21મી જૂને છેલ્લા કેટલાંક વર્ષોથી યોગ દિવસ તરીકે નામના અંકિત કરી તે પહેલાં આંતરરાષ્ટ્રીય અયનકાળ ઉજવણી દિવસ (દર વર્ષે બે અયનકાળ થાય છે: 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ અને 21 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ) તેમજ વિશ્વ સંગીત દિવસ તરીકે ઓળખાવવાનું ચાલુ રાખ્યું હતું.
ચમચી (SPOON) એક વાસણ છે, જેમાં હેન્ડલના અંતે છીછરા બાઉલ (જેને હેડ તરીકે પણ ઓળખવામાં આવે છે), અંડાકાર અથવા ગોળ હોય છે. એક પ્રકારની કટલરી (જેને ક્યારેક યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્લેટવેર કહેવામાં આવે છે) જેનો ઉપયોગ મુખ્યત્વે ખોરાકને મોંમાં સ્થાનાંતરિત કરવા (ખાવા) માટે થાય છે. જે વસ્તુનો ઉપયોગ ખાવા માટે થતો હોય તેને યોગ, અયનકાળ કે મ્યુઝિક દિવસ સાથે શું?
ચમચીને કામચલાઉ પર્ક્યુસન (એકબીજા સાથે ઠોકીને વગાડવાનું વાદ્ય) વાદ્ય તરીકે વગાડી શકાય છે, અથવા વધુ સ્પષ્ટ રીતે કહીએ તો, કાસ્ટેનેટ્સ (કરતાલ, ઝાંઝ, મંજીરા) સાથે સંબંધિત એક ઇડિયોફોન તરીકે. એક ચમચીને બીજી ચમચી સાથે અથડાવીને વગાડવામાં આવે છે. તેમાંય પછી જુદી જુદી ટેક્નિક હોય છે; અગ્નિ ચીપિયાની શૈલી, સલાડ સર્વિંગ (પીરસવાની) શૈલી, કાસ્ટેનેટ્સ શૈલી અને ડ્રમસ્ટિક શૈલી.
યુનાઇટેડ સ્ટેટ્સમાં ચમચી વાદ્ય તરીકે અમેરિકન લોકસંગીત, મિન્સ્ટ્રેલ્સી, જગ અને સ્પાસ્મ બેન્ડ સાથે સંકળાયેલ છે. આ સંગીત શૈલીઓ અન્ય રોજિંદા વસ્તુઓનો ઉપયોગ વાદ્ય તરીકે કરે છે. જેમ કે, વોશબોર્ડ અને જગ. બ્રિટિશ લોકસંગીતમાં પર્કશન તરીકે ચમચી વાંસળી વગાડવા અને અન્ય લોકગીતો સાથે હોય છે. મિડસોમર મર્ડર્સ સીરિઝ 6, એપિસોડ 2માં એક ઉદાહરણ જોવા મળે છે, જ્યાં ડિટેક્ટિવ સાર્જન્ટ ગેવિન ટ્રોય એક ઘરની પાર્ટીમાં ચમચી વગાડે છે અને મહેમાનોનું મનોરંજન કરી રહેલા વાંસળી વગાડનાર સાથે જોડાય છે. તે પહેલી તકનીકનો ઉપયોગ કરે છે. મહેમાનો સંગીત સાથે સમયસર તાળીઓ પાડીને પણ પર્કશનમાં ફાળો આપે છે.
કેનેડિયન લોકસંગીતમાં ક્વિબેકોઇસ અને એકેડિયન સંગીતમાં વાંસળી વગાડવા સાથે ચમચીઓ વગાડવામાં આવે છે. ઉપરાંત, ન્યૂફાઉન્ડલેન્ડ અને એટલાન્ટિક પ્રાંતો કૌટુંબિક મેળાવડામાં ચમચીઓ વગાડે છે. પશ્ચિમ કેનેડામાં ચમચીઓ વગાડવાનું મેટિસ સંસ્કૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ગ્રીક લોકસંગીત(ગ્રીસ)માં પર્ક્યુસન વાદ્ય તરીકે ચમચીઓને કૌટાલાકિયા તરીકે ઓળખવામાં આવે છે. નર્તકો તેમના નૃત્ય સાથે ચમચીઓ પર લયબદ્ધ રીતે ટેપ કરે છે. તેમાંથી ઘણા શિલ્પ અથવા પેઇન્ટેડ હોય છે. મુખ્ય ભૂમિ ગ્રીસના સંગીતમાં ચોક્કસ પરંપરા સામાન્ય નથી, પરંતુ તે એનાટોલિયન ગ્રીકોમાં લોકપ્રિય હતી.
રશિયન લોકસંગીત, વૈશ્વિક રશિયન સંગીતમાં ચમચીનો ઉપયોગ ઘણીવાર થાય છે અને તેને લોઝકી તરીકે ઓળખવામાં આવે છે. સંગીત માટે ચમચીનો ઉપયોગ ઓછામાં ઓછો 18મી સદીથી (અને કદાચ એથીય જૂની) શરૂ થયો છે. સામાન્ય રીતે ત્રણ કે તેથી વધુ લાકડાની ચમચીનો ઉપયોગ થાય છે. બાઉલની બહિર્મુખ સપાટીઓ અલગ અલગ રીતે એકબીજા સાથે અથડાય છે. આ શૈલીમાં વાટકાને વધુ કે ઓછા મજબૂત રીતે પકડીને વિવિધ અવાજો ઉત્સર્જિત કરી શકાય છે. આ લાકડાની ચમચીનો ઉપયોગ સામાન્ય રીતે રશિયન લોકસંગીતના પ્રદર્શનમાં અને ક્યારેક રશિયન ઓર્કેસ્ટ્રામાં પણ થાય છે.
એબી ધ સ્પૂન લેડી (જન્મ 1981) યુએસએમાં એક લોકપ્રિય સ્ટ્રીટ પર્ફોર્મર છે, જે ચમચીઓ વગાડે છે. આર્ટિસ ધ સ્પૂનમેન (જન્મ 1948) સિએટલના સ્ટ્રીટ પર્ફોર્મર છે, જે સાઉન્ડગાર્ડન ગીત `સ્પૂનમેન'માં દર્શાવવામાં આવ્યા હતા. UB40ના ડંકન કેમ્પબેલ (જન્મ 1958) એક બ્રિટિશ રેગે ગાયક છે અને એક સમયે યુનાઇટેડ કિંગ્ડમમાં મ્યુઝિશિયન્સ યુનિયન સાથે એકમાત્ર નોંધાયેલ સ્પૂન પ્લેયર હતા. નોએલ ક્રોમ્બી(જન્મ 1953)એ પોતાના સંગીતમાં ચમચીનો ઉપયોગ કર્યો હતો. એ. `ક્લાઉડ' ફર્ગ્યુસને (1923-2006) 35 પાનાંની પુસ્તિકા, `યુ, ટુ, કેન પ્લે ધ સ્પૂન્સ' પ્રકાશિત કરી છે.