પ્રાચીન અને મિકેનિકલ યુગ
ગણતરી કરવાની જરૂરિયાત જ્યારે જટિલ બની, ત્યારે માનવીએ મણકાપાટી એટલે કે `એબેક્સ' (મણકાઘોડી)નો ઉપયોગ શરૂ કર્યો. આ પદ્ધતિ હજારો વર્ષો સુધી ચાલી, પરંતુ ખરા અર્થમાં `ગણતરી કરતું મશીન' 17મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું.
ઈ.સ. 1642 - પાસ્કાલીન :
મહાન ફ્રેન્ચ ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલે માત્ર 18 વર્ષની ઉંમરે તેના પિતાના ટેક્સ કલેક્શનના કામમાં મદદ કરવા માટે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર બનાવ્યું. જે ગિયર્સ અને વ્હીલ્સની મદદથી સરવાળા-બાદબાકી કરી શકતું હતું.
ઈ.સ. 1673 - સ્ટેપ્ડ રેકોનર :
ગોટફ્રાઈડ લેબનીઝે પાસ્કલની ડિઝાઇનમાં સુધારો કરીને એવું મશીન બનાવ્યું જે ગુણાકાર અને ભાગાકાર પણ કરી શકતું.
ઇલેક્ટ્રોનિક અને
ડિજિટલ ક્રાંતિ
20મી સદીના મધ્યમાં વેક્યૂમ ટ્યૂબ્સ અને ટ્રાન્ઝિસ્ટરની શોધે કેલ્ક્યુલેટરના કદમાં ઘટાડો કર્યો.
ઈ.સ. 1960ના દાયકામાં :
બ્રિટિશ કંપની `બેલ પંચ' દ્વારા પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ડેસ્કટોપ કેલ્ક્યુલેટર `ANITA' રજૂ કરવામાં આવ્યું.
ઈ.સ. 1970 -
પોકેટ કેલ્ક્યુલેટર :
`ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ' અને `કેનન' જેવી કંપનીઓએ માઇક્રોચિપનો ઉપયોગ કરીને એવા કેલ્ક્યુલેટર બનાવ્યા જે હાથમાં પકડી શકાય. 1970ના દાયકાના અંત સુધીમાં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD) અને સોલર પેનલ ધરાવતાં સસ્તાં કેલ્ક્યુલેટર બજારમાં આવી ગયાં.
આજે, તે ભૌતિક મશીનમાંથી વિકસીને આપણા સ્માર્ટફોન અને કમ્પ્યૂટરમાં એક સોફ્ટવેર એપ તરીકે વણાઈ ગયું છે. આમ, લાકડાના એક મણકાથી શરૂ થયેલી સફર આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી
પહોંચી છે.
કેલ્ક્યુલેટરના મુખ્ય પ્રકારો
ઉપયોગ અને ક્ષમતાના આધારે કેલ્ક્યુલેટરના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે.
બેઝિક કેલ્ક્યુલેટર : આ સૌથી સામાન્ય પ્રકાર છે, જે ઘરે અથવા નાની દુકાનોમાં જોવા મળે છે. તેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ટકાવારી જેવી સામાન્ય ગણતરીઓ થાય છે.
સાયન્ટિફિક કેલ્ક્યુલેટર : આ કેલ્ક્યુલેટર એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે હોય છે. તેમાં ત્રિકોણમિતિ (Sin, Cos, Tan), લોગરીધમ અને ઘાત જેવી જટિલ ગણતરીઓ કરી શકાય છે.
ગ્રાફિંગ કેલ્ક્યુલેટર : આમાં એક નાનો સ્ક્રીન હોય છે, જેના પર ગાણિતિક સમીકરણોના ગ્રાફ દોરી શકાય છે. ઉચ્ચ કક્ષાના ગણિત અને ડેટા એનાલિસિસ માટે તે ઉપયોગી છે.
ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર : બેંકર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આનો ઉપયોગ કરે છે. તેમાં વ્યાજદર, લોનના હપ્તા (EMI) અને ટેક્સની ગણતરી માટે ખાસ સુવિધાઓ હોય છે.
`સ્પેશિયલ કી' અને તેનો ઉપયોગ
ઘણીવાર આપણે કેલ્ક્યુલેટર વાપરતા હોઈએ છીએ, પણ અમુક બટનોનો ઉપયોગ જાણતા નથી હોતા. ચાલો સમજીએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો