જૂન, 2026ના આ અંતિમ સપ્તાહમાં યુએસએ, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહેલો ફિફા (FIFA) વર્લ્ડકપ 2026 તેના ચરમસીમા પર પહોંચી ગયો છે. જોકે, આ સપ્તાહે ટૂર્નામેન્ટે રોમાંચક વળાંક લીધો છે, કારણ કે ગ્રૂપ સ્ટેજની અંતિમ મેચોમાં મોટા ઊલટફેર જોવા મળ્યા છે. આ સપ્તાહના સૌથી મોટા આંચકામાં, ફૂટબોલની મહાસત્તા ગણાતા જર્મનીને એક રોમાંચક મુકાબલામાં ઇક્વાડોરે 2-1થી હરાવીને ટૂર્નામેન્ટમાં સનસનાટી મચાવી દીધી છે. બીજી તરફ અમેરિકાના હોમગ્રાઉન્ડ લોસ એન્જલસ સ્ટેડિયમ પર તુર્કીએ યજમાન યુએસએની ટીમને 3-2થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. ટૂર્નામેન્ટમાં નબળી ગણાતી આફ્રિકન અને એશિયન ટીમો જે રીતે પાવરહાઉસ ટીમોને ટક્કર આપી રહી છે. 


ઈરાને શાંતિ કરારને અમેરિકાની `હારની જાહેરાત' ગણાવતા વિવાદ   

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ બાદ તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધવિરામના અમેરિકાનાં રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. જૂન મહિનામાં થયેલા આ 60 દિવસના અસ્થાયી શાંતિ કરાર બાદ અમેરિકામાં મિશ્ર માહોલ છે. ઈરાને આ કરારને અમેરિકાની `હારની જાહેરાત' ગણાવતા અમેરિકામાં વિવાદ વધુ વકર્યો છે. આ માહોલ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ યુદ્ધવિરામને લાંબો સમય લંબાવવાના મૂડમાં નથી. ટ્રમ્પે જણાવ્યું કે, `ઈરાને હોર્મોઝની સામુદ્રધુની તાત્કાલિક અસરથી કોઈ પણ ટેક્સ વગર ખુલ્લી રાખવી પડશે. ' ટ્રમ્પે ઉમેર્યું કે જો ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમો પર કાયમી રોક લગાવવા માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા ફરીથી આકરા આર્થિક પ્રતિબંધો લાદવામાં જરાય અચકાશે નહીં. 

પ્રધાનમંત્રી નેતાન્યાહુએ કહ્યું, `અમે અમારી સેના કોઇ રીતે પાછી નહીં ખેંચીએ'

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર બાદ લેબેનોનમાં પણ સત્તાવાર યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જમીની હકીકત હજુ પણ ચિંતાજનક છે. હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામને આવકારવામાં આવ્યો છે, પરંતુ સરહદી વિસ્તારોમાં અવારનવાર થતા ડ્રોન હુમલા અને છૂટાછવાયા ફાયરિંગે રાજકીય અને આર્થિક માહોલને અત્યંત અસ્થિર બનાવી રાખ્યો છે. આ નાજુક સ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ `જેરુસલેમ સમિટ 2026'માં એક મોટું અને આક્રમક નિવેદન આપ્યું છે. નેતાન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, `અમે ઇઝરાયેલના નાગરિકોની સુરક્ષા માટે દક્ષિણ લેબેનોનમાં બનાવેલા સેફ્ટી ઝોનમાંથી અમારી સેના(IDF)ને અત્યારે પાછી નહીં ખેંચીએ. 

દિવંગત સુપ્રીમ લીડર આયતોલ્લાહ ખામેનેઇની અંતિમ વિધિની ઈરાનમાં ભવ્ય તૈયારીઓ

ફેબ્રુઆરીમાં થયેલા ભીષણ હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) આયતોલ્લાહ સૈયદ અલી ખામેનેઇના અંતિમ સંસ્કાર અને દફનવિધિની તારીખો ઈરાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વૈશ્વિક મીડિયા આને પશ્ચિમ એશિયાના ઇતિહાસની સૌથી મોટી અંતિમ યાત્રા તરીકે જોઈ રહ્યું છે. ઈરાન સરકારે જુલાઈના પ્રથમ સપ્તાહમાં (3થી 9 જુલાઈ) મલ્ટિ-સિટી વિધિઓનું આયોજન કર્યું છે, જે માટે ઈરાનની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ અંતિમ વિધિમાં સામેલ થવા સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે, જેના કારણે વૈશ્વિક ડિપ્લોમસીમાં ભારે ઉત્તેજના છે. 

વિચારો સીધા ટેક્સ્ટ અને ઇમેજમાં બદલાઇ જશે!

વર્ષ 2026ના અંત ભાગ તરફ આગળ વધતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ની દુનિયામાંથી દિલધડક અને રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. અગ્રણી ન્યુરોટેક અને AI સંશોધન સંસ્થાઓએ સંયુક્ત રીતે એવાં પ્રિ-ટ્રેઇન્ડ AI મોડલ્સ લોન્ચ કર્યાં છે, જે `બ્રેન-કમ્પ્યૂટર ઇન્ટરફેસ' (BCI)ની મદદથી માનવીના મગજમાં ચાલતા વિચારો અને કલ્પનાઓને અદ્ભુત ચોકસાઈ સાથે સીધા જ સ્ક્રીન પર ટેક્સ્ટ અથવા ડિજિટલ આર્ટમાં કન્વર્ટ કરી શકે છે. આ ટેક્નોલોજી મેડિકલ સાયન્સ અને પેરાલિસિસથી પીડાતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.બીજી તરફ આ સપ્તાહે ગૂગલ અને ઓપનએઆઈ ટેક જાયન્ટ્સે એવા `ઇમોશનલ એઆઈ' ટૂલ્સ લોન્ચ કર્યા છે, જે મનુષ્યના અવાજના ટોન અને શ્વાસ લેવાની ગતિ પરથી તેની માનસિક સ્થિતિ (તણાવ કે ખુશી) ઓળખીને તે મુજબ વાતો કરી શકે છે.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: