ન્યૂયોર્કના મેયર પદના દાવેદાર ઝોહરાન મામદાનીએ યુગાન્ડાના કંપાલામાં ભવ્ય વેડિંગ પાર્ટી યોજી હતી. હાઈ એન્ડ રિસોર્ટમાં યોજાયેલી આ પાર્ટી બોલિવૂડ થીમ, ભારતીય ભોજન અને ત્રણ દિવસ સુધી ચાલેલી ભવ્ય ઉજવણીના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી.
ન્યૂયોર્કમાં રહેતી રમા એક ચર્ચિત સીરિયન-અમેરિકી કલાકાર છે. તેનાં પેઇન્ટિંગ, એનિમેશન અને સિરામિક આર્ટની પ્રશંસા થઈ રહી છે. તેણે વિઝ્યુઅલ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે. મામદાની મૂળ ભારત સાથે જોડાયેલા છે. મામદાની ભારતીય મૂળના છે. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો, પરંતુ તેમનાં મૂળ ઓડિશા (માતા મીરાં નાયર) અને ગુજરાત (પિતા મહમૂદ મમદાન) સાથે જોડાયેલાં છે. તેઓ ન્યૂયોર્કમાં ડેમોક્રેટિક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે.
અમેરિકામાં વિઝા ફ્રોડના કેસમાં એક ગુજરાતી અને 3 પોલીસ અધિકારીની ધરપકડ
લંડનમાં વિઝા ફ્રોડના એક કેસમાં એક ગુજરાતી-અમેરિકન ઉપરાંત લુઈસિયાનાના ત્રણ વર્તમાન અને પૂર્વ પોલીસવડાની ધરપકડ કરાઇ છે. વિઝા મેળવવા માગતા ઈમિગ્રન્ટ્સને ફેક પોલીસ રિપોર્ટ વેચવા બદલ આ કાર્યવાહી કરાઇ છે. આરોપીઓ દરેક ઇમિગ્રન્ટ્સ દીઠ 5000 ડોલર લેતા હતા. આ ફેક વિઝા સ્કિમ ચલાવનારા આરોપીમાં ચંદ્રકાંત `લાલા' પટેલ મુખ્ય આરોપી હોવાનું ખૂલતાં તેની પણ ધરપકડ કરાઇ છે. ચંદ્રકાંત `લાલા' પટેલે જે લોકો સાથે ફ્રોડ આચર્યું છે તેમાંથી 24 તેમની જ જ્ઞાતિના છે. ચંદ્રકાંત `લાલા' પટેલ ઓકડેલમાં સબવે સેન્ડવિચ સ્ટોર ચલાવે છે. તેની સામે સૌથી વધુ આરોપો લગાવાયા છે જેમાં લાંચ, મેઈલ ફ્રોડ, મની લોન્ડરિંગ અને વિઝા ફ્રોડ આચરવાનું કાવતરું ઘડવાના આરોપ સામેલ છે. જે પોલીસ અધિકારીઓની ધરપકડ કરાઇ છે તેમાં પોલીસ ચીફ ચેડ ડોયેલ, માઈકલ ફ્રેક સ્ટેન્લી, પોલીસ ચીફ ગ્લાયન ડિક્સન, પૂર્વ પોલીસ ચીફ ટેબો ઓનિશિયાનો સમાવેશ થાય છે. આ તમામ લોકોની સામે વિઝા ફ્રોડ, મેઈલ ફ્રોડ માટે કાવતરુ ઘડવું તેમજ મની લોન્ડરિંગના કેસ કરાયા છે. જો આરોપીઓ દોષિત ઠર્યા તો વધુમાં વધુ 20 વર્ષની જ્યારે ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા થઈ શકે છે. જ્યારે ચંદ્રકાંત `લાલા' પટેલ પર જે કલમો લગાવાઇ છે તે મુજબ તેને 10 વર્ષની સજા થઇ શકે છે. એટલું જ નહીં કોર્ટ તમામ આરોપીઓને કેદ ઉપરાંત 250,000 ડોલરનો દંડ પણ કરી શકે છે.
જાપાનને અકળાવી દીધા બાદ હવે ટ્રમ્પે ફેરવી તોળ્યું : ટેરિફ ઘટાડી ઘનિષ્ટ સંબંધોનો નવો રાગ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે નવા અમેરિકા-જાપાન વેપાર કરારને લાગુ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ `અમેરિકા-જાપાન વેપાર સંબંધોને એક નવા યુગની શરૂઆત' જણાવ્યું હતું. આ આદેશમાં જાપાન પાસેથી કરવામાં આવતી તમામ આયાતો પર 15 ટકા બેઝલાઇન ટેરિફ લગાવવામાં આવ્યો છે. જોકે, ઓટોમોબાઇલ અને ઓટો પાર્ટ્સ, એરોસ્પેસ ઉત્પાદનો, જેનેરિક દવાઓ અને ઘરેલુ સ્તર પર હાજર ન હોય તેના પ્રાકૃતિક સંસાધનોને સેક્ટર-સ્પેસિફિક છૂટ આપવામાં આવી છે. જોકે, શરૂઆતી સમયમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ જાપાન અને સાઉથ કોરિયા પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. વચ્ચે વેપાર કરાર પર અમેરિકા અને જાપાનની વાટાઘાટો પણ અટકી ગઈ હતી, પરંતુ હવે આખરે ટ્રમ્પ વહીવટી તંત્રએ 15 ટકા બેઝલાઇન ટેરિફ જાપાન પર લગાવવા પર મહોર મારી દીધી છે. વ્હાઇટ હાઉસે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, `આ કરાર હેઠળ અમેરિકા આવતી તમામ જાપાની આયાતો પર 15 ટકા બેઝલાઇન ટેરિફ લાગશે. આ માળખું પારસ્પારિક સિદ્ધાંતો અને બંનેનાં રાષ્ટ્રીય હિતો પર આધારિત છે.' આ કરારની સૌથી ખાસ વિશેષતાઓમાંથી એક જાપાન દ્વારા અમેરિકામાં 550 અબજ ડૉલરનું રોકાણ કરવાનું વચન છે, જેને અમેરિકન ઈતિહાસમાં અન્ય કરારથી અલગ જણાવવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ રોકાણથી રોજગાર પેદા થશે, મેન્યુફેક્ચરિંગનો વિસ્તાર થશે અને નેશનલ સિક્યોરિટી મજબૂત થશે. આ કરાર હેઠળ જાપાન યુએસ-મેડ કોમર્શિયલ એરક્રાફ્ટ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ અને ચોખા, મકાઇ અને બાયોએથેનોલ સહિત અબજો ડોલરની કિંમતનાં કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધ છે.
અરબ દેશોમાં હલચલ : ઈઝરાયેલને પ્રથમ વખત યુએઈએ કડક ચેતવણી આપી
અરબ દેશોમાં અત્યારે ઇઝરાયેલના સૌથી સારા સંબંધો યુનાઇટેડ આરબ એમિરાત (UAE) સાથે છે, પરંતુ ઇઝરાયેલના તાજેતરના પગલાંથી UAE પણ નારાજ છે. UAEએ ઇઝરાયેલને કબજે કરેલા વેસ્ટ બેન્કના કેટલાક વિસ્તારોને પોતાનામાં ભેળવી દેવાની કથિત યોજનાઓ અંગે કડક ચેતવણી આપી છે અને આ પગલાને `રેડ લાઈન' ગણાવ્યું છે, જે પ્રાદેશિક સ્થિરતા અને ભવિષ્યના રાજદ્વારી સંબંધો માટે જોખમી છે. બુધવારે UAEના રાજકીય બાબતોના સહાયક મંત્રી લાના નુસેબેહે કહ્યું કે, ઇઝરાયેલની પ્રસ્તાવિત વેસ્ટ બેન્કને પોતાનામાં ભેળવી દેવાની યોજના `અબ્રાહમ એકોર્ડ'ને ગંભીર રીતે નબળો પાડશે, જેના હેઠળ 2020માં અબુ ધાબી અને તેલ અવીવ વચ્ચે ઔપચારિક સંબંધો સ્થાપિત થયા હતા. ઘણા યુરોપિયન દેશો ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. તેના જવાબમાં નેતન્યાહૂ સરકાર વેસ્ટ બેન્કને પોતાનામાં ભેળવી દેવાની યોજના બનાવી રહી છે.