લોજિસ્ટિક્સ (હેરફેર) શાખા હંમેશાં એક એવું ક્ષેત્ર રહ્યું છે, જેમાં સપ્લાય ચેઇનના તમામ સહભાગીઓ વચ્ચે પરસ્પર સમજણ અને ક્રિયાપ્રતિક્રિયાઓની જરૂરિયાત હોય છે, પરંતુ જો લોજિસ્ટિક્સ કામગીરીમાં યોગ્ય સંદેશાવ્યવહાર અને પારદર્શિતાનો અભાવ હોય તો શું થઈ શકે?
ચાલો નવા વર્ષે થોડા રમૂજી કિસ્સા માણીએ.
ધ વેનીશિંગ કન્ટેનર (ગાયબ થઈ ગયેલું કન્ટેનર), મિયામી બંદર પર ઉચ્ચ મૂલ્યના ઇલેક્ટ્રોનિક્સથી ભરેલું એક વિશાળ શિપિંગ કન્ટેનર ગાયબ થઈ ગયું. ટ્રેકિંગ સિસ્ટમથી જાણવા મળ્યું કે કન્ટેનર બંદર પર આવી ગયું હતું, પરંતુ પછી તે હવામાં ગાયબ થઈ ગયું હોય તેવું લાગતું હતું. ઘણાં અઠવાડિયાં સુધી બંદરના કામદારો અને તપાસકર્તાઓ કન્ટેનરના રહસ્યમય ગાયબ થવાથી મૂંઝવણમાં મુકાઈ ગયા. કર્મચારીઓમાં એલિયન ઉપાડી ગયું જેવા ટુચકાઓ ફરવા લાગ્યા. એક સમયે મજાક એટલી વિસ્તરી ગઈ કે કામદારો દ્વારા અન્ય કાવતરાના સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા અને સાબિત કરવામાં આવ્યા. રહસ્ય આખરે ત્યારે ઉકેલાયું જ્યારે એક સચેત કર્મચારીએ શોધી કાઢ્યું કે કારકુનની ભૂલને કારણે કન્ટેનરને ખોટો ઓળખ નંબર સોંપવામાં આવ્યો હતો.
ધ હોટ (ગરમ) વેરહાઉસ, ઉનાળા દરમિયાન તાપમાનમાં વધારો થતાં શહેરના એક વિશાળ વેરહાઉસમાં, લોજિસ્ટિક્સ મેનેજરને ડહાપણ સૂઝ્યું અને ત્યાં એવી વસ્તુઓ મૂકવામાં આવી હતી જેની માંગ વધુ હતી. તે ચોક્કસ સ્ટોરેજ એરિયા માટે શબ્દપ્રયોગ કર્યો `HOT'. હોટ શબ્દનું શાબ્દિક અર્થઘટન `ગરમ' કરવામાં આવ્યું, જેને કારણે બિચારા કામદારોમાં મૃત્યુ સુધીનો ડર ફેલાઈ ગયો. એટલે સુધી કે વસ્તુઓને બચાવવા માટે તાત્કાલિક અગ્નિશામકોને બોલાવ્યા. જ્યારે ફાયર ફાઇટર્સ શક્તિશાળી આગને કાબૂમાં લેવાની અપેક્ષા સાથે ઘટનાસ્થળે દોડી ગયા, તેમના આશ્ચર્ય વચ્ચે તેઓ ઇન્વેન્ટરી, ઉત્પાદનો અને સામગ્રીથી ભરેલા વેરહાઉસ પર પહોંચ્યા, પરંતુ ત્યાં આગ નહોતી.
રોબોટિક ફર્નિચર ફિયાસ્કો, એક વેરહાઉસમાં કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે રોબોટિક ફોર્કલિફ્ટ્સ રજૂ કરવામાં આવી હતી, ત્યાં પ્રોગ્રામિંગમાં થયેલી ખામીએ એક સામાન્ય દિવસને રમૂજી દૃશ્યમાં ફેરવી દીધો. ખાસ કરીને વ્યસ્ત શિફ્ટ દરમિયાન રોબોટિક ફોર્કલિફ્ટને એક અસ્પષ્ટ આદેશ મળ્યો જેનું તેણે રમૂજી પરિણામો સાથે ખોટું અર્થઘટન કર્યું. બોક્સને સરસ રીતે સ્ટેક કરવાને બદલે રોબોટે વેરહાઉસ સેક્ટરમાંના એકમાં એક કામચલાઉ ફર્નિચર શોરૂમ બનાવવાનું નક્કી કર્યું, જેમાં ખુરશીઓ એકબીજાની ઉપર સ્ટેક કરવામાં આવી. આ અણધારી કામગીરી જોઈને વેરહાઉસ કર્મચારીઓ તેમની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. છતાં કોઈ પણ રોબોટને રોકવાનો આદેશ આપવા માટે પૂરતું બહાદુર નહોતું.
મહાન કન્ટેનર સ્વેપ, રોટરડેમના વ્યસ્ત બંદર પર બે સમાન શિપિંગ કન્ટેનર આકસ્મિક રીતે અદલાબદલી થઈ ગયાં, જેનાથી ઘટનાઓની એક હાસ્યજનક સાંકળ શરૂ થઈ. મૂળ રૂપે વિવિધ દેશો માટે બનાવાયેલ બે કન્ટેનરમાં ઉચ્ચ-ટેક ઇલેક્ટ્રોનિક્સ અને સ્કેન્ડિનેવિયન ફર્નિચરથી ભરેલું કન્ટેનર A નોર્વે માટે મોકલવાનું હતું,
જ્યારે ટર્કિશ કાપડ અને મસાલાઓ ધરાવતું કન્ટેનર B ઇસ્તંબુલ માટે નિર્ધારિત હતું. કસ્ટમ અધિકારીઓએ કન્ટેનર ખોલ્યાં ત્યારે ચોંકી ગયાં હતાં. ઇસ્તંબુલ માટેનું કન્ટેનર ઇલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરના જથ્થાથી શણગારવામાં આવ્યું હતું જ્યારે નોર્વેમાં વિવિધ પ્રકારના ટર્કિશ મસાલા અને વાઇબ્રન્ટ કાપડ ભરેલું કન્ટેનર મોકલવાની તૈયારી થઇ ગઈ હતી. શિપિંગ કંપની અને ડોક કામદારો વચ્ચેના ગેરસંચારના પરિણામે બનેલી આ રમૂજી ઘટના ઝડપથી બંદરની ચર્ચામાં આવી ગઈ. આખરે કન્ટેનરોને તેમના યોગ્ય સ્થળે ફેરવવામાં આવ્યાં. ગ્રેટ કન્ટેનર સ્વેપ, સપ્લાય ચેઇન ઇતિહાસમાં એક રમૂજી વાર્તા રહી.
વેરહાઉસ ડોમિનો ઇફેક્ટ - એક વેરહાઉસ કર્મચારીએ આકસ્મિક રીતે બોક્સના ઢગલા પર હાથ પછાડીને એક રમૂજી ડોમિનો ઇફેક્ટ શરૂ કરી. રમતિયાળ ઇરાદાથી શરૂ થયેલી ઘટના વારાફરતી અનેક બોક્સ પડી જવાની સાંકળ પ્રતિક્રિયામાં પરિણમી, જેના કારણે વેરહાઉસમાં વ્યાપક અરાજકતા ફેલાઈ ગઈ હતી. અલબત્ત, હાસ્ય એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો અંતિમ રસ્તો છે. જોકે, વાસ્તવિક જીવનમાં બરબાદ થયેલા લોજિસ્ટિક્સ ઓપરેશન્સ મજાક નથી અને તેમાં સામેલ બધા લોકો માટે નિર્ણાયક પરિણામો લાવી શકે છે.
