વર્ષ 2025નો પહેલો નોબલ પુરસ્કાર ફિઝિયોલોજી કે મેડિસિન ક્ષેત્રનો જાહેર કરવામાં આવે છે. મેરી ઈ. બ્રંકોવ, ફ્રેડ રામ્સડેલ અને શિમોન સાકાગુચીને ઈમ્યૂન સિસ્ટ પર તેમણે કરેલા કામને લઈને સન્માનિત કરવામાં આવ્યા છે.
નોબલ પ્રાઈઝ સામાન્ય રીતે દર વર્ષે એક જ ક્રમમાં આપવામાં આવે છે, જેમાં સૌથી પહેલાં મેડિસિન ત્યારબાદ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રના પુરસ્કાર આપવામાં આવે છે. નોબલ પુરસ્કાર ઘણા લોકોને મળ્યા છે, પરંતુ એક જ પરિવારના કેટલા સદસ્યોએ નોબલ પુરસ્કાર જીત્યો અને સૌથી યુવા નોબલ પ્રાઈઝ વિનર કોણ છે તથા સૌથી વધારે ઉંમરમાં કોણે નોબલ પુરસ્કાર જીત્યો તેના વિશે જાણીએ
પિયરે ક્યૂરી
મેરીના પતિ પિયરે ક્યૂરીને ઈ.સ. 1903માં ફિઝિક્સનો પુરસ્કાર મેરીના ભાગનો આપવામાં આવ્યો. ઈ.સ. 1898માં તેમણે મેરી ક્યૂરી સાથે મળીને નવા તત્ત્વ પોલોનિયમ અને રેડિયમની શોધ કરી હતી.
ઈરીન જુલિયટ ક્યૂરી
મેરી ક્યૂરીની દીકરી કે જેમણે પતિ ફ્રેડરિક જુલિયટ ક્યૂરી સાથે મળીને ઈ.સ. 1935માં રસાયણ વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર જીત્યો હતો. ઈરીને રેડિયોએક્ટિવ તત્ત્વો અને તેના ગુણો અંગે મહત્ત્વપૂર્ણ શોધ કરી. ખાસ કરીને કૃત્રિમ રેડિયોએક્ટિવ તત્ત્વ પોલોનિયમ અને પ્લૂટોનિયમના નિર્માણ અને અભ્યાસમાં યોગદાન આપ્યું. ઈરીન અને ફ્રેડરિકની શોધે પરમાણુ વિજ્ઞાન અને ચિકિત્સાના ક્ષેત્રમાં નવાં દ્વાર ખોલ્યાં.
હેનરી લાબોઈસ
હેનરી લાબોઈસ મેરી ક્યૂરીની દીકરી ઈવ ક્યૂરીના પતિ હતા. તેમને ઈ.સ. 1965માં યુનિસેફ તરફથી નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હેનરી લાબોઈસનું યોગદાન બાળકો અને માનવ કલ્યાણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય રહ્યું અને તેમના પ્રયત્નોથી વૈશ્વિક સ્તરે શાંતિ, સુરક્ષા અને શિક્ષણના નવા માપદંડ સ્થાપિત થયા. તેમને આ પુરસ્કાર સમાજમાં ન્યાય અને માનવતા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને માન્યતા આપવાના રૂપમાં આપવામાં આવ્યો.
ક્યૂરી પરિવારે જીત્યા સૌથી વધારે પુરસ્કાર
અત્યાર સુધી ક્યૂરી પરિવારે સૌથી વધારે (પાંચ) નોબલ પુરસ્કાર જીત્યા છે. જેમાં મેરી ક્યૂરી બે વાર, તેમના પતિ પિયરે ક્યૂરીને એક વાર, તેમની દીકરી ઈરીન જુલિયટ ક્યૂરીને એક વાર અને જમાઈ ફ્રેડરિક જુલિયલ ક્યૂરીને એક વાર પુરસ્કાર મળ્યો છે.
પહેલો નોબલ પુરસ્કાર (ઈ.સ. 1903- ફિઝિક્સ)
મેરી ક્યૂરીને રેડિયોએક્ટિવ અંગે કરવામાં આવેલી શોધો માટે ફિઝિક્સનો નોબલ પુરસ્કાર મળ્યો. ઈ.સ. 1897માં તેમણે પતિ પિયરે ક્યૂરી સાથે મળીને નવા તત્ત્વ બોલોનિયમ અને રેડિયમની શોધ કરી. આ બંને તત્ત્વ રેડિયોએક્ટિવ હતાં. આ શોધે વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રને નવી દિશા આપી. આ પુરસ્કાર તેમને પતિ પિયરે ક્યૂરી અને હેનરી બેકેરેલની સાથે મળ્યો.
બીજો નોબલ પુરસ્કાર (ઈ.સ. 1911, રસાયણ વિજ્ઞાન)
ઈ.સ. 1911માં મેરી ક્યૂરીને રસાયણ વિજ્ઞાનમાં પણ નોબલ પુરસ્કાર મળ્યો. આ પુરસ્કાર તેમને રેડિયમ અને પોલોનિયમ તત્ત્વોની શોધ અને તેના ગુણોના અધ્યયન માટે આપવામાં આવ્યો. મેરી ક્યૂરી એવી પહેલી અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા વિજ્ઞાની છે, જેમને બે અલગ-અલગ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર મળ્યો છે.
સૌથી યુવા નોબલ પુરસ્કાર વિજેતા
મલાલ યસુફજઈ સૌથી ઓછી ઉંમરના નોબલ પુરસ્કાર વિજેતા છે, જેમણે વર્ષ 2014માં માત્ર 16 વર્ષની ઉંમરમાં શાંતિનો નોબલ પુરસ્કાર જીત્યો હતો. મલાલાએ ખાસ કરીને છોકરીઓના શિક્ષણ અને તેમના અધિકારો માટે કામ કર્યું. પાકિસ્તાનની સ્વાત ઘાટીમાં જન્મેલી મલાલાએ બહુ નાની ઉંમરમાં છોકરીઓને સ્કૂલ મોકલવા અને ભણવાનો અધિકાર અપાવવા
માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2012માં તાલિબાનોના હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હોવા છતાં હિંમત ન હારી અને પોતાનું કામ
ચાલુ જ રાખ્યું. મલાલાએ `મલાલા ફંડ'ની સ્થાપના કરી, જેનાથી દુનિયાભરની છોકરીઓને સારું એજ્યુકેશન મળી રહે.
સૌથી વધારે ઉંમરના નોબલ પુરસ્કાર વિજેતા
જોન બી. ગુડઈનફ નોબલ પુરસ્કાર જીતનારા સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે. તેમને 97 વર્ષની ઉંમરમાં ફિઝિક્સનો નોબલ પુરસ્કાર મળ્યો. તેમને આ સન્માન બેટરી અને ઊર્જા બચાવનારી ટેક્નિકમાં તેમના કામને લઈને આપવામાં આવ્યો હતો. તેમની શોધે લિથિયમ આયર્ન બેટરી અને આધુનિક ઊર્જા ઉપકરણો બનાવવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો કે જેનો આજે મોબાઈલ, ઇલેક્ટ્રિક કાર અને અન્ય ઉપકરણોમાં ઉપયોગ થાય છે.