આજના સમયમાં લોકોને જાણકારી, મનોરંજન કે કંઈ શીખવું હોય તો અલગ-અલગ પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે. આમાં પોડકાસ્ટ અને ઇન્ટરવ્યૂ ખૂબ જ લોકપ્રિય છે. જોકે, મોટાભાગના લોકો પોડકાસ્ટ અને ઇન્ટરવ્યૂને એક જ સમજી લે છે, પરંતુ ખરેખર બંનેમાં અમુક સમાનતાઓ છે સાથે મોટો ફરક પણ છે. જાણીએ પડકાસ્ટ અને ઇન્ટરવ્યૂ વચ્ચે શું ફરક હોય છે

પોડકાસ્ટ શું હોય છે?

પોડકાસ્ટ એક ડિજિટલ ઓડિયો શો હોય છે, જેને તમે ઇન્ટરનેટ પર સાંભળી કે જોઈ શકો છો. તેને તમે મોબાઈલ, લેપટોપ અથવા કોઈ પણ ઓડિયો પ્લેયરથી સાંભળી શકો છો. પોડકાસ્ટ સામાન્ય રીતે સીરિઝ સ્વરૂપે આવે છે અને તેના એપિસોડ અલગ-અલગ ટોપિક પર હોય છે. પોડકાસ્ટમાં એક અથવા એકથી વધારે લોકો પોતાની વાત કહે છે, કોઈ વિષય પર ચર્ચા કરે છે અથવા પોતાનો મત આપે છે. પોડકાસ્ટને તમે તમારી સુવિધા અનુસાર સાંભળી શકો છો એટલે કે જ્યારે મન હોય ત્યારે સાંભળી શકો છો. આ સિવાય પોડકાસ્ટમાં યજમાન એટલે કે હોસ્ટ પોતાની સ્ટાઈલ અનુસાર એપિસોડને ડિઝાઈન કરે છે. પોડકાસ્ટના અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે, સાક્ષાત્કાર પોડકાસ્ટ, સોલો પોડકાસ્ટ, પેનલ પોડકાસ્ટ, નોન-ફિક્શનલ સ્ટોરી ટેલિંગ પોડકાસ્ટ, સ્ક્રિપ્ટેડ ફિક્શન પોડકાસ્ટ, કોલ-ઈન પોડકાસ્ટ, હાઈબ્રિડ પોડકાસ્ટ અને લાઈવ પોડકાસ્ટ વગેરે.

ઇન્ટરવ્યૂ શું હોય છે?

ઇન્ટરવ્યૂ એક વાતચીત હોય છે, જેમાં એક વ્યક્તિ (Interviewer) બીજી વ્યક્તિ (Interviewee)ને સવાલ પૂછે છે. જેનો ઉદ્દેશ કોઈ વ્યક્તિના અનુભવ, જાણકારી અથવા વિચારોને લોકો સમક્ષ લાવવાનો હોય છે. ઇન્ટરવ્યૂ સામાન્ય રીતે એક નિશ્ચિત સમય અને વિષય પર આધારિત હોય છે. તે કોઈ કંપની, મીડિયા, સ્કૂલ, કોલેજ, સ્ટુડિયો અથવા અન્ય કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. ઈન્ટરવ્યૂમાં સવાલ-જવાબ ફોર્મેટ સ્પષ્ટ હોય છે અને હંમેશાં તે લાઈવ, રેકોર્ડેડ અથવા વીડિયો સ્વરૂપે હોય છે.

પોડકાસ્ટ અને ઇન્ટરવ્યૂ વચ્ચેનો ફરક

પોડકાસ્ટ અને ઈન્ટરવ્યૂમાં સૌથી મોટો ફરક તેનો ઉદ્દેશ અને ફોર્મેટ હોય છે. પોડકાસ્ટનો હેતુ જાણકારી, મનોરંજન અને શિક્ષણ આપવાનો હોય છે અને તે લાંબો ચાલી શકે છે. તેમાં લોકો વિષય અનુસાર પોતાના વિચારો દર્શાવે છે અને ઘણીવાર વાતચીત બહુ ખૂલીને થાય છે, જ્યારે ઇન્ટરવ્યૂનો હેતુ કોઈ વ્યક્તિ પાસેથી જાણકારી મેળવવાનો અથવા તેનો અનુભવ જાણવાનો હોય છે. આમાં સવાજ-જવાબની એક સીમા હોય છે અને વાતચીત હંમેશાં સીધી અને લક્ષ્ય પર કેન્દ્રિત હોય છે.

બીજો સૌથી મોટો ફરક એ છે કે પોડકાસ્ટમાં ઘણા લોકો, સ્ટોરી કે ડિસ્કશન હોઈ શકે છે જ્યારે ઇન્ટરવ્યૂમાં મુખ્યત્વે એક વ્યક્તિ પર જ ફોકસ કરવામાં આવે છે. પોડકાસ્ટ ગમે ત્યારે સાંભળી શકાય છે જ્યારે ઇન્ટરવ્યૂ હંમેશાં લાઈવ અને ત્યારબાર રેકોર્ડેડ હોય છે અને તેને સાંભળવાનું એક ચોક્કસ માધ્યમ હોય છે.

ઇન્ટરવ્યૂમાં ઈન્ટરવ્યૂ આપનારે મોટાભાગે સ્ટુડિયો પર જવાનું હોય છે, જ્યારે પોડકાસ્ટ કોઈ પણ જગ્યાએથી ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ સમયે સ્ટ્રીમ કરી શકાય છે.