વાળની સમસ્યાને દૂર કરવાના ઘણા નુસખાઓ આપણે અજમાવતાં હોઇએ છીએ. અમુક નુસખાઓ વધારે પડતા મોઘા હોય છે તો અમુક એકદમ અઘરા હોય છે. જે આપણને સરળ પડે એવી તો ઘણી રીત આપણે અજમાવીએ જ છીએ, પણ આપણી સમસ્યા એવી છે કે આપણે પ્રારંભે શૂરા હોઇએ છીએ. શરૂઆત દમદાર કરી લીધા પછી આ બધી જ વસ્તુઓ ધીમે ધીમે મંદ પડી જતી હોય છે. ધીમે ધીમે આપણે કંટાળી જઇને અમુક પ્રયત્નો છોડી દઇએ છીએ. અમુકને વળી સમયનો અભાવ પણ નડી જતો હોય છે. તો અહીં એક એવી સરળ રીત છે જે તમે ગમે ત્યારે, ગમે તે જગ્યાએ અજમાવી શકો છો અને ગમે તેટલીવાર કરી શકો છો. તમે ઘણા લોકોને બંને હાથના નખ એકબીજા સાથે ઘસતા જોયા હશે. બસ આ જ ઉપાય છે જે વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે.


જે લોકો રોજ પોતાના નખને એકબીજા સાથે ઘસે છે, તેમને વાળ સફેદ થવાની અને તૂટવાની સમસ્યા દૂર થઈ જાય છે. બંને હાથના નખ એકબીજા સાથે ઘસવાના કારણે શરીરમાં ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન (Dihydrotestosterone)હોર્મોનનું સ્તર નિયંત્રિત થાય છે. જેના કારણે વાળના સ્વાસ્થ્ય પર અસર થાય છે. આ યોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. અકાળે સફેદ વાળ, ટાલ પડવી અને ઘણી સમસ્યાઓ ઓછી થાય છે.

નખ ઘસવાથી તણાવ ઓછો થાય છે. આ રીફ્લેક્સોલોજી રીફ્લેક્સ વિસ્તાર પર દબાણ લાવે છે. આ યોગ કરીને તણાવ અને દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ યોગ કરવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે.

જ્યારે તમે દરરોજ નખ ઘસવાની આ કસરત કરો છો, તો તેનાથી શરીરમાં બ્લડ સરક્યુલેશન પણ સુધરે છે. તેનાથી વાળના મૂળમાં લોહીનો પુરવઠો વધે છે. તેનાથી મગજની નર્વસ સિસ્ટમનું બ્લડ સરક્યુલેશન મજબૂત બને અને વાળનો સારો વિકાસ થાય છે.

વાળના વિકાસ માટે કોર્ટિકલ કોશિકાઓની જરૂર હોય છે. કેરોટિન નામના પ્રોટીનથી બનેલા આ કોષો વાળના સારા વિકાસ માટે જરૂરી છે. જ્યારે તમે નખને એકસાથે ઘસો છો (Nail Rubbing) ત્યારે શરીરમાં કેરોટિન વધે છે અને કોર્ટિકલ સેલ પણ વધે છે.


  • Follow us on: