શુભ હોય છે. દરેક રંગનો પોતપોતાનો પ્રભાવ હોય છે. જો આપણે મકાનનો રંગ અને તેની આંતરિક ગૃહ-સજાવટ પોતાની રાશિને અનુકૂળ રંગથી કરવામાં આવે તો ભવનના નિર્માણમાં થયેલા વાસ્તુદોષને દૂર કરી શકીએ છીએ. તેમજ પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. ઘરમાં કરેલા રંગો અને તેની અસરો શું છે તે જાણવા જેવું છે.

મકાનના તળિયાના ઢાળનો પ્રભાવ

ઘરનો મુખ્ય ભાગ બેઠકરૂમ હોય છે. તેની આસપાસ કે ઉપર બીજા રૂમ કે રસોડું, પૂજારૂમ વગેરે હોય છે. બેઠકરૂમ આ બધાથી મોટો રાખવામાં આવતો હોય છે. આ જ બેઠકરૂમ સહિતના ગ્રાઉન્ડ ફ્લોરના તળિયાનો જે તે દિશાનો ઢાળ તે ઘરમાં રહેનારા લોકોને શુભાશુભ ફળ આપે છે.

પૂર્વ દિશા : ઐશ્વર્ય, યશ, આયુષ્યમાં વૃદ્ધિ.

અગ્નિ ખૂણો : વાયવ્ય ઈશાન ખૂણાની અપેક્ષાએ નીચી હોય તો અગ્નિભય, શત્રુભય અને અનિષ્ટ થાય. જો નૈઋત્ય ખૂણો નીચો હોય તો તે શુભ હોય છે.

દક્ષિણ દિશા : અંતરાયો અને આર્થિક હાનિ.

નૈઋત્ય ખૂણો : અંતરાયો, અકાળ મૃત્યુ, ખરાબ વ્યસન.

પશ્ચિમ દિશા : સંતાનને હાનિ, ધન અને સ્વાસ્થ્યની હાનિ.

વાયવ્ય ખૂણો : નૈઋત્ય અને અગ્નિ ખૂણાની અપેક્ષાએ નીચો હોય તો તે શુભ છે. ઈશાન ખૂણાની તુલનામાં નીચો હોય તો અનેક કષ્ટ, રોગ અને વિવાદનો કારક.

ઉત્તર દિશા : સદાય મંગલકારક, સુખ અને સમૃદ્ધિ.

ઈશાન ખૂણો : સમસ્ત ઐશ્વર્ય, સુખ-સંપત્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ.

બ્રહ્મસ્થાન : ખૂબ જ અશુભ અને અનિષ્ટકારી


  • Follow us on: