પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યારબાદ બ્રિટિશ સેનામાં સેવા આપનારા શીખ સૈનિકોના સન્માનમાં બ્રિટિશ મિલિટરી દ્વારા વર્ષ 1914 શીખ્સ નામના માર્ચિંગ ટ્રુપની રચના કરાઇ છે.


ગયા બુધવારે લંડનમાં પ્રારંભિક પરેડમાં ટ્રુપના સભ્યો વર્લ્ડ વોર વન શીખ ઇન્ફન્ટ્રી યુનિફોર્મમાં સજ્જ થઇને સામેલ થયા હતા. તેમણે હાથમાં તે સમયની લી-એનફિલ્ડ રાયફલો પણ રાખી હતી. માર્ચિંગ ટ્રુપમાં સામેલ તમામ સભ્યો હાલ બ્રિટિશ આર્મીમાં સાર્જન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે આ ક્ષણને પ્રેરણાદાયી ગણાવી હતી. બ્રિટિશ આર્મીમાં ધ રોયલ લાન્સર્સ ખાતે લાન્સ કોર્પોરલ તરીકે સેવા આપતા 28 વર્ષીય અવી કૌલે જણાવ્યું હતું કે, મારા માટે શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષણ અદ્ભૂત રહી. ટ્રુપના ઉદ્ઘાટન સમારોહમાં ટ્રુપે માર્ચિંગ સ્કિલનું પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે, દુનિયાભરમાં શીખ સમુદાયનો ભારે દબદબો છે અને દુનિયાભરના મોટાભાગના દેશોમાં તેમને વસ્તીમાં પણ ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. અલબત્ત શીખ સૈનિકો તેમજ શીખ સમુદાયને દુનિયાભરમાં માન આપવામાં આવી રહ્યું છે.

કેનેડામાં ભારતના નવા રાજદૂતે ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલા વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ કે. પટનાયકે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું છે કે, ભારતીયોને હવે કેનેડામાં સલામતી નથી લાગતી. કેનેડામાં ભારતના રાજદૂત હોવા છતાં તેમણે સતત સુરક્ષા વ્યવસ્થા સાથે ફરવું પડે તે અજુગતું લાગે છે. આ કેનેડાની સમસ્યા છે. કેટલાક કેનેડિયન નાગરિકો છે જે આ સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. ખાલિસ્તાન તરફી કટ્ટરવાદીઓનું નામ લીધા વગર પટનાયકે જણાવ્યું હતું કે, અહીં અનેક સ્થળોએ કેટલાંક જૂથો ભારતીય મૂળના નાગરિકોને ધમકાવતા હોય તેવી ઘટનાઓ છાશવારે જોવા મળી રહી છે. કેનેડામાંથી ભારતીય નાગરિકોને જબરદસ્તીથી સ્વદેશ હાંકી કાઢવાના અહેવાલો વચ્ચે પટનાયકે આ ટિપ્પણી કરી હતી.

સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓ ફરી સક્રિય, ભારતથી જતા જહાજ પર ગ્રેનેડ વડે હુમલો

ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલા એક જહાજ પર સોમાલિયાના દરિયાકાંઠે હુમલાખોરોએ મશીનગન અને રોકેટથી ચાલતા ગ્રેનેડ વડે હુમલો કર્યો છે. બ્રિટિશ આર્મીના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે આ હુમલા અંગે ચેતવણી જારી કરી હતી. જેમાં આ વિસ્તારમાં જહાજોને ચેતવણી આપવામાં આવી હતી. ખાનગી સુરક્ષા કંપની એમ્બ્રેએ જણાવ્યું હતું કે, હુમલો હજુ પણ ચાલુ છે. ખાનગી સુરક્ષા કંપની એમ્બ્રેએ જણાવ્યું હતું કે, આ હુમલો સોમાલી ચાંચિયાઓ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગે છે, જેઓ દિવાળીના સમયથી આ પ્રદેશમાં ફરી સક્રિય થયા છે. તેઓએ કથિત રીતે એક ઈરાની જહાજ કબજે કર્યું છે. હુમલાખોરોએ ભારતથી દક્ષિણ આફ્રિકાના ડર્બન જઈ રહેલા માલ્ટિઝ ધ્વજવાળા ટેન્કરને નિશાન બનાવ્યું હતું. જોકે, ઈરાને માછીમારી જહાજ કબજે કર્યાની વાત સ્વીકારી નથી. છેલ્લા એક વર્ષમાં સોમાલી ચાંચિયાઓના હુમલા ફરી વધ્યા છે. જેનું એક કારણ યમનના હુતી બળવાખોરો દ્વારા ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના જવાબમાં રાતા સમુદ્રના કોરિડોરમાં હુમલાઓ શરૂ કરાતા અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાનીને આ જીત અપાવવામાં ગુજરાતીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી

અમેરિકાના સૌથી મોટા અને પ્રભાવશાળી શહેર ન્યૂયોર્કમાં મેયરપદની ચૂંટણીમાં ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે મમદાનીએ ન્યૂયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાનીને આ જીત અપાવવામાં ગુજરાતીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ચૂંટણીનાં પરિણામો મુજબ ઝોહરાન મમદાનીને 50%થી વધુ વોટ મળ્યા હતા, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. તેમની સામે લડતા પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને 41% અને રિપબ્લિકન નેતા કર્ટિસ સ્લિવાને માત્ર 7.3% વોટ મળ્યા હતા. નોંધનીય છે કે ન્યૂયોર્કમાં ઝોહરાન મમદાનીને આ જીત અપાવવામાં ગુજરાતીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સાઉથ એશિયન સમુદાયના નેતા અને મમદાનીના પ્રારંભિક સમર્થક દિલીપ ચૌહાણે ઝોહરાન મમદાનીને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, `હું ખૂબ ખુશ છું કે ઝોહરાન મમદાની એક સાથી સાઉથ એશિયન અમેરિકન જે જાહેર સેવામાં સમર્પિત છે, પોતાના વિશ્વાસ અને લક્ષ્યો પર અડગ રહ્યા. ન્યૂયોર્કને વધુ સારું બનાવવાનું તેમનું વિઝન સ્પષ્ટ છે અને આજની જીત લોકોના તેમના પરના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તે એક ઉજ્જ્વળ ભવિષ્યની આશા જગાવે છે અને દરેક પ્રવાસી માટે રોલ મોડલ છે.'

  • Follow us on: