2025માં ટ્રમ્પ વહીવટે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદ્યા, જેને ડ્રગ્સ અને ઇમિગ્રેશન સાથે જોડ્યા. આ USMCAનું ઉલ્લંઘન માનવામાં આવે છે, કારણ કે મોટાભાગની આયાત ડ્યૂટી-ફ્રી છે.
જોકે, USMCA-કમ્પ્લાયન્ટ પ્રોડક્ટ્સને છૂટ આપવામાં આવી, જેથી 84-85% વેપાર અસરગ્રસ્ત નથી. આ વિવાદ 2026ની સમીક્ષામાં અસર કરશે. જાન્યુઆરી 2026ની સ્થિતિએ મુખ્ય વિવાદો અનેક મુદ્દે છે. બીજું, મેક્સિકોના GM કોર્ન પર પ્રતિબંધનો વિવાદ જેમાં મેક્સિકોએ માનવ ઉપયોગ માટે પ્રતિબંધ મૂક્યો હતો, જેને અમેરિકાએ પડકાર્યો. 2024માં પેનલે અમેરિકાને અનુકૂળ નિર્ણય આપ્યો અને 2025માં મેક્સિકોએ પ્રતિબંધ પાછા ખેંચ્યા. ત્રીજું, કેનેડા સાથે ડેરી વિવાદ: અમેરિકા કેનેડાની સપ્લાય મેનેજમેન્ટ સિસ્ટમનો વિરોધ કરે છે, જે અમેરિકન ડેરીને મર્યાદિત ક્વોટા આપે છે. અનેક પેનલમાં અમેરિકાએ જીત મેળવી, પરંતુ કેનેડા બદલાવ લાવવા તૈયાર નથી. ચોથું, ઓટોમોટિવ રૂલ્સ ઓફ ઓરિજિન: કોર પાર્ટ્સના RVC કેલ્ક્યુલેશન પર વિવાદ, જેમાં 2022-23માં પેનલે અમેરિકાની વિરુદ્ધ નિર્ણય આપ્યો. 2026માં USMCAનો જોઇન્ટ રિવ્યૂ થશે, જેમાં આ વિવાદોનું નિરાકરણ અને સુધારા થઈ શકે છે.
ચીન અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ : પરસ્પર વેપારને અસર
ચીન અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધો 2025ના અંતમાં ગંભીર રીતે બગડ્યા છે, જેનું મુખ્ય કારણ જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીના નવેમ્બર 2025માં આપેલાં નિવેદન છે. તેમણે જણાવ્યું કે ચીન દ્વારા તાઇવાન પર સૈન્ય હુમલો થાય તો તે જાપાન માટે `અસ્તિત્વનું સંકટ' ગણાશે, જેના કારણે જાપાન સામૂહિક સ્વ રક્ષણનો અધિકાર વાપરી શકે છે. ચીને આનો તીવ્ર વિરોધ કર્યો. તેને ચીનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવ્યો અને તાકાઇચીને નિવેદન પાછું ખેંચવા માંગ કરી. જાપાને ઇનકાર કરતાં ચીને રાજદ્વારી, આર્થિક અને સાંસ્કૃતિક પગલાં લીધાં, જેમાં જાપાની સાંસ્કૃતિક કાર્યક્રમો રદ, પાંડા વહેલા પરત મોકલવા, ફ્લાઇટ્સ રદ જેવાં પગલાંએ તણાવ વધાર્યો છે. સેનકાકુ (ડાયોયુ) ટાપુઓ પર ચીની કોસ્ટ ગાર્ડના વધતા પેટ્રોલિંગથી તણાવ વધ્યો છે. જાપાને રેકોર્ડ ડિફેન્સ બજેટ મંજૂર કર્યું, જ્યારે ચીને જાપાનને અલગ પાડવાના પ્રયાસ કર્યા.
દેશમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગારપંચ મંજૂર થયું
ભારતમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગારપંચ 2025માં મંજૂર થયું છે. 7મા પગારપંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરો થયો, તેથી 8માની અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 માનવામાં આવે છે. જોકે, આ તારીખથી તાત્કાલિક પગાર વધારો થશે નહીં. કમિશનને 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેથી અહેવાલ 2027ની મધ્યમાં આવે તેવી અપેક્ષા છે. ત્યારબાદ સરકારની મંજૂરી પછી અમલ થશે, સંભવતઃ 2027ના અંત કે 2028ની શરૂઆતમાં, પરંતુ પાછલા પંચોની જેમ, અરીયર્સ (બેક પેમેન્ટ)
1 જાન્યુઆરી, 2026થી ગણવામાં આવી શકે છે. આનો લાભ લગભગ 50 લાખ કર્મચારીઓ અને 65-69 લાખ પેન્શનરોને મળશે. હાલ જાન્યુઆરી 2026માં પગારમાં કોઈ ફેરફાર નથી, પરંતુ અરીયર્સની આશા છે. અંતિમ નિર્ણય કમિશનના અહેવાલ પર આધારિત રહેશે.
રિઝર્વ બેન્કના નવા નિયમ ક્રેડિટ બ્યૂરોમાં ડેટા અપડેટ વધુ ઝડપી બનશે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ક્રેડિટ ઇન્ફર્મેશન રિપોર્ટિંગમાં મોટા ફેરફારો કર્યા છે, જેનાથી ગ્રાહકોના ક્રેડિટ સ્કોર અને લોન પાત્રતા વધુ ઝડપથી અપડેટ થશે. જાન્યુઆરી 2025થી બેંકો અને NBFCએ ક્રેડિટ બ્યૂરો (જેમ કે CIBIL, Experian)ને ડેટા દર 15 દિવસે (ફોર્ટનાઇટલી) અપડેટ કરવો ફરજિયાત છે, જે પહેલાં માસિક હતો. આનાથી અપડેટ લેગ 30-45 દિવસથી ઘટીને 15 દિવસ થયો છે. ડિસેમ્બર 2025માં RBIએ વધુ સુધારા જાહેર કર્યા. 1 એપ્રિલ 2026થી (અથવા કેટલાક સ્રોત મુજબ જુલાઇ 2026થી) લેન્ડર્સે ડેટા દર અઠવાડિયે અપડેટ કરવો પડશે. મહિનાની 7મી, 14મી, 21મી, 28મી અને છેલ્લી તારીખે. આનાથી EMI ચુકવણી, લોન ક્લોઝર કે ડિફોલ્ટ તરત જ રિફ્લેક્ટ થશે. સારા વર્તન(સમયસર ચુકવણી)થી ક્રેડિટ સ્કોર ઝડપથી વધશે, નવી લોન/કાર્ડ મળવું સરળ બનશે. ભૂલો સુધારવામાં ઓછો સમય લાગશે. બેંકોને વધુ અપ-ટુ-ડેટ ડેટાથી રિસ્ક બેટર અસેસ કરી શકશે. આ નિયમો ક્રેડિટ સિસ્ટમને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવશે.