જ્યારે કુદરતી આફત આવી પડે ત્યારે સૈન્ય મદદે આવે છે. તાજેતરમાં જ પંજાબમાં આવેલા વિનાશક પૂરમાં પણ સૈન્ય મદદે આવી પહોંચ્યું હતું.

પંજાના અમૃતસર તથા અન્ય જિલ્લાઓમાં બચાવકાર્ય માટે સૈન્યના એડવાન્સ એન્ફીબિયસ ઓલ ટોરેન કે જેને એટોર એન1200 (એટીવી) કહે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાહનની ખાસિયત એ છે કે તે કીચડવાળી જમીનમાં પણ ચાલી શકે છે અને ઉબડ-ખાબળ વિસ્તારોમાં પણ સરળતાથી જઈને ફસાયેલા લોકોને બચાવી શકે છે.

જમીન-પાણી અને બરફમાં ચાલે છે

આ વાહન સૈન્યની ટેક્નિકલ ક્ષમતાને ઉજાગર કરે છે સાથે મેક ઈન ઈન્ડિયાનું સફળ ઉદાહરણ પણ છે. એટોર એન 1200ને સ્પેશ્યલિસ્ટી મોબિલિટી વાહન પણ કહેવામાં આવે છે. એ એક એમ્ફીબિયસ ઓલ-ટોરેન વાહન છે. એમ્ફીબિયસનો અર્થ છે કે તે જમીન અને પાણી બંને પર ચાલી શકે છે, જ્યારે ઓલ-ટોરેનનો અર્થ છે કે તે કોઈ પણ પ્રકારની જમીન ભલે તે બરફ, રણ, દલદલ, પહાડ કે નદીમાં અટક્યા વગર આગળ વધી શકે છે.

મૂળ આ વાહન યુક્રેનના શેર્પ એન1200નું ભારતીય સંસ્કરણ છે, જેમાં ભારતીય જરૂરિયાતો અનુસાર ફેરબદલ કરવામાં આવી છે. ભારતીય સૈન્યએ તેને વર્ષ 2024માં પોતાના બેડામાં શામેલ કર્યું છે. પહેલીવાર તે ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન નજર આવ્યું હતું. ત્યારથી તે સિક્કિમ, લદ્દાખ જેવા મુશ્કેલ વિસ્તારોમાં તહેનાત છે. હવે પંજાબના પૂરમાં તેનો ઉપયોગ થયો. અમૃતસરમાં સતલુજ, બિયાસ અને રાવી નદીઓના ઉફાનમાં હજારો લોકો ફસાઈ ગયા હતા. એટોર એન1200એ ઊંડા પાણીમાં ઉતરીને અનેક ગ્રામીઓ, બાળકો અને વૃદ્ધોને બચાવ્યા. ગુરુદાસપુરના જવાહર નવોદય વિદ્યાલયમાંથી લગભગ 400 વિદ્યાર્થીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એટોર એન1200ની ડિઝાઈન : એટોર એન1200ની ડિઝાઈન તેને એક `બીસ્ટ ઓન વ્હીલ્સ' બનાવે છે. આનો આકાર કોમ્પેક્ટ છે. તેની લંબાઈ 3.98 મીટર, પહોળાઈ 2.57 મીટર, ઊંચાઈ 2.846 મીટર છે, પરંતુ તેની ક્ષમતા જબરદસ્ત છે. તે 1200 કિલોગ્રામ સુધી પેલોડ ઉઠાવી શકે છે. ડ્રાઈવર સહિત 9 લોકોને લઈ જઈ શકે છે. તેની ટોઈંગ કેપેસિટી 2350 કિલોગ્રામ છે એટલે કે તે ભારે સામાન કે અન્ય વાહનોને સરળતાથી ખેંચી શકે છે.

61 કલાક સતત કામ કરી શકે છે

 આ વાહનનું સૌથી મહત્ત્વનું ફીચર છે તેના વિશાળ ટાયર જે 1.8 મીટર ઊંચા અને ઓછા દબાણવાળા છે. આ ટાયર જમીન પર ટ્રેક્શન (ઘર્ષણ) પેદા કરે છે. પાણીમાં ફ્લોટેશન ડિવાઈસ તથા પ્રોપેલર તરીકે પણ કામ કરે છે. તે 1 મીટર ઊંચા બરફના પડ અથવા બરફથી ઢંકાયેલી સપાટીને તોડી શકે છે. તેની ઇંધણ ટેન્ક 232 લિટરની છે, જેમાં વધારાના 90 લિટરનો વિકલ્પ પણ છે. જેથી તે સતત 61 કલાક સુધી ઓપરેશનલ રેન્જ આપે છે એટલે કે કામ કરી શકે છે. જોકે, તેના ઈંધણનો વપરાશ ખૂબ જ વધારે છે. દર કલાકે તે આશરે 6 લિટર ઈંધણ વાપરે છે. તે માઈનસ 40થી લઈને 45 ઔંસ સેલ્સિયસ સુધીના તાપમાનમાં કામ કરી શકે છે. તે ધુમ્મ, વાવાઝોડું, ભારે વરસાદ કે બરફવર્ષમાં પણ સરળતાથી કામ કરે છે. જમીન પર તેની સ્પીડ 40 કિમી. પ્રતિ કલાકની જ્યારે પાણીમાં 6 કિમી. પ્રતિ કલાકની હોય છે.

એટોર એન1200 કેવી રીતે કામ કરે છે?

એટોર એન1200 (ATOR N1200)ના કામ કરવાની રીત તેની હાઈબ્રિડ ડિઝાઈન પર આધારિત છે. જમીન પર તેના મોટા ટાયર ઘર્ષણ પેદા કરે છે જે ઊબડ-ખાબડ રસ્તા, રેતીલા મેદાનો અને બરફથી ઢંકાયેલા રસ્તાઓ પર ચાલવાનું સરળ બનાવે છે. પાણીમાં પ્રવેશ કરતા જ તેના ટાયર ફ્લોટ કરે છે, ત્યારે રોટેશનથી પ્રોપલરની જેમ કામ કરે છે, જેને લીધે વાહન તરે છે અને આગળ વધે છે. તેની ફ્લેટ-બોટમ ડિઝાઈન પાણીમાં સ્થિરતા પ્રદાન કરે છે. તે બરફ તોડાવા માટે ઓગળ-પાછળ હલી શકે છે. સૈન્ય ઉપયોગમાં તે સૈનિકો તથા સામાનને દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી પહોંચાડે છે જેમ કે હિમાલયની સીમાઓ પર. જ્યાં બોટ કે ટ્રક નિષ્ફળ રહે છે તેવા પૂરના પાણીમાં ઉતરીને તે લોકોના જીવ બચાવે છે. અમૃતસરમાં સેનાએ NDRF અને SDRF સાથે તાલમેલ માટે તેનો ઉપયોગ કર્યો, જ્યાં તે ઊંડા પાણીમાં પણ ગ્રામીણોને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યું છે.

આની ડ્રાઈવર કેબિનમાં સ્ટીયરિંગ હોતું નથી, પણ બે લીવર હોય છે જે ડાબા અને જમણા પૈડાંને કંટ્રોલ કરે છે. આવા સ્ટીયરિંગને સ્કિડ સ્ટીયરિંગ કહે છે. તે લીવર સ્ટીયરિંગ અને બ્રેક બંનેનું કામ કરે છે. ભારતમાં આ ATVની કિંમત આશરે 2 કરોડ છે