આધુનિક યુદ્ધમાં જ્યાં શસ્ત્ર વપરાશ અત્યંત ઘાતક દેખાઈ રહ્યો છે, ત્યારે નિતનવાં શસ્ત્રો બજારમાં આવે છે. ત્યારે આજે વાત કરી એવા જ એક ઘાતક હથિયારની જે માત્ર ચોકસાઇ સુધી સીમિત નથી રહ્યું, પણ પોતાની કાર્યપ્રણાલીથી બધાના હોશકોશ ઉડાવી મૂકનાર છે. એ છે બંકર બસ્ટર. આશરે 910 કિલોગ્રામનો આ બોમ્બ દુશ્મનોના જમીનની અંદર છુપાયેલા બૅન્કરોને શોધીને તેને ઠાર કરવામાં માહેર છે. આ બોમ્બ મુખ્યત્વે પ્રિસિઝન ગાઈડેડ હથિયાર છે, એટલે કે આ બોમ્બ ખાસ કરીને એવા ટાર્ગેટ માટે બનાવવામાં આવ્યા છે, જેને સામાન્ય બોમ્બથી તોડી શકાતા નથી. તાજેતરમાં વપરાયેલ `બંકર બસ્ટર' અમેરિકાનો GBU-57 છે. આ બોમ્બનો ઉપયોગ યુદ્ધમાં ભૂગર્ભમાં છુપાયેલાં લક્ષ્યોને નષ્ટ કરવા માટે થાય છે.ત્યારે આ એક શક્તિશાળી હથિયાર છે.
હમણાં ચર્ચામાં કેમ છે?
ઈરાન હમણાં હમણાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં તેલનાં જહાજોને રોકી રહ્યું હતું. દુનિયામાં 20% તેલ અહીંથી જ પસાર થાય છે. ત્યારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઇરાનના બહુ ખાસ ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ હુમલો સ્ટેટ ઑફ હોર્મુઝ પર કરવામાં આવ્યો હતો. જ્યાં ઇરાનના ગાર્ડ દ્વારા ઈરાનની એન્ટિ શીપ મિસાઈલો છુપાવવામાં આવી હતી. આ મિસાઈલો સમુદ્રી તેલનાં જહાજો પર હમલા કરવામાં અત્યંત સક્ષમ છે. ત્યારે અમેરિકાએ આ મિસાઈલોના બંકર્સને જ ટાર્ગેટ કર્યા અને બંકર બસ્ટર દ્વારા તોડી નાખ્યા. અમેરિકાના અહેવાલ અનુસાર આ બંકર જમીનની અંદર સિમેન્ટ અને કોંક્રીટના બનેલા હોય છે. એ છતાં બંકર બસ્ટર આવા બંકરોને શોધી તેને તોડી પાડવામાં એક્સપર્ટ છે.
જોકે, અમેરિકાએ ઈરાનનાં કુલ ત્રણ પરમાણુ ઠેકાણાંઓ પર હુમલો કર્યો છે. જેમાં ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્હાનનાં પરમાણુ ઠેકાણાંઓનો સમાવેશ થાય છે. આ હુમલાઓ અમેરિકાની વાયુસેનાએ ફાઈટર જેટ B2 બોમ્બર દ્વારા કરાયો છે. અહેવાલો અનુસાર ફાઈટર જેટ B2 બોમ્બર્સે આ ત્રણ સ્થળો પર હજારો કિલોગ્રામ બોમ્બ ફેંક્યા છે, જે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાય છે. આ બોમ્બને મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) પણ કહેવામાં આવે છે.
બંકર બસ્ટર બોમ્બ શું છે અને તે કેટલો શક્તિશાળી છે?
બંકર બસ્ટર બોમ્બ એ એક વિશિષ્ટ હથિયાર છે, જે ઊંડા ભૂગર્ભમાં અથવા જાડા કોંક્રીટમાં પ્રવેશ કરે છે અને અંદર વિસ્ફોટ કરે છે. સામાન્ય બોમ્બ સપાટી પરથી વિસ્ફોટ થાય છે, પરંતુ આ બોમ્બ અંદર ઊંડા ઘૂસી જાય છે, જેનાથી સમગ્ર માળખું નાશ પામે છે. 5,000 પાઉન્ડ (2,268 કિલોગ્રામ) GBU-72 બોમ્બ એટલો ભારે છે કે તે ઈરાનના સૌથી ઊંડા મિસાઇલ લોન્ચ સ્થળોને પણ ભેદી શકે છે. જ્યારે આ બોમ્બ કોંક્રિટ પર અથડાશે, ત્યારે તે એક વિશાળ ખાડો બનાવશે. લોખંડની રિંગ્સ તૂટી જશે, જેનાથી ધૂળ, ધુમાડો અને વિનાશ બધે જ રહેશે. GBU-72 હવે બમણાં કરતાં વધુ ભારે છે, તેથી તેની અસર કલ્પના કરતાં પણ વધુ વિનાશક હશે. એક જ બોમ્બે સમગ્ર મિસાઇલ સાઇટનો નાશ કર્યો. હવે ઈરાનને ત્યાંથી જહાજો પર હુમલો કરવો મુશ્કેલ બનશે.
બંકર બસ્ટરના પ્રકારો
બંકર બસ્ટર મુખ્યત્વે બે પ્રકારના હોય છે.
પરંપરાગત બંકર બસ્ટર : તેમાં શક્તિશાળી વિસ્ફોટકોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, અમેરિકાનો MOAB (Mother of All Bombs) અથવા રશિયાનો FOAB (Father of All Bombs).
પરમાણુ બંકર બસ્ટર : આ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. તે જમીનની અંદર જઈને પરમાણુ વિસ્ફોટ કરે છે, જેથી સૌથી મજબૂત કિલ્લાઓ પણ ધ્વસ્ત થઈ શકે. જોકે, તેનાથી થતા કિરણોત્સર્ગના જોખમને કારણે તેનો ઉપયોગ ટાળવામાં આવે છે.
મહત્ત્વ અને ઉપયોગ
આજના સમયમાં ઘણા દેશો પોતાનાં પરમાણુ મથકો, હથિયારનાં ગોદામો અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરો જમીનની અંદર સેંકડો ફૂટ ઊંડે બનાવે છે. ઉત્તર કોરિયા અને ઈરાન જેવા દેશોએ પહાડોની અંદર આખી સૈન્ય છાવણીઓ બનાવી છે. આવા સમયે બંકર બસ્ટર જ એકમાત્ર એવું હથિયાર છે, જે યુદ્ધનાં પરિણામો બદલી શકે છે.
તાજેતરમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષમાં પણ બંકર બસ્ટરનો ઉપયોગ ચર્ચામાં રહ્યો હતો. જ્યારે કોઈ આતંકવાદી સંગઠન અથવા સૈન્ય નાગરિક વસાહતોની નીચે બંકરો બનાવીને છુપાય છે, ત્યારે આ હથિયારનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો