તાજેતરમાં કપરી અવકાશયાત્રાએથી પરત ફરેલાં સુનીતા વિલિયમ્સે એક પત્રમાં જણાવ્યું હતું કે એક અઠવાડિયાના મિશન માટે ગયેલાં અને તેમને અવકાશમાં નવ મહિના રહેવું પડ્યું.

ખોરાક અને પાણી ખૂટવાની સ્થિતિમાં તેમણે સનાતન ધર્મની ચૈત્રી નવરાત્રિના ઉપવાસનો સંકલ્પ લીધો, જેનાથી તેમને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો અનુભવ થયો. તેમણે રામાયણ અને શ્રીમદ ભગવદ્ગીતાનું અંગ્રેજી ભાષાંતર ડાઉનલોડ કરીને વાંચન શરૂ કર્યું, જેમાંથી તેમને ગર્ભવિજ્ઞાન, સમુદ્ર અને અવકાશનાં રહસ્યોનું અદ્ભુત જ્ઞાન મળ્યું.

અવકાશમાં સૂર્ય કાદવના ખાડામાં બેઠેલો હોય તેવું દેખાતું હતું અને સંસ્કૃત-હિન્દીમાં મંત્રોચ્ચારનો અવાજ સંભાળાતો હતો. જેની પુષ્ટિ તેમના સાથી અવકાશયાત્રીઓએ પણ કરી છે. ઉલ્કાઓથી યાનને બચાવવા ભગવાનને પ્રાર્થના કરતાં તેમણે તેજસ્વી પ્રકાશ જોયો, જે ઉલ્કાઓનો નાશ કરતો હતો. આઠ મહિનામાં રામાયણ અને ગીતાનું સંપૂર્ણ વાંચન કર્યા બાદ તેમને પૃથ્વી પર પાછા ફરવાનો આત્મવિશ્વાસ જાગ્યો. એપ્રિલમાં સૂર્યાસ્ત વખતે તેમણે સિંહ પર સવાર ત્રિશૂળધારી દેવીનું દર્શન કર્યું, જેને તેમણે દૈવી સંકેત ગણાવ્યો.

સુનીતાએ જણાવ્યું કે સનાતન ધર્મ, રામાયણ અને ભગવદ્ગીતામાં અપાર શક્તિ છે. તેમણે નાસામાં વેદો, ગીતા, રામાયણ, શિવપુરાણ અને ઉપનિષદોના આધારે ગર્ભશાસ્ત્ર, અવકાશશાસ્ત્ર અને સમુદ્રના ઊંડાણના સંશોધનનો પ્રસ્તાવ મૂક્યો છે.

77 વર્ષનાં જાજરમાન અભિનેત્રી મુમતાઝ ડોસીમાના રોલ કરવા તૈયાર નથી

સિત્તેરના દાયકાનાં જાણીતાં અભિનેત્રી મુમતાઝ પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂના કારણે ચર્ચામાં છે. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે ઘણી બધી વાતો કરી, ઘણા એક્ટર્સના સંબંધો વિશે પણ જણાવ્યું. મુમતાઝે આવી મુલાકાતમાં કહ્યું છે કે પોતે બોલિવૂડ ફિલ્મોમાં કમબેક તૈયાર છે, પરંતુ તે માતાના રોલ નહીં કરે. તે વૃદ્ધ મહિલાનું પાત્ર ભજવવા તૈયાર નથી. તાજેતરમાં જ એક ઇવેન્ટમાં પાપારાઝીએ તેમને સવાલ કર્યા હતા, જેનો વીડિયો બોલિવૂડમાં શેર થઇ રહ્યો છે. તેમને પુછાયું હતું કે, ફેન્સ તેમની ફિલ્મો જોવા ઇચ્છે છે તો તે આ શુભ સમાચાર ક્યારે સંભળાવશે? આ સવાલના જવાબમાં મુમતાઝે કહ્યું હતું, `હું ફિલ્મોમાં ઘરડી ડોસીનો રોલ નથી કરવાની. હું જેવી દેખાઉં છું એવો રોલ હજુ સુધી મને ઓફર નથી થયો. જ્યારે આવો કોઇ રોલ ઓફર થશે, ત્યારે હું જરૂર વિચારીશ.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમને ઓફરો મળી રહી છે? તેના જવાબમાં મુમતાઝે કહ્યું, `મને એવી ઓફર્સ નથી મળતી, જેવી મારે જોઈએ છે. કોઈકની માનો રોલ હોય, એવો રોલ હું કરવાની નથી.'

કોલકાતાના એક ટીનેજરે માત્ર 24 કલાકમાં 4 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા

કોલકાતાના એક ટીનેજરે માત્ર 24 કલાકમાં 4 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 15 વર્ષના અર્ણવ ડાગાએ 1 કલાક, 8 કલાક, 12 કલાક અને 24 કલાકમાં સૌથી ઊંચું કાર્ડ્સનું ઘર બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડે જણાવ્યું હતું કે, ભારતના એક ટીનેજરે કાર્ડ સ્ટેકિંગના પોતાના કૌશલ્ય વડે 24 કલાકમાં રેકોર્ડ બનાવવાનો પડકાર ઝીલ્યો હતો અને એમાં તે સફળ રહ્યો છે. આ પહેલાં અર્ણવે 2023માં વિશ્વનું સૌથી મોટું પ્લેઈંગ કાર્ડ સ્ટ્રક્ચર બનાવીને વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. તે સમયે તેણે 1.43 લાખ કાર્ડ્સ વડે કોઈ ગ્લૂ કે ટેપનો ઉપયોગ કર્યા વગર કોલકાતાનાં ચાર ઐતિહાસિક સ્થળો - રાઈટર્સ બિલ્ડિંગ, શહીદ મિનાર, સોલ્ટ લેક સ્ટેડિયમ અને સેન્ટ પોલ્સ કેથેડ્રલની 40 ફૂટ લાંબી, 11 ફૂટ ઊંચી અને 16.8 ઈંચ પહોળી રચના બનાવી હતી.

મિસ વર્લ્ડ બની 21 વર્ષની થાઈ યુવતી : ભારતની નંદિનીને ટોપ 8માં પણ સ્થાન નહોતું મળ્યું

હૈદરાબાદમાં યોજાયેલી 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાના ગ્રાન્ડ ફાઇનલમાં થાઈલેન્ડની 21 વર્ષીય ઓપલ સુચાતા ચુઆંગશ્રીના શિરે `મિસ વર્લ્ડ 2025'નો તાજ મુકાયો હતો. આ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ નંદિની ગુપ્તાએ કર્યું હતું, પરંતુ તે ટોપ 8માં પણ પહોંચી શકી નહોતી. વિશ્વ સુંદરીનો તાજ મેળવનારી સુચાતાનો જન્મ 20 સપ્ટેમ્બર, 2003ના રોજ થાઇલેન્ડમાં થયો હતો. તે થાઇ મોડલ અને બ્યૂટી પેજન્ટ ટાઈટલ હોલ્ડર પણ રહી ચૂકી છે. તે મિસ વર્લ્ડ બનનારી પ્રથમ થાઇ મહિલા છે. સુચાતાએ `મિસ યુનિવર્સ 2024'માં પણ થાઈલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.