આજકાલ લીડરશિપના આધુનિક કોન્સેપ્ટમાં રિવર્સ મેન્ટરશિપની અત્યંત ચર્ચા થઈ રહી છે, પરંતુ આપણી પાસે `શાંતિપર્વ' નામનો એક એવો મહાન ગ્રંથ છે કે ગ્રંથમાં પિતામહ ભીષ્મે સદીઓ પહેલાં રિવર્સ મેન્ટરશિપની વાત કરી હતી.

જ્યાં તેમણે લીડરને સતત શીખતા રહેવાની વૃત્તિ તો કેળવવા કહ્યું જ છે, પરંતુ બીજાઓ પાસે શીખતી વખતે અહંને માળિયે ચઢાવી દેવાની વાત પણ કરી છે. ખૈર, આજના આ લેખમાં વિશેષ રૂપે પિતામહ ભીષ્મની એવી વાતોનો રેફરન્સ શોધાયો છે, જેમાં પિતામહ ભીષ્મે રિવર્સ મેન્ટરશિપ વિશે નેક્સ્ટ લેવલ સલાહો આપી હોય.

સૌથી પહેલાં તો ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે કે એક કુશળ લીડર એ જ છે જે પોતાના અહંકારને બાજુ પર રાખીને પોતાની ટીમના નાનામાં નાના સભ્ય પાસેથી પણ શીખવાની તૈયારી રાખે. કોર્પોરેટ વર્લ્ડમાં ઘણીવાર મેનેજર એવું માનતા હોય છે કે તેમની પાસે વર્ષોનો એક્સપિરિયન્સ છે એટલે તેઓ જ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ તો સારો શબ્દ છે, કેટલાક તો એમ માનતા હોય છે કે તેઓ પોતે જ તોપચી છે! પરંતુ શાંતિપર્વ આવી ખરાબ માન્યતાને તોડે છે. ભીષ્મ કહે છે કે જેવી રીતે હંસ પક્ષી પથ્થરો વચ્ચેથી પણ અન્ન વીણી લે છે, તેવી જ રીતે એક લીડરે અલગ-અલગ વિચારધારા ધરાવતા લોકો, અલગ-અલગ આવડત ધરાવતા લોકો કે પછી અલગ- અલગ પરિવેશમાંથી આવતા લોકો પાસેથી પણ પ્રોડક્ટિવ આઈડિયાઝ મેળવતા શીખવું જોઈએ.

શાંતિપર્વમાં ભીષ્મ ભારપૂર્વક કહે છે કે લીડરે ક્યારેય પણ પોતાની આસપાસ માત્ર `યસ મેન' રાખવા જોઈએ નહીં. બલ્કે તેણે એવા જ લોકો રાખવા જે તેમને રચનાત્મક સલાહો આપી શકતા હોય. યસ મેનની તો ખાસિયત જ એ હોય છે કે તે પોતે ઠોઠ હોય છે અને જી હુજૂરી કે ચાડી જ તેની ખાસિયત છે! તો આવા લોકો પછી લીડરને શું શીખવવાના?

ભીષ્મ યુધિષ્ઠિરને સલાહ આપે છે કે સત્ય ગમે ત્યાંથી મળે તેને સ્વીકારવું જોઈએ. લીડરશિપમાં આ જ વાત એડેપ્ટેબિલિટી તરીકે ઓળખાય છે. જ્યારે માર્કેટમાં નવા ટ્રેન્ડ્સ આવે ત્યારે મેનેજરે પોતાની જૂની મેથડ્સને વળગી રહેવાને બદલે નવી જનરેશનના આઈડિયાઝને એડોપ્ટ કરવા જોઈએ. રિવર્સ મેન્ટરશિપથી ટીમમાં એક સાઇકોલોજિકલ સેફ્ટી ઊભી થાય છે, જ્યાં દરેક એમ્પ્લોયને લાગે છે કે તેના ઓપિનિયનની વેલ્યૂ છે.

શાંતિપર્વમાં વર્ણવેલી નીતિઓ મુજબ, એક શ્રેષ્ઠ લીડર એ છે જે પોતાની ઓથોરિટીનો ઉપયોગ ડરાવવા માટે નહીં, પણ ગાઈડન્સ આપવા માટે કરે. જ્યારે તમે રિવર્સ મેન્ટરશિપ અપનાવો છો, ત્યારે તમે હકીકતમાં ટીમના સભ્યોમાં કોન્ફિડન્સ બિલ્ડ કરો છો. ભીષ્મ પિતામહ જણાવે છે કે રાજાએ ગુપ્તચરો અને સામાન્ય નાગરિકોના અવાજને સાંભળવો જોઈએ, જે આજના સંદર્ભમાં કસ્ટમર ફીડબેક અને ફ્રન્ટલાઈન એમ્પ્લોઈ વોઈસ સમાન છે. એક મેનેજર જ્યારે પોતાની કેબિનમાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ લેવલના ચેલેન્જીસ સમજે છે, ત્યારે જ તે રિયલ ટાઈમ સોલ્યુશન્સ આપી શકે છે. લીડરશિપમાં ઈમોશનલ ઈન્ટેલિજન્સનો પણ મોટો રોલ છે. ભીષ્મના મતે લીડરે કઠોર બન્યા વગર મક્કમ રહેવું જોઈએ. રિવર્સ મેન્ટરશિપ લીડરને આ બેલેન્સ જાળવવામાં મદદ કરે છે, કારણ કે તે તેને વિવિધ પર્સ્પેક્ટિવ સમજવાની તક આપે છે. જો કોઈ મેનેજર પોતાની ટીમના વિઝનરી જુનિયર્સ સાથે પર્સનલ બોન્ડિંગ બનાવે છે, તો તે ટીમના પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચમાં ક્રાંતિ લાવી શકે છે.

યુધિષ્ઠિરને મળેલી આ સલાહ મુજબ, લીડરે હંમેશાં વિજિલન્ટ રહેવું જોઈએ. રિવર્સ મેન્ટરશિપ લીડરને આઉટડેટેડ થતા બચાવે છે. જેવી રીતે સમુદ્રમાં નાની હોડી પણ મોટા વહાણને રસ્તો બતાવી શકે છે, તેમ ટીમના નવા મેમ્બર્સ ઘણીવાર એવા આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ આપે છે, જે અનુભવી મેનેજર્સના મગજમાં પણ નથી આવતા. ભીષ્મ કહે છે કે જ્ઞાન એ અખૂટ ભંડાર છે અને તે કોઈ એક વ્યક્તિ કે હોદ્દાની જાગીર નથી. આ જ ફિલોસોફી જ્યારે કોર્પોરેટ લીડરશિપમાં લાગુ પડે છે, ત્યારે તે ઈનોવેશનને જન્મ આપે છે.

મેનેજરે એ સમજવું જોઈએ કે રિવર્સ મેન્ટરશિપ એ તેમની પોઝિશન માટે ખતરો નથી, પરંતુ તેમની એફિશિયન્સી વધારવાનું એક પાવરફુલ ટૂલ છે. આ પ્રોસેસમાં લીડર અને ટીમ વચ્ચેના ગેપ ઓછા થાય છે અને એક હાર્મોનિયસ વર્ક એન્વાયર્નમેન્ટ તૈયાર થાય છે. શાંતિપર્વનો સંદેશ સ્પષ્ટ છે કે સાચો લીડર તે જ છે જે પોતાની લર્નિંગ પ્રોસેસ ક્યારેય બંધ નથી કરતો અને દરેક વ્યક્તિમાં એક મેન્ટર જોવાની દૃષ્ટિ રાખે છે. આજના ગ્લોબલ બિઝનેસ સિનારિયામાં ભીષ્મની આ પ્રાચીન સલાહો રિવર્સ મેન્ટરશિપના સ્વરૂપમાં સૌથી વધુ ઈફેક્ટિવ સાબિત થઈ શકે તેમ છે. એક મેનેજર તરીકે જ્યારે તમે બીજાના અનુભવ અને જ્ઞાનને સન્માન આપો છો, ત્યારે તમે ખરા અર્થમાં લીડરશિપના સર્વોચ્ચ શિખર પર પહોંચો છો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો