હેરને લગતી સમસ્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. તો બીજી બાજુ હેરને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે માર્કેટમાં અનેક પ્રોડક્ટર્સ અવેલેબલ છે એટલું જ નહીં, બ્યુટિ પાર્લરમાં વિવિધ પ્રકારની હેરને લગતી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેનાથી હેરની ક્વોલીટીમાં સુધારો લાવી શકાય સાથે હેરની સમસ્યાને દૂર પણ કરી શકાય. એમાં હેર બોટોક્સ ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. હેર બોટોક્સ ટ્રીટમેન્ટ વિશે તમે ચોક્કસથી સાંભળ્યું જ હશે. હાલમાં વાળને લગતી આ ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો આજે આપણે જાણીએ બોટોક્સથી થતા ફાયદા અને તે કેવા પ્રકારના હેરમાં કરાવી શકાય છે.
હેર બોટોક્સ ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ આજકાલ સૌથી વધારે જોવા મળે છે. બ્યૂટી ઈન્ડસ્ટ્રી દ્વારા ઓફર કરવામાં આવતી આ જાણીતી ટ્રીટમેન્ટ છે. વાળના હેલ્ધી દેખાવ માટે કેમિકલયુક્ત કેરોટિન કે હેર સ્ટ્રેટનિંગના બદલે કસ્ટમર્સ હવે બોટોક્સ તરફ વળ્યા છે. તેનું સૌથી મોટું કારણ એમાં હેર થિક તથા વોલ્યૂમવાળા દેખાય છે.
હેર બોટોકસ ટ્રીટમેન્ટ શું છે?
હેર બોટોક્સ એ એક નોન કેમિકલ ડીપ કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ છે, જે તમારા વાળને અંદરથી પોષણ આપે છે. તેમાં કેરોટિન, કોલાજન, વિટામિન્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે, જે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. આપણને મનમાં પ્રશ્ન થાય કે કેવા પ્રકારના હેરમાં બોટોક્સ ટ્રીટમેન્ટન કરાવી શકાય? તો જેમના હેર ડ્રાય અને ફ્રિઝ હોય. જે યુવતીઓએ હેરમાં કલર કરાવ્યો હોય અથવા હાઇલાઇટ કરાવી હોય એ પછી થોડા મહિનાઓ બાદ હેર ડ્રાય થઇ જતાં હોય છે. એ ડ્રાયનેસને દૂર કરવામાં બોટોક્સ ટ્રીટમેન્ટ ફાયદાકારક છે. અમુક કોલેજ ગોઇંગ અને ટીનેજર્સ હેરની આગળની લટમાં કલર કરવાને બદલે બ્લીચ કરતી હોય છે. પરંતુ થોડા સમય બાદ કલર ફેડ થઇ જાય છે અે ભાગ બેજાન લાગે છે. આવી સ્થિતિમાં બોટોક્સ ટ્રીટમેન્ટ અસરકારક છે. જે યુવતીના હેર જન્મજાત પાતળા એમાં થિકનેસ લાવવા માટે બોટોક્સનો ઉપયોગ કરી શકાય. અમુક યુવતીના હેર બેજાન હોય છે. એમાં બોટોક્સ જીવ રેડવાનું કામ કરે છે. વાળને સ્ટેટ કરવા અથવા ટ્રાય કરવા ટ્રાયરનો, સ્ટેટનરનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. ઘણી વખત હીટ ટૂલ્સથી હેર ડેમેજ થઇ જતાં હોય છે. આમ હેરને લગતી અનેક સમસ્યાઓમાં બોટોક્સ ટ્રીટમેન્ટ આશીર્વાદરૂપ છે.
મુખ્ય ઈન્ગ્રેડિયેન્ટ્સ
હવે યુવતીઓ પહેલાં કરતાં વધારે અવેર થઇ ગઇ છે. તેઓ કોઇપણ ટ્રીટમેન્ટ કરાવે એમાં કયાં કયાં ઇન્ગ્રેડિયેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અંગે જાણવા ઉત્સુક હોય છે. બોટોક્સ ટ્રીટમેન્ટની વાત કરીએ તો એમાં કેરોટીન, કોલાજન, એમિનો એસિડ્સ, હાયાલુરોનિક એસિડ, વિટામિન ઇ અને બી ફાઇવ, ઓર્ગન ઓઈલ તથા કોકોનટ ઓઈલ સામેલ હોય છે.
બોટોક્સ ટ્રીટમેન્ટથી હેરને ફાયદો થાય છે એ વાત સાચી પરંતુ તેની સાથે હોમ કૅર કરવામાં આવે તો હેર લાંબો સમય સુધી સારા રહે છે. જેમકે, ફળો અને પોષણવાળા આહારને રુટિનમાં સામેલ કરવા જોઈએ. હેલ્ધી હેર માટે ડેરી પ્રોડક્ટ અથવા તીખો, તળેલો અને ચટપટો આહાર લેવાનું ટાળવું જોઇએ. આપણા આહરની અસર ફક્ત આપણાં હેલ્થ પર જ નહીં, આપણાં હેર અને સ્કિન ઉપર પણ પડતી હોય છે.
ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી?
સ્ટેપ 1 - હેર વોશ કરવા. એમાં ક્લિયરીફાઈંગ શેમ્પૂ અથવા પ્રિફરેબલ સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરી હેરની સાથે સ્કાલ્પને એકદમ સ્વચ્છ કરવું.પછી કન્ડિશનર કરવું નહીં. હેર વોશ કર્યા બાદ હેરને 80 ટકા ટોવેલથી ડ્રાય કરવા.
સ્ટેપ 2 - હેરના પાર્ટ કરવા. હેરને ચાર પાર્ટમાં ક્લિપ કરવા, જેથી પ્રોડક્ટ એપ્લાય કરવામાં સરળતા રહે.જો ગ્રોથ વદારે હોય તો છ પાર્ટ પાડવા.
સ્ટેપ 3 - બોટોક્સ માસ્ક/ક્રીમ એપ્લાય કરવું. બોટોક્સ હેર માસ્ક/ક્રીમ થોડા પ્રમાણમાં લેવું. તેને મિડ-લેન્થથી નીચે સુધી લગાવવું. તેને સ્કાલ્પમાં લગાવવું નહીં. તેને પ્રોપર રીતે હેરની લેન્થમાં ઈમલ્શિફાય કરવું. ઈમલ્શિફાય કર્યા બાદ કોમ્બ કરવું, જેથી પ્રોડક્ટ સરખી રીતે સ્પ્રેડ થઈ જાય. આ જ રીતે હેરના દરેક પાર્ટને કવર કરવો.
સ્ટેપ 4 - હેરમાં પ્રોડક્ટ લગાવ્યા બાદ તેને પ્લાસ્ટિક રેપરથી કવર કરવા. 30-45 મિનિટ સુધી પ્રોડક્ટ હેરમાં લગાવી રાખવી. હેરના પ્રકાર તેમજ પ્રોડક્ટ પર આપેલ ઈન્સ્ટ્રક્શન મુજબ રાખવું.
સ્ટેપ 5 - હેર વોશ કરવા નહીં.
સ્ટેપ 6 - ડ્રાય કરવા. હેરને 4 સેક્શન કરી તેને રાઉન્ડ બ્રશ અથવા પેડલ બ્રશ વડે સ્ટ્રેટ બ્લો ડ્રાય કરવા.
સ્ટેપ 7 - આયર્નિંગ કરવું. (સ્ટ્રેટ કરવા) ફ્લેટ આયર્ન વડે પાતળા સેક્શન લઈ 210-230.C ટેમ્પરેચર રાખી હેર સ્ટ્રેટ કરવા. એક સેક્શનમાં 3થી 7 વખત કરવું. (હેર પ્રમાણે)
સ્ટેપ 8 - વોશ કરવા. ટ્રીટમેન્ટ કર્યાના 24-48 કલાક પછી હેર વોશ કરવા. બોટોક્સ ટ્રીટમેન્ટ કર્યા બાદ તેની માવજત કરવી જરૂરી છે. ટ્રીટમેન્ટ કર્યા પછી 3 દિવસ સુધી હેરવોશ કે ઓઈલ નાખવું નહીં. બ્લો ડ્રાય કે આયર્ન કરવું નહીં.
પ્રેગ્નન્ટ લેડી, ફીડિંગ બેબી, કેન્સર પેશન્ટ તથા અસ્થમાના પેશન્ટને આ ટ્રીટમેન્ટ કરી શકાય નહીં.