હું સોક્રેટિસજી,

હમણાં જ ગ્રેજ્યુએટ થઈને એમ.એ. કરી રહી છું. મારા પરિવારજનોએ એક છોકરો શોધી રાખ્યો છે. એ એમ.બી.એ. કરે છે, દેખાવડો છે, ફેમિલી રિચ છે, પરંતુ મને તો મારા એક પ્રોફેસર રણજિત સર બહુ ગમે છે. એ ડિવોર્સી છે. મારાથી દસ-બાર વર્ષ મોટા છે, પણ હું તેમને જ પરણવા માગું છું. એ કઈ રીતે શક્ય બને તે અંગે માર્ગદર્શન આપશો.

 - રિંકલ (નામ બદલ્યું છે.),

તારી લવસ્ટોરીમાં તેં ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે તારા પ્રોફેસર રણજિત સર તને લાઈક કરે છે કે તને લવ કરે છે. શક્ય છે કે તને બીજું કંઈ જણાવ્યું હોય કે જેથી તું તેઓ તને ચાહે કે તું તેમને ગમે છે એમ માનવા માંડી હોય.

આમ તો આ પ્રથમ દૃષ્ટિએ એક તરફી પ્રેમ લાગે છે, પરંતુ એવું એટલા માટે નથી કે જો એવું હોત તો તું તારા સર પ્રત્યે આકર્ષાઈને મેરેજ કરવા સુધીની વાત ન કરત. તે માટે કંઈક તો કારણ હોવાનું જ. અહીં એવું માની લેવું યોગ્ય ગણાશે કે તારા સરને તારા પ્રત્યે સોફ્ટ કોર્નર છે. એ તમારા ક્લાસ લેતા હશે ત્યારે તારા તરફ વધુ ધ્યાન આપતા હશે, સ્મિત કરતા હશે અને ગમે ત્યારે તને તે સબ્જેક્ટ વિશે કંઈ ને કંઈ પૂછતા હશે. પિરિયડ ચાલતો હોય ત્યાં જ તે પ્રશ્ન પૂછતા હશે. આ બધી ધારણાઓ સાચી જ હોવાની, કારણ કે એમ જ તને એ ગમી ગયા અને એટલે જ તું મેરેજ કરવા સુધી વિચારી ન નાખે.

તું સ્ટડી કરતી હતી ત્યારે જ આ સમસ્યા રજૂ કરી હોત તો સારું રહેત, પરંતુ હવે એનો કોઈ ઉપાય નથી, એટલે તારે સૌ પ્રથમ તો તારા સરને મળવું પડશે. કોલેજમાં જ જઈને તું એમ.એ. કરતી હોવાથી તેમનું માર્ગદર્શન માંગજે. આ માટે રિક્વેસ્ટ કરજે. તેમને તારામાં રસ હશે તો માત્ર હા નહીં પાડે, પરંતુ તને ઘરે આવીને જે તે વિષયનું માર્ગદર્શન મેળવી જવા આમંત્રણ આપશે. એ હા પાડે એટલે તેમની પાસે વિષય સમજે તે દરમિયાન તેમની નાની નાની બાબતો અંગે પૂછ્યા કરવાનું. સર તમારે ડિવોર્સ થવાનું કારણ શું? તમે હજી મેરેજ કેમ નથી કર્યા? કોઈ યોગ્ય પાત્ર મળે તો મેરેજ કરવાના ખરા? તમે તમારા સમાજમાં જ મેરેજ કરવાના કે લવમેરેજ? તમને લવમેરેજ ગમે? આવી વાતો કરતાં કરતાં તમારા વચ્ચે ઘનિષ્ટતા વધશે.

એક વાત ખાસ યાદ રાખજે. તું તેમને પહેલેથી જ ગમતી હશે તો તેઓ તારી વધુ નજીક આવવા પ્રયાસ કરશે. તને સ્પર્શવા પણ મથશે. એને જો એમ લાગશે કે તું તો તેને ખૂબ ચાહે છે, તને તેઓ ગમે છે, તો તે તને આલિંગન કરવાનું સાહસ કરશે. જો તું પ્રતિકાર નહીં કરે તો એ શારીરિક સંબંધ પણ બાંધી નાંખશે. આ બધી શક્યતા છે, પરંતુ તને એવી સલાહ છે કે તેમને નમ્રતાપૂર્વક ઈન્કાર કરી એ બધું મેરેજ બાદ એમ જણાવી દેવું. એ ભલે ડિવોર્સી છે, પરંતુ તેમણે મેરેજ કર્યા હતા એટલે પત્ની સાથે સહશયન પણ કર્યું જ હોવાનું, એટલે તેઓ તને મેળવીને શારીરિક સંબંધ બાંધવા રીતસર તડપશે. એટલે તેઓ તારી સાથે મેરેજ કરવા તૈયાર થવાની શક્યતા વધશે. હવે શું કરવું તે તારે વિચારવાનું રહેશે.

તારી સામે મોટી સમસ્યા એ છે કે એક તો તારા પરિવારે છોકરો શોધી રાખ્યો છે અને તું જેની સાથે મેરેજ કરવાની વાત કરીશ, તે તારાથી ઉંમરમાં ઘણા મોટા અને પાછા ડિવોર્સી છે. સૌથી મોટી સમસ્યા તો તારા માટે આ વાત કઈ રીતે કરવી તે જ રહેશે. તને ડર લાગવાનો જ. તારી હિંમત નહીં ચાલે એટલે તારે સૌ પ્રથમ તો તારાં મમ્મીને ખૂબ નમ્રતાથી તારી આખી સ્ટોરી સંભળાવી દેવાની. તેઓ ચોક્કસ ગુસ્સે થશે. તને કોઈ બીજો ન મળ્યો તે આ બીજવર શોધ્યો અને તેય તારાથી ઘણો મોટો! વગેરે શબ્દો કહેશે. તારે તારી રીતે એ સર સ્વભાવમાં સારા હોવાનું અને તને ખૂબ જ ગમતા હોવાનું કહેવાનું! એમને પરણવાથી કોઈ જ સમસ્યા નહીં નડે એવું પણ કહેવું.

આમ છતાં ના માને તો તારે કોર્ટ મેરેજનો આશરો લેવો પડશે. તારો પરિવાર તારા સર સાથેના મેરેજ માટે પરવાનગી નહીં જ આપે એમ વિચારીને જ આગળ વધજે. જરૂર પડે તો ભાગીને મેરેજ કરવા સુધીની તૈયારી કરજે. તારા પ્રોફેસર પણ આ અંગે તને સહકાર આપશે અને પોતે જ બધી જવાબદારી લઈ લેશે, કારણ કે એ બધી રીતે પુખ્ત છે. તારે તારા ધ્યેયને પ્રાપ્ત કરવા પરિવાર ગુમાવવાની હિંમત રાખવી પડશે. પછી સમય જતાં બધું થાળે પડી જશે. પરિવાર તમને સ્વીકારી લેશે. બસ, હવે તું આગળ વધ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો